ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, December 12, 2018

ચિત્ર પરિચય - ઉપરકોટનો કિલ્લો, જૂનાગઢ

🌄 ઉપરકોટ : એક મુલાકાત રાજાશાહી સ્થાપત્યની 🌄
🌄 જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. 

🌄 ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે. પૂર્વાભિમુખ મુખ્ય પ્રવેશદ્વાર નમાજખંડ કરતાં એક માળ નીચે આવેલું છે. મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર જાળીઓ મૂકવામાં આવી છે.

🌄 ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામા અડીકડીવાવ, નવઘણકુવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.

🌄 જૂનાગઢ એટલે પ્રકૃતિનાં ખોળે રહી પોતાના ઐતિહાસિક વારસાને સાથે લઇ વિકાસના પંથે સતત ધબકતું શહેર જ્યાં જુના વારસાની સાથે નવા આયામોનો સંગમ તમે જરૂરથી જોઈ શકો અને ઉપરકોટ એટલે તેની શાન એમ કહેવું ખોટુ નહી.

🌄 ઉપરકોટનુંબાંધકામચંદ્રગુપ્તમૌર્યદ્વારા 312 ઇસ. પૂર્વેકરાવવામાંઆવ્યું  હોવાનું મનાય છે. ગુપ્ત યુગ બાદ સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાઈને વિસ્મૃત થઈ ગયો હતો જે ચુડાસમા શાસકના સમયમાં ફરી શોધવામાં આવ્યો હતો એવું એક દંતકથા પરથી જાણવા મળે છે. 2300 વર્ષથી પણ વધારે સમયથી વિવિધ રાજવીઓ, ઘટનાઓનો સાક્ષી બની આજે જૂનાગઢનાં ગૌરવ પૂર્ણ વારસાની ઝાંખી કરાવતો ઉપરકોટ એ જુનાગઢ શહેર ના મુખ્ય આકર્ષણ તરીકે આજ દિન સુધી અડીખમ ઉભેલો છે.

🌄 કોઈ પણ સ્થળ જેટલું જૂનું હોય તેની સાથે જોડાયેલ વાતો તેટલીજ વધારે હોય. તેમાં કેટલી સચ્ચાઈ હોય એ તો ના કહી શકાય પણ હા એ બધી જ વાતો રસપ્રદ હોય તેટલું તો ચોક્કસ અને તેમાં પણ સ્થળ જો ઉપરકોટ જેવું ઐતિહાસિક હોય તો પછી તેના સાથે જોડાયેલી વાતો પણ અસંખ્ય અને રસપ્રદ તો હોય જ. આપણે પણ તેમાંની કેટલીક વાતો વિશે જોઈશું આ સફરમાં,

🌄 જૂનાગઢ શહેરની ફરતે 7 દરવાજાઓ આવેલા છે જે પણ તે સમયની બેનમૂન સ્થાપત્ય કલાના દર્શન કરાવે છે. આપણી આ લોકેશનની એક પ્રચલીત વાત મુજબ રાજાશાહી સમયમાં આ 7 દરવાજાઓને જોડતી દીવાલો થી એક કીલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવાયો હોવાનું મનાય છે. જે મુજબ પ્રજા આ કિલ્લાની અંદર રહેતી અને રાજા તેમાં આવેલ ઉપરકોટમાં રહી પ્રજાની દેખરેખ કરતાં. આ કિલ્લાના દ્વાર પ્રજાના કાર્યો અર્થે સવારે 7:00 થી સાંજે 7:00 વાગ્યા દરમ્યાન ખૂલતાં અને અન્ય સમય દરમ્યાન પ્રજા આ કીલ્લામાં સુરક્ષીત રહેતી. આજ કારણ હશે કે આ કિલ્લાને શત્રુઓ દ્વારા જ્યારે 12 વર્ષ સુધી ઘેરી રાખવામા આવ્યો તેમ છતાં પણ આ ઘેરો અસફળ રહ્યો હતો. 800 વર્ષોના સમયગાળામાં આ કિલ્લાને ઘેરવાના આવા 16 જેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.