👑 મહર્ષિ પિપ્પલાદ અવતાર 👑
👑 મહર્ષિ પિપ્પલાદને વિશેષ રીતે શનિગ્રહની પીડા દૂર કરવા માટે સ્મરણ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં તેની પિપ્પલાદ નામે પ્રસિદ્ધ થવા માટેની કથા છે. ત્રેતા યુગમાં ભયાનક દુષ્કાળ વખતે કૌશિક મુનિ અને પોતાની પત્ની તથા પુત્રોની સાથે સ્થાન છોડીને ચાલ્યા ગયા. ત્યારે તેમણે રસ્તામાં તેના બાળકને છોડી દીધો. આ બાળકે ભૂખ્યા-તરસ્યા માત્ર પિપળાના પાન ખાયને પિપળાના ઝાડ નીચે આશ્રય લીધો.
👑 એક દિવસ ત્યાંથી નારદજી પસાર થયા તેમણે ऊँ नमो भगवते वासुदेवाय મંત્રની દીક્ષા આપી. બાળકે તો એ મંત્રથી અનુષ્ઠાન કર્યું અને વિષ્ણુજી પ્રસન્ન થયા. એકવાર આ બાળકે પોતાની પીડા સહન થઈ નહીં તેથી નારદજીને તેનું કારણ પૂછ્યું તો તેણે શનિગ્રહનું કહ્યું. પિપ્પલાદે એવા તેજથી શનિ સામે જોયું કે તે ગ્રહ પૃથ્વી પર પડી ગયો. માનવામાં આવે છે જમીન પર પડવાતી શનિનો પગ તૂટી ગયો. શનિની દુર્ગતિ થઈ. દેવતાઓએ પિપ્પલાદને વિનંતી કરી, પછી જ તેને પિપ્પલાદે શનિને છોડ્યો. ત્યારથી પિપ્પલાદનું નામ શનિની પીડા દૂર કરવા માટે લેવામાં આવે છે.
👑 ધર્મ ગ્રંથોમાં ભગવાન શિવના અનેક અવતારો વિશે જણાવવામાં આવ્યું છે, પરંતુ ઘણા ઓછા લોકો ભગવાન શિવના પિપ્પલાદ અવતારો વિશે જાણતા હશે. આજે અમે તમને ભગવાન શિવના એક એવા અવતાર વિશે જણાવી રહ્યા છીએ, જેણે શનિદેવ ઉપર પ્રહાર કર્યો હતો, જેના કારણે શનિદેવની ગતિ ધીમી પડી ગઈ.
દધીચિ મુનિના પુત્ર હતા પિપ્પલાદ
👑 શિવપુરાણ મુજબ, ભગવાન શિવે પોતાના પરમ ભક્ત દધીચિ મુનિને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો, પરંતુ જન્મ પહેલા જ તેમના પિતા દધીચિ મુનિની મૃત્યુ થઈ ગઈ. યુવાન થયા પછી જ્યારે પિપ્પલાદે દેવતાઓને તેના પિતાની મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદ્રષ્ટિને તેનું કારણ ગણાવ્યું. આ સાંભળીને પિપ્પલાદ ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ પર પોતાના બ્રહ્મદંડથી પ્રહાર કર્યો. શનિદેવ બ્રહ્મદંડથી ડરીને ભાગવા લાગ્યા. ત્રણેય લોકની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મદંડે શનિદેવનો પીછો કરવાનું બંધ ન કર્યું અને તેમના પગ પર જઈને વાગ્યો.
શિવભક્તને કષ્ટ નથી આપતા શનિદેવ
👑 મુનિ પિપ્પલાદ દ્વારા ફેંકેલો બ્રહ્મદંડ પગ પર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા. ત્યારે દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાયાધીશ છે અને તે તો પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. દેવતાઓના આગ્રહ પર પિપ્પલાદ મુનિએ શનિદેવને માફ કર્યા. પિપ્પલાદે શનિને આ શરતે માફ કર્યા કે શનિદેવ જન્મથી લઈને 16 વર્ષની ઉંમર સુધીના શિવભક્તોને કષ્ટ નહીં આપે, જો આવું થયું તો શનિદેવ ભસ્મ થઈ જશે. ત્યારથી પિપ્પલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે.
આ રીતે પડ્યું પિપ્પલાદ નામ
👑 ભગવાન પિપ્પલાદનો જન્મ પીપળાના વૃક્ષ નીચે થયો. પીપળા નીચે જ તપ કર્યા અને પીપળાના પાનને જ ભોજનના રૂપમાં ગ્રહણ કર્યા એટલે ભગવાન શિવના આ અવતારનું નામ પિપ્પલાદ પડ્યું. કહેવાય છે કે સ્વયં ભગવાન બ્રહ્માએ શિવના આ અવતારનું નામકરણ કર્યું હતું.
पिप्पलादेति तन्नाम चक्रे ब्रह्मा प्रसन्नधी:।
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment