🔍 બેન્જામીન ફ્રેન્કલિન 🔍
🔍 બેંજામિન ફ્રેંકલિનનો જન્મ 17 જાન્યુઆરી, 1706માં થયો હતો. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોમાંથી એક હતા. તેઓ ફક્ત રાજનીતિજ્ઞ જ નહિ પણ લેખક, વ્યંગકાર, વૈજ્ઞાનિક, શોધક, સૈનિક, રાજનેતા અને નાગરિક કાર્યકર્તા પણ હતા. એક જ્ઞાનિકના રુપમાં તેઓએ વીજળીના તાર, બાયફોકલ્સ, ફ્રેંકલિન સ્ટવ, એક ગાડીનું ઑડોમીટર, અને “ગ્લાસ આર્મેનિકા”ની શોધ કરી હતી. તેઓ મનમોજી હતા. તેઓ અનેક વિષય અને અનેક ક્ષેત્રોના ધુરંધર પણ હતા. ફ્રેંકલિનને અમેરિકી જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતાના રુપમાં સન્માન આપવામાં આવે છે. ફ્રેંકલિન એક વર્તમાનપત્રના સંપાદક, મુ્દ્રક અને ફિલાડેલ્ફિયામાં વેપારી બન્યા હતાં. જ્યાં “પુઅર રિચડર્સ આલ્મનૈક” અને “ધ પેંસિલ્વેનિયા ગજેટ”ના ખન અને પ્રકાશન મારફત તેઓએ પુષ્કળ ધન મેળ્વયું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં તેઓને ખૂબર રસ હતો. પોતાના અદભુત પ્રયોગો માટે તેઓએ આતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. પેંસિલ્વેનિયા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વર્ષ 1788 સુધી તેઓ સૌથી મુખ્ય સમસ્યા “દાસપ્રથા”ના ઘોર વિરોધી બની ગયા હતા. આ પ્રેરણાત્મક આત્મકથા એ મહાન વિભૂતિના વિવિધ વ્યક્તિત્વનો સાંગોપાંગ પરિચય આપે છે.
🔍 કહેવાય છે ને કે બહુરત્ના વસુંધરા આ ઉક્તિ પ્રમાણે આવા વિશિષ્ઠ રત્નો પણ આ જગતમાં થઈ ગયા છે જેમણે એકલપંડે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી ને ખૂબ જ નામના કમાયેલી છે. આવી જ એક વિલક્ષણ અને વિચક્ષણ બહુમુખી પ્રતિભા એટલે બેંજામિન. 17 મી એપ્રિલ 1970 ના રોજ તેમનું અવસાન થયું. બેન્જામીન ફ્રેન્કલિનને અમેરિકન જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતા તરીકે સન્માન આપવામાં આવે છે. તેમનું નામ અને કામ બંને કાયમ લોકોને પ્રેરણા આપતા રહ્યા છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment