👑 શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણેશપૂરા 👑
👑 ધાર્મિક માહાત્મ્ય: વિક્રમ સંવત 933ની અષાઢ વદ ચોથ, રવિવારના રોજ હાથેલમાં વૃશ્ર અને ઝાડીઓની નજીકની જમીન ખોદતા અંદરથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી હતી જેના પગમાં સોનાના ઝાંઝર અને કાનમાં સોનાના કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે કંદોરો હતા.
👑 તે દિવસે જ કોઠ, રોજકા અને વંકુટાના ગ્રામજનો વચ્ચે એ બાબતે ઝઘડો થયો કે કોણ આ મૂર્તિ લઈ જશે. છેવટે એ નક્કી થયું કે આ મૂર્તિને બળદ વિનાના ગાડામાં મૂકવી અને ભગવાનની ઈચ્છા હશે ત્યાં જશે. આ ગાડું ગણપતિપુરે અટક્યું જ્યાં દૂદો નામના ભરવાડે શક્તિમાતાની સ્થાપના કરી હતી.
👑 ગાડામાંથી ગણેશજીની મૂર્તિ આપોઆપ નીચે ગબડી અને તેથી તે સ્થળ ગણપતિપૂરા નામે પ્રસિદ્ધ થયું. સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.
👑 ઐતિહાસિક માહાત્મ્ય:-
👉 બહુ વર્ષો બાદ ઈસ 1928માં શ્રી સહજાનંદ બાપા ગણપતિપૂરાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બે રાણો વચ્ચેની જગ્યામાં તેમણે વિશ્રામ કર્યો હતો. તે સમયે કણબી પટેલ નામના ગામના ભગતે બાપાને કોઠ લઈ જવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ બાપા ત્યાંથી ગયા નહોતા.
👉 તે સમયે સિદ્ધિવિનાયક ગણપતિના ઉત્ખનન અને ગાડામાં બિરાજમાન કરીને તેમને ગણપતિપૂરા લઈ અવાયા તે અંગેનો ઈતિહાસ લિલાપુર ગામના ભરવાડ બારોટ જિલુભાઈ મોહનભાઈના વહીવંચામાંથી નિકળતા અહીં ગણપતિનું મંદિર બંધાવાયું હતું. સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે.
👑 નિર્માણઃ- ઈ.સ. 1928.
👑 નિર્માતાઃ- પૂ. સહજાનંદ બાપા.
🔔 આરતીનો સમયઃ- સવારે 5.30 મંગળા, રાત્રે 7.30 સંધ્યા
🙏 દર્શનનો સમયઃ- સવારે 5.30થી રાત્રે 8.30
📷 ફોટોગ્રાફીઃ- મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.
👑 મુખ્ય આકર્ષણોઃ- શ્રી ગણપતિ મહારાજ મંદિર, મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે. ગણપતિપૂરામાં ગાડામાંથી ગણેશજીની મૂર્તિ આપોઆપ નીચે ગબડી અને તેથી તે સ્થળ ગણપતિપૂરા નામે પ્રસિદ્ધ થયું.
🚌 કેવી રીતે પહોંચવુઃ-
🚏સડકમાર્ગેઃ- પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા કોઠ-ગાંગડ થઈને, વડોદરાથી વાયા ખેડા ચોકડી-ધોળકા થઈને અને રાજકોટથી વાયા ચોટીલા-બગોદરા અરણેજ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ- અમદાવાદ (30 કિ.મી.) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
✈ હવાઈ માર્ગેઃ- નજીકનાં એરપોર્ટ છે અમદાવાદ (32 કિ.મી.)
👑 શ્રી ગણપતિપુરાની નજીકના મંદિરોઃ-
1). શ્રી બૂટભવાની માતા મંદિર, અરણેજ 6 કિમી.
2). શ્રી રાંદલ માતા મંદિર, ભૂરખી 25 કિમી.
3). શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય, ધોળકા 28 કિમી.
🏢 રહેવાની સુવિધાઃ- મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 20થી વધુ એટેચ રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે.
🍲 ભોજનની સુવિધાઃ- દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિના મૂલ્યે બારે મહિના બે ટંક જમવાની તથા સવારે અને બપોરે વિના મૂલ્યે ચાની સુવિધા ઉપલબ્ધ છે.
📃 બુકિંગની સુવિધાઃ- મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે.
📄 સરનામુઃ- શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણપતિપૂરા, વાયા કોઠ, તા. ધોળકા, જિ. અમદાવાદ- 382240
☎ ફોનઃ- +91 9374003049
📺 વેબસાઈટઃ- http://ganapatpura.org
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment