🎪 મહર્ષિ પાણિનિનું જીવન 🎪
👉 નામ ✒ પાણિનિ
👉 જન્મ ✒ ઇસવીસન પૂર્વે ૫૦૦
👉 જન્મભૂમિ ✒ ગાંધાર
👉 મૂક્ય રચનાઓ ✒ અષ્ટાંધ્યાયી
👉 પ્રસિદ્ધિ ✒ સંસ્કૃતના વ્યાકરણાચાર્ય
👉 વિશેષ યોગદાન ✒ સંસ્કૃત ભાષાને વ્યાકરણ સંમત રૂપ આપવામાં પાણીનિનું યોગદાન અતુલનીય માનવામાં આવે છે
👉 નાગરિકત ✒ ભારતીય
👉 અન્ય જાણકારી ✒ પાણીનિ એ પોતાના સમયની સંસ્કૃતભાષાની સુક્ષ્મ છાનબીન કરી હતી ”
👉 આ છાનબીનનાં આધારે એમણે જે વ્યાકરણ શાસ્ત્રનું પ્રવચન કર્યું. આ માત્ર તત્કાલીન સંસ્કૃત ભાષાનું નિયામક સહસ્ત્ર બની ગયું અપિતુ એમણે આગામી સંસ્કૃત રચનાઓને પણ પ્રભાવિત કરી !!!!
એક બાળક જ્યોતિષી પાસે ગયો
એણે જયોતિષીને પોતાનો હાથ બતાવીને કહ્યું કે —–
“જરા જુઓને કે મારાં હાથમાં વિદ્યાની રેખા છે કે નહીં!!!”
પેલાં જ્યોતિષી એ આ બાળકનો હાથ જોયો અને પછી કહ્યું
” તારા હાથમાં તો ભણવાની કે વિદ્યાની કોઈ જ રેખા નથી
પેલાં બાળકે પોતાના ખીસ્સામથી ચપ્પુ કાઢ્યું અને પોતાના હાથમાં એ ચપ્પુ વડે વિદ્યાની એક લાંબી લકીર ખેંચી કાઢી
અને જયોતિષીને કહ્યું ——–
” કોણ કહે છે કે મારાં હાથમાં વિદ્યાની રેખા નથી જુઓ આ રહી એ !!!!
આ બાળક આગળ જતાં પ્રકાંડ વ્યાકરણ શાસ્ત્રી બન્યો અને સમગ્ર ભારતમાં એ ભગવાન પાણિનિ બન્યો !!!!
👉 પાણિનિ સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ વ્યાકરણાચાર્ય છે. એમનાં અષ્ટાધ્યાયી નામના ગ્રંથમાં આઠ અધ્યાય છે. દરેક અધ્યાયમાં ચાર પાદ છે. પ્રત્યેક પદમાં પ્રસ્તુત વિષયને અનુસ્સાર કામ અથવા અધિક સૂત્ર સંખ્યા છે
👉 અત્યંત સંક્ષેપમાં કહેલાં નિયમો અથવા વિધાનને સૂત્ર કહેવાય છે. અત્યંત સંક્ષિપ્ત હોવું એજ પાણિનીય સુત્રોનું સૌથી નિરાળું વૈશિષ્ઠય છે !!!
આ સંક્ષેપ માટે પાણિનિએ એક સ્વાતંત્ર પદ્ધતિ તૈયાર કરી હતી.
👉 ફલસ્વરૂપ સુત્રોની અધિકાંશ રચના અત્યાધિક તકનીકી અને લોક વ્યવહારની ભાષાથી ભિન્ન થઇ ગઈ છે. પાણિનિ સુતરની પરિભાષા સંસ્કૃત હોવાં છતાં પણ સંસ્કૃત ભાષાના સારાં જ્ઞાન માત્રથી સુત્રાર્થનું જ્ઞાન અસંભવ છે. તથાપિ આ વ્યાકરણ બહુજ સંક્ષિપ્ત થઇ ગયું છે પણ કૈંક એક હદ સુધી દુર્બોધ પણ થઇ ગયું છે. તેમ છતાં પણ એક એક સૂત્રથી બહુ નોટો શબ્દસમૂહ સિદ્ધ થઇ જાય છે.
આ એક સૌથી મોટો લાભ છે !!!
👑 પરિચય:-
👉 પાણિનિ ( ઇસવીસન પૂર્વે ૫૦૦ ) સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનાં સૌથી મોટાં પ્રતિષ્ઠાતા અને નિયામક આચાર્ય હતાં. એમનો જન્મ પંજાબના શાલાલુલામાં થયો હતો. જે આધુનિક પેશાવર (પાકિસ્તાન)ની નજીક તકાલીન ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર માં થયો હતો. એમનો જીવનકાળ ઇસવીસન પૂર્વે ૫૨૦ થી ઇસવીસન પૂર્વે ૪૬૦ માનવામાં આવે છે.
👉 એમનાં વ્યાકરણને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. એમને ભાષાના શુદ્ધ પ્રયોગોની સીમાઓનું નિર્ધારણ કર્યું. જે પર્યોગો અષ્ટા ધ્યાયીની કસોટી પર ખરાં ના ઉતર્યા એમને વિદ્વાનોએ અપાણીય કહીને અશુદ્ધ ઘોષિત કરી દીધાં ! સંસ્કૃત ભાષાને વ્યાકરણ સમ્મત રૂપ આપવામાં પાણિનિનું યોગદાન અતુલનીય માનવામાં આવે છે !!!!
📙 વ્યાકરણ શાસ્ત્ર:-
👉 પાણિનિએ પોતાના સમયની સંસ્કૃત ભાષાની સુક્ષ્મ છણાવટ કરી હતી. આ છણાવટને આધારે એમણેજે વ્યાકરણશાસ્ત્રનું પ્રવચન કર્યું. એ ન માત્ર તત્કાલીન સંસ્કૃત ભાષાનું નિયામક શાસ્ત્ર બન્યું, અપિતુ એમણે આગામી સંસ્કૃત રચનાઓ ને પણ પ્રભાવિત કરી !
👉 પાણિનિની પૂર્વે પણ વ્યાકરણશાસ્ત્રનાં અન્ય આચાર્યોએ આ વિશાળ સંસ્કૃતભાષાને નિયમોમાં બાંધવાનો પ્રયત્ન કર્યો હતો ! પરંતુ પાણિનિનું વ્યાકરણશાસ્ત્ર વિસ્તાર અને ગાંભીર્યની દ્રષ્ટિએ આ બધામાં સિરમૌર સિદ્ધ થયું !
👉 પાણિનિએ પોતાની ગહન અંતરદર્ષ્ટિ, સમાંનવયાત્મક દ્રષ્ટિકોણ , એકાગ્રતા, કુશળતા, દ્રઢ પરિશ્રમ અને વિપુલ સામગ્રીની સહાયતાથી જે અનૂઠા વયાકરણશાસ્ત્રનો ઉપદેશ આપ્યો આ જોઇને મોટાં મોટાં વિદ્વાનો આશ્ચર્યચકિત થઈને કહેવાં લાગ્યાં.
👉 પાણિનિ ઋષિ પૂર્ણ વાસ્તવવાદી હતાં અને તત્કાલીન લોકભાષા અને શાસ્ત્રીય ભાષા એ બંનેનું વ્યાકરણ એમણેજ રચ્યું હતું. આ વિષયમાં એ પૂર્ણ યશસ્વી અને આદર્શ વ્યાકરણકાર હતાં. એ તો નિશ્ચિતરૂપે માનવું જ રહ્યું. આવાં પ્રકાંડ વિદ્વાન વ્યાકરણશાસ્ત્રીને શત શત નમન !!!
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment