ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, January 16, 2019

ચિત્ર પરિચય - લક્ષ્મી વિલાસ પેલેસ રાજમહેલ રોડ, વડોદરા

🏡 લક્ષ્મી વિલાસ પેલેસ 🏡
🏡 લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો તયારે તેની અંદાજીત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.

🏡 ડિસેમ્બર ૨૦૧૭માં શહેરી વિકાસ મંત્રી શ્રીચંદ ક્રિપલાનીએ મહેલનું લિલામ હોટેલ ઉદ્યોગને કરવાની મંજુરી આપી હતી, જેનો લોકો દ્વારા વિરોધ થયો હતો અને તેના વિરોધમાં દેખાવોનું આયોજન થયું હતું.

🏡 દેશ-વિદેશમાંથી કોઈપણ પ્રવાસી વડોદરા આવે અને આ સંસ્કારી નગરીની શાન સમાન લક્ષ્મી વિલાસ મહેલની મુલાકાત ન લે તો આ પ્રવાસ અધુરો રહી ગયો કહેવાય. મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમથી ઇ.સ.1890માં લક્ષ્મી વિલાસ મહેલ બાંધવામાં આવ્યો હતો. આ મહેલની અંદર ધાતુની સુંદર મૂર્તિઓ, જૂના હથિયારો તથા મેઝેઇક અને ટેરાકોટા રાખવામાં આવેલા છે. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આવ્યું છે. 

🏡 સો વર્ષ પહેલા આ મહેલમાં વીજળીની સુવિધા હતી. આ મહેલની બાલ્કનીમાં મોંઘા ગણાતા સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લક્ષ્મીવિલાસ પેલેસમાં ઘણી જગ્યાએ કોતરણીમાં એસઆરજી લખેલું જોવા મળે છે, જે સયાજીરાવ ગાયકવાડનું ટૂંકું નામ છે. લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરતાં 18 મહિના જેટલો સમય લાગ્યો હતો. પેલેસનો દરબાર હોલ સંગીતના જલસા માટે પ્રખ્યાત છે તથા હોલમાં વેટિકન મોઝેક લગાવવામાં આવ્યાં છે. આ મહેલમાં ચિત્રકાર રવિ વર્માના 12 ચિત્રો લગાવવામાં આવ્યા છે. સાર્સેનિક શૈલીનું આ સ્થાપત્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે તૈયાર કરાવડાવ્યું હતું, પરંતુ ઇમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂર્ણ કર્યું હતું. 

🏡 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. બકિંગહામ પેલેસ કરતાં પણ ચારગણા કદનો લક્ષ્મી વિલાસ પેલેસ તે સમયે સૌથી અદ્યતન ઇમારત ગણાતો હતો, જેના ઇન્ટિરિયરમાં એલિવેટર્સ અને યુરોપિયન કન્ટ્રી હાઉસનાં એલિમેન્ટ્સનો સમાવેશ કરાયો છે.પેલેસના મુખ્ય હોલ દરબાર હોલમાં વેનેશિયન મોઝાઇક ફ્લોર, બેલ્જિયન સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ અને વોલ્સ પર બારીક મોઝાઇક ઇન્ટિરિયર છે. ફેલિસીના ટેરાકોટા, માર્બલ અને બ્રોન્ઝ સ્ટેચ્યુઝ આ પેલેસની શાન છે. ક્યુ ગાર્ડન્સના સ્પેશિયાલિસ્ટ વિલીયમ ગોલ્ડરિંગે તેના આસપાસના ગ્રાઉન્ડઝ ડિઝાઇન તૈયાર કર્યા હતા. પેલેસનું કમ્પાઉન્ડ અંદાજે ૭૦૦ એકરનું છે. મોતીબાગ પેલેસ અને મહારાજ ફતેહસિંઘ મ્યુઝિયમ પણ પેલેસ પરિસરમાં છે.

🏡 લક્ષ્મી વિલાસ પેલેસ વિશે જાણવા જેવી ૧૨ રસપ્રદ માહિતી 🏡
🏡 વડોદરા, ગુજરાતનું ત્રીજા ક્રમનું અને ભારતનું સાતમા ક્રમનું સૌથી મોટું શહેર, ૨૨ લાખ લોકોનું ઘરનું ઘર આ શહેર પાસે છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ આ શહેરને ચેતનવંતુ બનાવ્યું. આ શહેર પાસે સાંસ્કૃતિક વારસાની અદ્દભુત દેન છે. પાણી દરવાજા, માંડવી દરવાજા, ચાંપાનેર દરવાજા, લહેરીપુરા દરવાજા અને ગેંડી દરવાજા આ ઉપરાંત, લક્ષ્મી વિલાસ પેલેસ અને નજરબાગ પેલેસ વડોદરાને મળેલો સાંસ્કૃતિક વારસો છે. આ બધામાં લક્ષ્મી વિલાસ પેલેસ નું મહત્વ અનેરું છે. તો ચાલો આજે જાણીએ લક્ષ્મી વિલાસ પેલેશ વિશેની ૧૨ રસપ્રદ વાતો…

૧) લક્ષ્મી વિલાસ પેલેસ : સૌથી મોટું ખાનગી નિવાસ સ્થાન
લક્ષ્મી વિલાસ પેલેસ આજ સુધી નું સૌથી મોટું ખાનગી નિવાસ સ્થાન છે. અને રસપ્રદ વાત તો એ કે આ મહેલ યુ.કે ના બંકીંગહામ પેલેસ કરતા ચાર ગણો મોટો છે.

૨) અધધધ ! ૧૭૦ ઓરડાઓ :
ફક્ત મહારાજા અને મહારાણી બેજ વ્યક્તિઓ માટે બનાવેલો આ મહેલ માં ૧૭૦ ઓરડાઓ છે !

૩) લક્ષ્મી વિલાસ પેલેસનું બાંધકામ :
લક્ષ્મી વિલાસ પેલેસ નું બાંધકામ ૧૮૭૮ માં શરુ થયું હતું અને મહેલ નું બાંધકામ પૂરું થતા ૧૨ વર્ષ લાગ્યા હતા.

૪) લક્ષ્મી વિલાસ પેલેસની ડિઝાઇન કામગીરી :
મહેલ ની ડિઝાઇન ઇન્ડોસાર્સેનિક શૈલી માં કરવામાં આવી છે. આ ડિઝાઇન નું કામ મેજર ચાર્લ્સ મંટ દ્વારા કરવામાં આવ્યું હતું. એમના મૃત્યુ પછી આ કામ રોબર્ટ ફેલ્લોવેસ ચીશોલ્મ એ સંભાળ્યું હતું. જોકે રોબર્ટ ફેલ્લોવેસ ચીશોલ્મ પૂર્ણતાવાદી હતા. અને અમુક ગણતરી બાદ તેઓ નિષ્કર્ષ પર આવ્યા હતા કે આ મહેલ લાંબો સમય સુધી નહીં ટકે. પરંતુ, આજે ૧૨૫ વર્ષ બાદ પણ આ મહેલ એમ જ અડીખમ ઉભો છે.

૫) લક્ષ્મી વિલાસ પેલેસની બાંધકામ શૈલી :
મહેલ નો આગળ ભાગ એકલેક્ટિક આર્કિટેક્ચર શૈલી થી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મોગલ, જૈન, રાજપૂત, મરાઠી, ગુજરાતી આ ઉપરાંત ગોથિક અને વેનેટીયન શૈલી નું સુંદર સંમિશ્રણ કરવામાં આવ્યું છે.

૬) મહેલના બાંધકામમાં વિદેશી કારીગરોનો પણ હાથ!
મહેલ ના બાંધકામ માટે સ્થાનિક અને વિદેશી બંને સામગ્રી અને કારીગરો ની મદદ લેવાઈ છે. અહીં વપરાયેલા લાલ માટી ના પથ્થર ખાસ આગ્રા થી મંગાવામાં આવ્યા છે. અહીં વપરાયેલા બ્લુ ટ્રેપ સ્ટોન પુના થી અને માર્બલ્સ રાજસ્થાન અને ઇટલી થી મંગાવામાં આવ્યા છે. આ ઉપરાંત દરબાર નું ભોંયતળિયું સુંદર મોઝેઇક થી બનાવવામાં આવ્યું છે, જેના માટે વેનિસ થી ખાસ ૧૨ કારીગરો લાવવામાં આવ્યા હતા.

૭) સૌથી મોંઘુ બાંધકામ :
મહેલ નું બાંધકામ પૂરું થયું તે વખતે, આ મહેલ ની બાંધકામ સૌથી મોંઘુ બાંધકામ ગણાતું. તે વખતે પણ બાંધકામ નો કુલ ખર્ચ £૧૮૦,૦૦૦ જેટલો થયો હતો.

૮) ‘ક્લોક ટાવર’ નું નિર્માણ :
મહેલ માં ૩૦૦ ફિટ જેટલો ઊંચો ટાવર બનાવવામાં આવ્યો છે. ખરેખર માં આ ટાવર નું નિર્માણ ‘ક્લોક ટાવર’ તરીકે કરવામાં આવ્યું હતું. પરંતુ ઘડિયાળ ના ટક-ટક અવાજ થી આજુબાજુ ના રહેવાસી ને સમસ્યા થઇ શકે એમ વિચારી તેનું અમલીકરણ ના કરવામાં આવ્યું. તેની જગ્યાએ લેમ્પ ગોઠવવામાં આવ્યો. જેમાં લાલ લાઈટ થાય જે સૂચવે કે રાજા મહેલ માં છે. આ પ્રથા આજે પણ અનુસરવામાં આવે છે. વધારામાં મુખ્ય પ્રવેશ દ્વાર પર કેસરી ધજા પણ ફરકાવામાં આવે છે, જો રાજા મહેલ માં હાજર હોય તો.

૯) લક્ષ્મી વિલાસ પેલેસનો સુંદર બગીચો :
લક્ષ્મી વિલાસ પેલેસ નો સુંદર બગીચો ખુબ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી સર વિલિયમ ગોલ્ડરીંગ દ્વારા તૈયાર કરાવડાવવામાં આવ્યો હતો, કે જેણે લંડન નો ખુબ પ્રખ્યાત ‘ક્યુ બોટોનિકલ ગાર્ડન’ તૈયાર કર્યો છે.

૧૦) મહેલ માં થયેલો રંગીન કાચ નો ઉપયોગ :
લક્ષ્મી વિલાસ પેલેસ માં મહત્તમ રંગીન કાચ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેટલો ઉપયોગ આજ સુધી ના મહેલ માં નહીં થયો હોય.

૧૧) રેલવે લાઈન :
મહેલ અને શાળા નું અંતર ઘટાડવા મહારાજ દ્વારા અહીં નાની રેલવે લાઈન બનાવવામાં આવી છે.

૧૨) મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝીયમ :
મહેલનું ચોગાન ૭૦૦ એકર જેટલા વિસ્તાર માં ફેલાયેલું છે. અહીં મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝીયમ આવેલા છે.

🏡 ખરેખરમાં મહારાજા ફતેહસિંહ મ્યુઝીયમનો ઉપયોગ મહારાજાના બાળકોની શાળા માટે કરવામાં આવવાનો હતો. પરંતુ હાલ આ જગ્યા એ મરાઠા રાજવી પરિવાર ની દરેક કલાકારીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ સંગ્રહાલયમાં મહારાજા ગાયકવાડ III ના અસંખ્ય વિદેશ પ્રવાસો દરમિયાન એકત્રિત કરેલી કલાકારીની વસ્તુ ઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

🏡 મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ સંગ્રહાલય નું મુખ્ય કાર્ય ભારતીય અને યુરોપી ચિત્રો સંગ્રહ કરવાનું છે. એમાંય ખાસ તો રાજા રવિ વર્મા ના ચિત્રો. એ વખત ના સમય માં રાજા રવિ વર્મા ના ચિત્રો તે સમય ના વડોદરા ના તત્કાળ મહારાજા ને સોંપવામાં આવ્યા હતા. આ ચિત્રો માં રાજવી પરિવારના ચિત્રો તથા પૌરાણિક કથાઓ પર આધારિત ચિત્રો મુકવામાં આવ્યા હતા. પૌરાણિક કથાઓ આધારિત ચિત્રો માટે રાજા રવિ વર્મા ખુબ પ્રખ્યાત છે.

🏡 અહીં આરસ અને કાંસ્યના શિલ્પોનો સંગ્રહ છે. અમુક મહાન સ્નાતકો અને કલાકારોની મૂર્તિઓ પણ અહીં મુકવામાં આવી છે. મહારાજા ની ચીન અને જાપાન ની મુલાકાત દરમિયાન એકત્રિત કરેલી ચીની અને જાપાની મૂર્તિઓ પણ અહીં ઉપલબ્ધ છે.

🏡 સંગ્રહાલયની ડિઝાઇન માટે મહારાજા દ્વારા પ્રખ્યાત કલાકારોમાંની એક ઇટાલિયન કલાકાર ફેલિસિ રાખવામાં આવી હતી. આ ઇટાલિયન કલાકારે માત્ર સંગ્રહાલય જ નહીં પણ લક્ષ્મી વિલાસ પેલેસ ને પણ શણગારી તેની શોભા ને ચાર ચાંદ આપી દીધા હતા. કલાકાર ફેલિસિ ની કૃતિઓ ને આપણા પોતાના સયાજીબાગ એટલે કે કમાટીબાગ ખાતે પણ મુકવામાં આવી છે.

🏡 મોતીબાગ મહેલ જેનું ખરેખર નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ચરો માટે અતિથિ ગૃહ તરીકે થયું હતું. હાલ માં ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઉપયોગ થાય છે.

વડોદરાના આટલા સુંદર સાંસ્કૃતિક વારસાની મુલાકાત તમે લીધી જ હશે અને ના લીધી હોય તો જરૂરથી મુલાકાત લેજો. આવી નવીનત્તમ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.