ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, February 8, 2019

વ્યક્તિ પરિચય - કનૈયાલાલ મુનશી

📕 બંધારણના રચિયતા કનૈયાલાલ મુનશી 📕
📕 કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.

📕 પ્રારંભિક જીવન:-
👉 તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપી બાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષણ અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.

📕 કારકિર્દી:-
👉 ૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા.૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.

📕 સાહિત્ય:-
👉 સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો.

🙏 અવસાન:-
👉 ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું.

📕 સર્જન:-
👉 કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.

📚 તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે:
📕 નવલકથાઓ:-
📍 મારી કમલા (૧૯૧૨)
📍 વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ)
📍 પાટણની પ્રભુતા (૧૯૧૬)
📍 ગુજરાતનો નાથ (૧૯૧૭)
📍 રાજાધિરાજ (૧૯૧૮)
📍 પૃથિવીવલ્લભ (૧૯૨૧)
📍 સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪)
📍 લોપામુદ્રા (૧૯૩૦)
📍 જય સોમનાથ (૧૯૪૦)
📍 ભગવાન પરશુરામ (૧૯૪૬)
📍 તપસ્વિની (૧૯૫૭)
📍 કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ)
📍 કોનો વાંક
📍 લોમહર્ષિણી
📍 ભગવાન કૌટિલ્ય
📍 પ્રતિરોધ (૧૯૦૦)
📍 અવિભક્ત આત્મા

📕 નાટકો:-
📍 બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧)
📍 ડૉ. મધુરિકા (૧૯૩૬)
📍 પૌરાણિક નાટકો

📕 અન્ય:‌-
📍 કેટલાક લેખો (૧૯૨૬)
📍 અડધે રસ્તે (૧૯૪૩)
📍 સીધાં ચઢાણ
📍 સ્વપ્નસિદ્ધિની શોધમાં
📍 ભગ્ન પાદુકા
📍 પુરંદર પરાજય
📍 તર્પણ
📍 પુત્રસમોવડી
📍 વાવા શેઠનું સ્વાતંત્ર્ય
📍 બે ખરાબ જણ
📍 આજ્ઞાંકિત
📍 ધ્રુવસંવામિનીદેવી
📍 સ્નેહસંભ્રમ
📍 કાકાની શશી
📍 છીએ તે જ ઠીક
📍 મારી બિનજવાબદાર કહાણી
📍 ગુજરાતની કીર્તિગાથા

📕 અંગ્રેજી:-
📍 Gujarat & its Literature
📍 I Follow the Mahatma
📍 Early Aryans in Gujarat
📍 Akhand Hindustan
📍 The Aryans of the West Coast
📍 The Indian Deadlock
📍 The Imperial Gurjars
📍 Ruin that Britain Wrought
📍 Bhagavad Gita and Modern Life
📍 The Changing Shape of Indian Politics
📍 The Creative Art of LIfe
📍 Linguistic Provinces & Future of Bombay
📍 Gandhi : The Master
📍 Bhagavad Gita - An Approach
📍 The Gospel of the Dirty Hand
📍 Glory that was Gurjaradesh
📍 Our Greatest Need
📍 Saga of Indian Sculpture
📍 The End of an Era (Hyderabad Memories)
📍 Foundation of Indian Culture
📍 Reconstruction of Society through Trusteeship
📍 The World We Saw
📍 Warnings of History
📍 Gandhiji's Philosophy in Life and Action

🏆 સન્માન:-
👉 ૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી.

🏆 સ્મૃતિચિહ્નો:-
👉 મુંબઈના એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે.
👉 જયપુરમાં એક માર્ગને તેમના પરથી નામ અપાયું છે.
👉 તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે. એમ. મુનશી મેમોરિય વિદ્યા મંદિર સપશ તરીકે નામ અપાયું છે.
👉 ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.