🎪 ભગવાન શિવજીના કેદારનાથ મંદિરનો ઈતિહાસ 🎪
🎪 કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે.
🎪 પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.જેટલા અંતરે આવેલું છે.
🎪 હિંદુ ધર્મનું પવિત્ર યાત્રા સ્થળ લગભગ ભારતની પવિત્ર નદીના કિનારે સ્થિત છે. કેદારનાથ મંદિર ૩૫૯૩ મીટરની ઉંચાઈ પર બનેલ એક ભવ્ય અને વિશાળ મંદિર છે. સુવર્ણયુગમાં શાસન કરનાર રાજા કેદારના નામ પરથી આ સ્થળનું નામ કેદારનાથ પાડવામાં આવ્યું. છે. ઉત્તર ભારતમાં સ્થિત કેદારનાથ મંદિર હિન્દુઓનું પવિત્ર ધામ છે. 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ કેદારનાથ હિમાલય પર્વતની ચોટી પર સ્થિત સ્વયંભૂ જ્યોર્તિર્લીંગ છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક ન હોવાથી ત્યાં પગપાળા, ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે.
🎪 કેદારનાથ મહાદેવ દિવાળી પછી ૬ મહિના સુધી નિંદ્રા ગ્રહણ કરે છે. તેથી ઉતર ભારતનાં મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને વર્ષના છ મહિના ત્યાં બરફ છવાયેલો રહે છે. ઉતરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે. ૬ મહિના પછી એપ્રિલ અથવા મે મહિનામાં મંદિર ખોલવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે –ત્યાં મંદિરના દરવાજા બંધ હોવા છતાં રોજ શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને જયારે મંદિરના દ્વાર ખોલવામાં આવે ત્યારે મંદિરની સફાઈ કરી હોય તેટલી સ્વચ્છતા મંદિરમાં હોય છે.એવું કહેવાય છે કે આ મંદિરનું બાંધકામ પાંડવવંશના જનમેજય રાજા દ્વારા કરવામાં આવ્યું છે.
🎪 જાણો ભગવાન શિવજીના કેદારનાથ મંદિરના હિમયુગ સાથે જોડાયેલ ચોંકાવનાર સત્ય વિષે:-
👉 પ્રભુ શિવનું પાવન અને પુરાતન દેવસ્થાન એટલે કેદારનાથ કે જેના વિશે આપણે જાણીએ છીએ. દર વર્ષે લાખોની ગણતરીમાં ભક્તો પ્રભુ મહાદેવની ભક્તિ અર્થે અહી પધારે છે. આ બધી જાણકારી હોવા છતા આપણે દેવસ્થાન વિશેના એક ચમત્કારીક રહસ્ય વિશે નહી જાણતા હોય.
👉 આ પ્રભુ ભોળાનાથનો ચમત્કાર છે કે આ કેદારનાથ દેવસ્થાન સાથે જોડાયેલા પ્રસંગને આજ સુધી તજજ્ઞમાં તજજ્ઞ વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. પ્રભુ શિવના આ દેવસ્થાનને બરફ એ પણ બરફ બનાવ્યુ અને વાવાઝોડા એ પણ તાણી દીધુ. પણ આટલા કઠોર પ્રસંગો પછી પણ આ દેવસ્થાન તેમ ને તેમ અડીખમ છે તેના પર એકપણ ખરોચ આવેલી નહોતી. ખરેખર અદ્દભુત રહસ્ય છે.
👉 આજે આ દેવસ્થાન વિશેના એક રહસ્ય વિશે તમને આજે અવગત કરાવશુ. શુ તમે જાણો છો કે આ કેદરનાથ દેવસ્થાન ૪૦૦ વર્ષ સુધી બરફમાંં સમાયેલૂ હતુ. આ વાત એકદમ સત્ય છે. પણ આટલા વર્ષો સુધી બરફમાંં મંદિર રહેવા છતા તેને એક પણ ખરોચ લાગેલી નહોતી.
👉 વાત અહી સુધી જ સીમીત નથી પરંતુ , વર્ષ ૨૦૧૩ ના સમયગાળામાંં આવેલા જળ ના પ્રકોપમાંં આ દેવસ્થાન પાણીમાંં તરબોળ થઈ ગયુ હતુ. પણ હજુ સુધી આ દેવસ્થાનની એક ઈંટ પણ આમ ની તેમ થઈ નથી. હાલ પણ આ દેવસ્થાન નુ સૌંદર્ય પહેલા જેવુ જ છે. વાડીયા ઈન્સ્ટીટ્યુટના હિમાલય જીયોલોજીકલ વૈજ્ઞાનિકોના મત મુજબ આ એકદમ સુરક્ષિત છે.
👉 વૈજ્ઞાનિકોના મત અનુસાર હાલ પણ આ દેવસ્થાન બરફમા દબાઈ ગયુ તેના સંકેત દેખાય છે. આ બધા સંકેત ગ્લેશીયરના મંદિર સાથે ઘસાવવા થી થયેલા છે. આ ગ્લેશીયર થોડા-થોડા સમયના અંતરે જગ્યાએથી ખસતુ રહે છે. આ ગ્લેશીયરની સાથે ઘણા ખડકો આવેલા છે જેના નિશાન હજુ પણ મંદિરમા તમે જોઈ શકો છો.
👉 અમુક સ્ત્રોતો પાસેથી એવી માહિતી મળી છે કે રાજા ભોજ દ્વારા આ દેવસ્થાનનુંં નિર્માણ કરાયુ હતુ. જ્યારે અમુક લોકમાન્યતા એવી છે કે આ દેવસ્થાન ૮મી સદીમા આદિશંકરાચાર્ય દ્વારા બનાવેલુ છે. વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર આ મંદિર પુરાતન સમયના અમુલ્ય ખડકોમાંંથી નિર્મિત થયેલુ છે.
👉 આ દેવસ્થાન ૮૫ ફુટ ઊંચુ , ૨૮૭ ફુટ લાંબુ તથા ૮૦ ફુટ પહોળુ છે. આ દેવસ્થાન ની દિવાલો ૧૨ ફુટ ની ઊંચાઈ ધરાવે છે. આ દેવસ્થાનની સમીપ ૬ ફુટ ની ઊંચાઈ એ એક ચબુતરાનુંં પણ નિર્માણ કરવામા આવ્યુ છે. ખુબ જ અદ્દભુત અને રહસ્યમયી છે આ દેવસ્થાન. આ કેદારનાથ ધામની એકવાર તો અવશ્ય મુલાકાત લેજો.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment