👨 મુકેશ ધીરુભાઈ અંબાણી 👨
👨 મુકેશ ધીરુભાઈ અંબાણી (જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭) ભારતીય ઉદ્યોગપતિ છે, જેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે.
👨 19મી એપ્રિલ 1957ના દિવસે મુકેશ અંબાણીનો જન્મ થયો હતો. ગુજરાતી કુંટુંબમાં જન્મેલા મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી સફળ બિઝનેસ મેન તરીકે દેશ-દુનિયામાં નામ છે.
👨 22.3 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પત્નિ નીતા અંબાણી આઇપીએલ ટીમની માલકિન સાથે ઘણી-બધી પ્રવૃતિઓમાં સંકળાયેલા છે. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને એમડી છે. તેઓ એક સફળ બિઝનેસ મેન ગણાય છે. તેમજ બેન્ક ઓફ અમેરિકા કોર્પોરેશનના પણ ડાયરેકટર છે.
📃 એક સફળ બિઝનેસ મેનની કેટલીક ખાસ વાતો જાણવા જેવી:-
👉 મુકેશ અંબાણીનો જન્મ એડન કોલોની, યેમનમાં 19મી એપ્રિલ 1957ના રોજ થયો હતો
👉 મુકેશ અંબાણી ચાર ભાઇ બહેન, ભાઇ અનિલ અંબાણી અને બે બહેનો દિપ્તી અને નીના કોઠારી
👉 તેઓ એબે મોરિશકા સ્કૂલ, મુંબઇમાં ભણ્યા અને કેમિક્લ એન્જિનિયરિંગમાં બેચલર કર્યું- 1981ની સાલથી રિલાયન્સ સાથે જોડાયા
👉 તેમણે દુનિયાનું સૌથી મોંઘું 27 માળનું ઘર એન્ટિલા મુંબઇ ખાતે બનાવ્યું
👉 મુકેશ અંબાણીએ તેમના પત્નિને 44મા જન્મ દિવસે 60 મિલિયન ડોલરનું જેટ સિટર ગિફ્ટ કર્યું હતું
👉 જંગલ એડવેન્ચર, કાર, ક્રિકેટ અને એન્ટરટેઇનમેન્ટના ખૂબ જ શોખીન
🙎 જાણો મુકેશ અંબાણીના ઘર વિશે…
👉 ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડ્યો છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના ૫૦ અમીર વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. તે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં ઉઘ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું નામ ‘એન્ટીલિયા’. જેને દુનિયાનું સૌથી મોંઘુ ઘર કહેવામાં આવે છે.
👉 મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
👉 આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.
👉 વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.
👉 એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે. એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક પપ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.
👉 એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના રઈસ છે અને તેમની સંપતિ કોઈ શહેનશાહની સંપતિથી ઓછી નથી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment