🎪 માર્કંડેય ઋષિ 🎪
🎪 માર્કંડેય ઋષિ મર્કંડુ ઋષિના પુત્ર હતા. તેમણે મહામૃત્યુંજય મંત્રથી યમરાજાને પણ હરાવ્યા હતા અને સંસારમાં મૃત્યુને પણ જીતવાનો એક પ્રયોગ રજૂ કર્યો હતો. મર્કંડુ ઋષિને જ્યારે લાંબા સમય સુધી સંતાન સુખ ન મળતાં તેમણેે સપત્નીક શિવ ભક્તિ કરી. તપસ્યાથી પ્રગટ થયેલા શિવજીએ તેને પૂછયું કે તે ગુણહીન દીર્ઘાયુ પુત્ર ઈચ્છો છો કે ગુણવાન ૧૬ વર્ષનો અલ્પાયુ પુત્ર.
🎪 ત્યારે મર્કંડુ ઋષિએ બીજી વાત પસંદ કરી. પોતે ઓછું જીવવાના છે તે જાણી માર્કંડેય ઋષિએ સપ્તર્ષિઓ પાસેથી મહામૃત્યુંજય મંત્રની દીક્ષા લીધી. આ મંત્રના પ્રભાવથી જ્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા ત્યારે તેણે શિવલિંગને આલિંગન કરી લીધું અને મહાકાળે પ્રસન્ન થઈને કાળના સંદેશક યમરાજને પાછા મોકલી દીધા અને દીર્ઘાયુ તરીકે પ્રસિદ્ધ થયા.
🎪 માર્કંડેય ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી તેઓ ચિરાયુ બન્યા હતા. માર્કંડ ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ હતું.
🎪 તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં. એકવાર સપ્તર્ષિ તેમના પિતાના ઘરે આવ્યા. મૃકંડ ઋષિએ તેમની ટેવ પ્રમાણે સપ્તર્ષિને પ્રણામ કર્યા અને બદલામાં આશિષ મેળવ્યા. આશિષ હતા "દિર્ઘાયુષ્ય ભવ!" તેઓની જીંદગી ટૂંકી હોવાનું જાણતા તેઓ બંને બ્રહ્મા પાસે ગયા. મૃકંડ ઋષિએ બ્રહ્માને પણ પ્રણામ કર્યા અને બ્રહ્માએ પણ "દિર્ઘાયુષ્ય ભવ!" ના જ આશિષ આપ્યા.
🙏 મળતો બોધ :-
પોતાના માતાપિતા અને વડિલોનો આદર કરવો એ ભારતીય પરંપરાનું મુળ છે. ભગવાન રામ અને કૃષ્ણ પણ દરેક વડિલોને આદર આપતા હતા અને પોતાનું મસ્તક નમાવતા હતા. સપ્તર્ષિ હંમેશા સાચુ જ બોલતા હોવાથી તેમનું બોલેલું પણ સત્ય જ થઇ ગયું. આપણે પણ હંમેશા સત્ય જ બોલવું જોઇએ.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment