ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, December 20, 2018

નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા’ હતાં મહાન ચમત્કારિક કામ

આપણા ધર્મગ્રંથોમાં એવાં અનેક બાળકો વિશે જણાવ્યું છે જેમણે નાની ઉંમરમાં જ એવાં કામ કર્યાં, જેને કરવા કોઈના વશની વાત ન હતી. પરંતુ પોતાની ઈમાનદારી, નિષ્ઠા અને સમર્પણનાં બળથી તેમને મુશ્કેલ કામ પણ ખૂબ જ આસાનીથી કરી દીધાં. એવા જ કેટલાંક બાળકો વિશે જાણીએ-

માર્કંડેય ઋષિઃ– માર્કંડેય ઋષિ મર્કંડુ ઋષિના પુત્ર હતા. તેમણે મહામૃત્યુંજય મંત્રથી યમરાજાને પણ હરાવ્યા હતા અને સંસારમાં મૃત્યુને પણ જીતવાનો એક પ્રયોગ રજૂ કર્યો હતો. મર્કંડુ ઋષિને જ્યારે લાંબા સમય સુધી સંતાન સુખ ન મળતાં તેમણેે સપત્નીક શિવ ભક્તિ કરી. તપસ્યાથી પ્રગટ થયેલા શિવજીએ તેને પૂછયું કે તે ગુણહીન દીર્ઘાયુ પુત્ર ઈચ્છો છો કે ગુણવાન ૧૬ વર્ષનો અલ્પાયુ પુત્ર.

ત્યારે મર્કંડુ ઋષિએ બીજી વાત પસંદ કરી. પોતે ઓછું જીવવાના છે તે જાણી માર્કંડેય ઋષિએ સપ્તર્ષિઓ પાસેથી મહામૃત્યુંજય મંત્રની દીક્ષા લીધી. આ મંત્રના પ્રભાવથી જ્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા ત્યારે તેણે શિવલિંગને આલિંગન કરી લીધું અને મહાકાળે પ્રસન્ન થઈને કાળના સંદેશક યમરાજને પાછા મોકલી દીધા અને દીર્ઘાયુ તરીકે પ્રસિદ્ધ થયા.

બાળક ધ્રુવઃ– બાળક ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદના ખોળામાં બેઠેલો હતો ત્યારે અપર માતાએ તેને ઉતારી દીધો અને પોતાના દીકરાને બેસાડી દીધો. બાળક ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે ગયો. માતાએ તેના દુઃખને જાણીને, ભગવાનની ભક્તિ દ્વારા જ લોક પરલોકનું સુખ મેળવવાનો રસ્તો જણાવ્યો, ભગવાનની ભક્તિ દ્વારા જ લોક પરલોકના સુખ મેળવાનો રસ્તો ઉકેલ્યો. માતાની વાતોથી જાગેલા જ્ઞાનથી બાળક ધ્રુવે ઘર છોડી દીધું.

ત્યાર બાદ તેના તપથી વિષ્ણુ ભગવાન પ્રકટ થયા. ભગવાને તેને સુખ, ઐશ્વર્ય મળે તેવું વરદાન તો આપ્યું જ પણ સાથે વરદાન આપ્યું કે નક્ષત્ર લોકમાં તારો વાસ થશે અને પ્રલય કાળમાં પણ તારો નાશ થશે નહીં. આથી તેણે ધ્રુવના તારા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

એકલવ્યઃ- બાળક એકલવ્યને બેજોડ ધનુર્વિદ્યા તથા અદ્દભુત ગુરુ ભક્તિ માટે ઓળખવામાં આવે છે. દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શિખવવાની મનાઈ કરી હતી. ત્યાર પછી જ્યારે એક વાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને લઈને ફરવા નીકળ્યા તો તેની સાથે એક કૂતરો પણ હતો.

જ્યારે એક ઝૂંપડી પાછળ આવ્યા ત્યારે તે કૂતરો ભસવા લાગ્યો અને કોઈ પણ રીતે શાંત ન થયો ત્યારે થોડીવારમાં કોઈ જગ્યાએથી બાણની વર્ષા થઈ અને કૂતરાનું મુખ બાણથી ભરાઈ ગયું છતાં લોહીનું એક બુંદ પણ ન પડ્યું. ત્યારે તે ઝૂંપડીમાં દ્રોણાચાર્ય જોવા ગયા કે આ કેવું આશ્ચર્ય, કોણે કર્યું?

જોયું તો ત્યાં એકલવ્ય હતો. પોતાની ઈચ્છાશક્તિથી તેણે આ અભૂતપૂર્વ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી. પણ દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી કહ્યો હતો માટે તેનું વચન ખોટું ન પડે તે માટે તેમણે ગુરુ દક્ષિણામાં એકલવ્યનો અંગૂઠો માગી લીધો હતો. છતાં તે અંગૂઠા વગર પણ શ્રેષ્ઠ ધનુષ્ય પારંગત બન્યો હતો.

ભક્ત પ્રહ્લાદઃ- હિરણ્યકશિયપુ અને કયાધુનાે પુત્ર પ્રહ્લાદ હતો. જન્મથી પ્રહ્લાદ વિષ્ણુ ભક્ત હતો. તેની વિષ્ણુ ભક્તિથી તેના પિતા નારાજ હતા. પ્રહ્લાદને વિષ્ણુ ભક્તિ છોડાવવા માટે હિરણ્યકશિયપુ એ ઘણાં પ્રયત્ન કર્યા. ભયાનકમાં ભયાનક પ્રયોગો કર્યા, દર વખતે પ્રહ્લાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રથી તે છૂટી જાય છે. આખરે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિયપુનો વિષ્ણુ ભગવાને વિનાશ કર્યો. આથી એક બાળકના કારણે હિરણ્યકશિયપુના ત્રાસમાંથી લોકોનો છુટકારો થયો.

નચિકેતાઃ– નચિકેતા બાળક હતો. જેની પિતૃભક્તિ અને આત્મજ્ઞાનની આગળ મૃત્યુના દેવતા યમરાજે પણ નતમસ્તક થવું પડ્યું. ઉદ્દાલક ઋષિ નચિકેતાના પિતા હતા. એક વાર તે વિશ્વજિત નામનો યજ્ઞ કરી રહ્યા હતા, જેમાં તે ગાયનું દાન કરી રહ્યા હતા.

આ ગાય વૃદ્ધ હતી તેથી નચિકેતાએ તેને સમજાવ્યા પણ ન માનતા તેણે પૂછયું મને કોને આપશો? ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો કે તને મૃત્યુ-યમરાજાને આપીશ. પિતાના આ વાક્યથી તેને દુઃખ પણ થયું પરંતુ સત્યની રક્ષા માટે નચિકેતાએ મૃત્યુના દાન કરવાનો સંકલ્પ પિતા પાસે પૂરો કરાવ્યો. એ સંકલ્પ અનુસાર યમના દરબાર સુધી પહોંચ્યો પણ ત્યાં યમરાજ ન હતા. જ્યારે યમરાજનાં દર્શન થયા ત્યારે નચિકેતાને પાછા વળી જવા યમરાજે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. તેની દ્રઢશક્તિ જોઈ અને મૃત્યુના દેવ યમરાજે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ માગ્યો.

બીજું વરદાન અગ્નિની વિદ્યા જાણી, ત્રીજું વરદાન આત્મજ્ઞાન માગ્યું. તેના બદલામાં યમરાજાએ તેને સાંસારિક સુખ આપવાનું કહ્યું પણ નચિકેતા પોતાના દ્રઢ ઈચ્છાશક્તિ પર ટકી રહ્યો. તે જોઈ યમરાજે તેને આ ત્રણે વરદાન આપ્યાં. ત્યાંથી પાછા આવી વિશાળ જ્ઞાનબુદ્ધિ સાથે નચિકેતાએ હજારો વર્ષો રાજ કર્યું.

આદિગુરુ શંકરાચાર્યઃ– હિંદુ ધર્મની માન્યતાઓમાં આદિગુરુ શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર માનવમાં આવે છે. સાત આઠ વર્ષની ઉમરમાં તેઓ વેદ વેદાંગ પારંગત થઈ ગયા હતા. ૧૨ વર્ષની ઉમરે તેમણે ગીતા પર ભાષ્ય આપેલું અને ૧૬ વર્ષની ઉમરે બ્રહ્મસૂત્ર પરના ભાષ્યની રચના કરી હતી. બાળપણથી લઈને માત્ર ૩૨ વર્ષની ઉમરમાં જ કેદારનાથમાં દેહ ત્યાગ કર્યો હતો અને તેટલા સમયગાળામાં સમગ્ર સનાતન ધર્મપરંપરાને જાગૃત કરી હતી. તેમણે ૪ ધામ, ૧૨જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

સંત જ્ઞાનેશ્વરઃ– બારમી સદીમાં મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરે પણ ૨૧ વર્ષની ઓછી ઉમરમાં જ સમાધિ લઈ લીધી. પરંતુ તેના પહેલાં તેને ૧૬ વર્ષ સુધીમાં તેમણે ગીતા પર ભાષ્ય રચી દીધું, જે જ્ઞાનેશ્વરીના રૂપમાં વિખ્યાત છે. તેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગથી જોડાયેલી વાતો કરી હતી. સંત જ્ઞાનેશ્વરનું બાળપણ પણ મુશ્કેલીમાંથી પસાર થયું. •

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.