⛲ રાણકી વાવ (પાટણ) ⛲
⛲ રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.
⛲ ઈતિહાસ:-
👉 અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.
👉 સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
⛲ સ્થાપત્ય:-
👉 રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
👉 અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.
⛲ સ્થળનું નામ:-
👉 રાણકી વાવ / રાણીની વાવ / રાની કી વાવ/ રાણીકી વાવ
⛲ સ્થાન:-
👉 પાટણ. જીલ્લો પાટણ. ગુજરાત
⛲ પ્રકાર:-
👉 ઐતિહાસિક સ્થળ
👉 પર્યટન સ્થળ
👉 સ્થાપત્ય-કલા ધામ
👉 પ્રાચીન સ્થળ
⛲ મહત્ત્વ:-
👉 ઉત્તર ગુજરાતનું પ્રાચીન, ઐતિહાસિક સ્થળ
👉 યુનેસ્કો (UNESCO, UN) દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન
👉 ગુજરાતમાં માત્ર બે યુનેસ્કો પુરસ્કૃત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ: પહેલી સાઇટ વડોદરા – પાવાગઢ પાસે ચાંપાનેરનો કિલ્લો તથા બીજી સાઇટ પાટણની રાણકી વાવ
👉 કલા-સ્થાપત્યપ્રેમી પર્યટકો માટે આકર્ષક પ્રવાસ-સ્થળ
👉 પાટણ વિખ્યાત પટોળા-કામ માટે જગ-મશહૂર. પટોળાની કિંમત રુપિયાએક લાખથી વધુ
⛲ વિશેષતાઓ:-
👉 રાણકી વાવ અગિયારમી સદીની પ્રાચીન વાવ (Step-well)
👉 લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
👉 ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
👉 અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
👉 વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો
⛲ વર્ણન/ અન્ય વિગતો:-
👉 ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરમાં સરસ્વતી નદીને કિનારે રાણકી વાવ (રાણીની વાવ)
👉 આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ (વાવ)
👉 લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
👉 સ્થાપત્યવિદ્યાની અજાયબી સમી વાવમાં એક પછી એક સાત માળનું બાંધકામ
👉 વાવની (આશરે) લંબાઈ 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર
👉 અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
👉 શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
👉 વિષ્ણુના દસ અવતારો આલેખતું ઉત્તમ શિલ્પકામ
👉 શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
👉 અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
👉 કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
👉 વાવ સાથે સંલગ્ન 30 કિમી લાંબી ગુપ્ત ટનેલ (ભોંયરું) સિધ્ધપુર પહોંચતી હોવાની વાયકા
👉 આજે આ ટનેલ / સુરંગ પુરાઈ ગઈ છે
👉 વાવની નજીકમાં જીર્ણ હાલતમાં કિલ્લો તથા સહસ્ત્રલિંગ તળાવ
⛲ ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:-
👉 રાણકી વાવ (રાણીની વાવ) ગુજરાતના સોલંકી યુગની ભેટ
👉 રાણકી વાવ બંધાવનાર પાટણના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી
👉 સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી. તેનો પુત્ર ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ. કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ.
👉 રાજા ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ. સોમનાથ મંદિરની લૂંટ
👉 ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્ય મંદિર બનાવ્યું
👉 ભીમદેવ પહેલાના અવસાન પછી તેની રાણી ઉદયમતીએ રાણકી વાવ (રાણીની વાવ) બંધાવી
👉 રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ
👉 કાળક્રમે વાવ દટાઈ ગઈ અને ભૂલાઈ ગઈ.
👉 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.
⛲ વિશેષ નોંધ:-
👉 રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
👉 અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
👉 અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
👉 ભારે વરસાદ/ સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
👉 વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
👉 પ્રવેશ ફી છે. ફોટોગ્રાફી/ કેમેરા/ મુવિ કેમેરા માટે નિયમો જાણી લેવા
👉 મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
👉 પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
👉 પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
👉 રાત્રિ-રોકાણ/ હોટલ/ ફુડ હાલમાં બહુ સારી સગવડ નથી
👉 સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર / બહુચરાજી જઈ શકાય.
⛲ છબીઓ:-
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
રાણી ઉદયમતી વિશે
ReplyDelete