ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, December 3, 2018

વ્યક્તિ પરિચય - સાદગી અને નમ્રતાનો પુંજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

📑 ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ 📑


📍 જન્મ:– તા.૩ – ૧૨ – ૧૮૮૪
📍 માતા: કમલેશ્વરી દેવી
📍 પિતા:– મહાદેવ સહાય
📍 જીવનસાથી: રાજવંશી દેવી
📍 મૃત્યુની:– ૨૮/૨/૧૯૬૩   ૭૮ વર્ષનીં ઉમર
📍 હુલામણું નામ:– બાબુજી
📍 અભ્યાસ:– કાયદા શાસ્ત્રમાં પી.એચ.ડી.
📍 ખિતાબ:– ભારત રત્ન

✍ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને મહાન દેશભક્ત ડૉ.રાજેન્દ્ર પ્રસાદ નમ્રતા, સાદગી અને સરળતાના પ્રબળ પક્ષધર હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ બિહારમાં આવેલા સારન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. એમના પિતા મહાદેવ સહાય એક સારા વૈદ્ય હતા.

✍ રાજેન્દ્ર પ્રસાદની માતા એક ધાર્મિક વિચારો ધરાવતી ગૃહિણી હતા. તેઓ પોતાના બાળકને ભજન-કિર્તન અને ધાર્મિક વાર્તાઓ દ્વારા એમનામાં ધાર્મિક ભાવનાના સંસ્કારોનું સિંચન કરતા હતા. રાજેન્દ્રજી પોતાના પરિવારમાં સૌથી નાના હતા, એટલે પરિવારના લોકો વધુ પ્રેમ કરતા હતા.

✍ તેઓ બાળપણથી જ શાંત સ્વભાવના હતા. પાંચ વર્ષ સુધી એમના શિક્ષણની વ્યવસ્થા ઘરમાં જ કરવામાં આવી હતી. રાજેન્દ્રજીને ભણવાનો ખૂબ જ શોખ હતો. તેઓ મન લગાવીને ભણતા હતા.

✍ આરંભિક શિક્ષણ છપરામાં સંપન્ન થતાં આગળનો અભ્યાસ કરવા તેઓ કોલકત્તાની પ્રેસીડેન્સી કોલેજમાં દાખલ થયા ત્યાં એફ.એ.ની પરીક્ષામાં રાજેન્દ્રજી વિશ્ર્વ વિદ્યાલયમાં પ્રથમ ઉત્તીર્ણ થયા હતા. સન ૧૯૦૬માં રાજેન્દ્રજીએ બી.એ. અને સન ૧૯૦૭માં એમ.એ.ની ડિગ્રી અંગ્રેજી માધ્યમમાં પાસ કરેલ. સન ૧૯૦૯માં બી.એલ.ની પરીક્ષા આપી અને સન ૧૯૧૧માં કોલકત્તા હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. જેનાથી રાજેન્દ્રજીને ધન અને યશ બંને મળ્યા.

✍ સન ૧૯૧૫માં મહાત્મા ગાંધી સાથે રાજેન્દ્ર બાબુની મુલાકાત થઈ. રાજેન્દ્ર બાબુની સાદગી અને સરળતાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. ગાંધીજી દ્વારા ‘ચંપારણ્ય સત્યાગ્રહ સમયે રાજેન્દ્ર બાબુએ ભરપુર સાથ અને સહકાર આપતા ગાંધીજી રાજેન્દ્ર બાબુને પોતાનો જમણો હાથ માનવા લાગ્યા. ત્યારબાદ રાજેન્દ્ર બાબુએ ‘ચંપારણ્યમાં મહાત્મા ગાંધી નામનું પુસ્તક લખ્યું હતું.

✍ સન ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડે આખા દેશને હચમચાવી નાખેલ. સત્યાગ્રહ આંદોલનમાં તેમણે પોતાના અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. જ્યારે બિહારમાં બિહાર વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે તેઓ આ વિદ્યાપીઠના ઉપકુલપતિ અને કુલપતિ બનેલ, પરંતુ તેઓ રાજનીતિ અને સ્વાધિનતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

✍ ૧૫ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ બિહારમાં વિનાશકારી ભૂકંપ આવ્યો તે સમયે રાજેન્દ્ર બાબુની તબિયત ખરાબ હતી. તેઓ અસ્વસ્થ હોવા છતાં તેઓ ભૂકંપ પીડિતોની સહાય કરવા લાગ્યા. રાજેન્દ્ર બાબુએ ધૈર્યપૂર્વક આ કાર્ય પૂર્ણ કર્યું હતું.

✍ સ્વતંત્રતા આંદોલન અને અન્ય સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેઓ ગ્રામીણ લોકોને મળવાનો સમય કાઢતા હતા. જ્યારે તેઓ પોતાના ગામ જીરાદેઈ જતા ત્યારે ત્યાંની સ્ત્રીઓ પોતાની ચિઠ્ઠીઓ લઈને રાજેન્દ્ર બાબુ પાસે વંચાવવા આવતી.

✍ સન ૧૯૩૪માં જ્યારે મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું ત્યારે રાજેન્દ્ર બાબુ આ અધિવેશનના અધ્યક્ષ તરીકે નિમણુંક પામ્યા હતા. જ્યારે ૧૯૪૨માં ‘ભારત છોડો આંદોલન સમયે રાજેન્દ્ર બાબુની ધરપકડ કર્યા બાદ તેઓ અહેમદનગરની જેલમાં કેદ કરાયા હતા. ત્યારે તેઓ જેલમાં કાંઈક ને કાંઈક લખતા રહેતા હતા. એમણે ‘ઇન્ડિયા ડિવાઈડેડ (ખંડિત ભારત) નામનું પુસ્તક લખ્યું હતું. તે દેશની વિભાજન સમસ્યા પરનું સૌથી પ્રમાણિક પુસ્તક કહેવાતું હતું. એમણે પોતાની ૧૯૦૦ પાનાની આત્મકથા પણ લખી હતી.

✍ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું નવું સંવિધાન લાગુ પડ્યું. તેઓ ભારતના સંવિધાન સમિતિના અધ્યક્ષ હતા. ભારતનું સંવિધાન બન્યા બાદ રાજેન્દ્ર બાબુ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. જો કે ૧૯૫૭માં પુન: તેઓ આરૂઢ થયા હતા.

✍ સન ૧૯૬૨ સુધી રાજેન્દ્ર બાબુ રાષ્ટ્રપતિ પદ પર રહીને દેશ સેવા કરતા રહૃાા. ૧૯૬૨માં જ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ભારત રત્ન આપીને સન્માન કરવામાં આવેલ. ડૉ.રાજેન્દ્રપ્રસાદની  યાદમાં દર વર્ષે ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજ્જવવામાં આવે છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.