ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, April 2, 2019

ચિત્ર પરિચય - અક્ષરધામ, દિલ્હી

🎪 અક્ષરધામ, દિલ્હી 🎪
👉 ધર્મ: હિંદુ
👉 દેવી-દેવતા: ભગવાન સ્વામિનારાયાણ
👉 માલિકી: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
👉 સંચાલન સમિતિ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
👉 સ્થાન: નોઇડા મોડ. દિલ્હી
👉 દેશ: ભારત
👉 અક્ષાંસ-રેખાંશ: 28°36′45″N 77°16′38″E
👉 સ્થાપત્ય પ્રકાર: હિંદુ પ્રાચીન મંદિરકળા
👉 સ્થાપના તારીખ: ૬ નવેમ્બર, ૨૦૦૫
👉 મંદિરો: ૧
👉 સ્મારકો: ૫
👉 વેબસાઇટ: http://www.akshardham.com

🎪 અક્ષરધામ (Hindi: अक्षरधाम) એ દિલ્હીમાં આવેલું હિંદુ મંદિર છે. આ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ તરિકે અને બહોળા વપરાશમાં દિલ્હી અક્ષરધામ તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત પ્રમુખ સ્વામી મહારાજ છે કે જે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.

🎪 સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે. 6 નવેમ્બર, 2005 નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંદીર, યમુના નદીનાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે. મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં ભગવાન સ્વામિનારાયણનાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે. સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.


🎪 મુખ્ય સ્મારક-મંદિર:-
અક્ષરધામ પરિસરનું મુખ્ય સ્મારક કે જે સમગ્ર પરિસરના કેન્દ્રમાં આવેલુ છે તેની લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ સમગ્ર મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આરસમાંથી બનાવામાં આવેલુ છે અને તેમાં સ્ટીલ કે કોંક્રિટનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. આ સમગ્ર મંદિરનું બાંધકામ પ્રાચીન સનાતન હિંદુ સ્થાપત્યકળા, વાસ્તુકળા અને મંદિરકળાના આધારે કરવામાં આવેલુ છે. આ મંદિર ૨૩૪ સુશોભિત કંડારેલા સ્તંભો, ૯ સુશોભિત ગુંબજો, ૨૦ ચતુષફલકીય શિખર ધરાવે છે. સમગ્ર મંદિરની બાહ્ય બાજુ હિંદુ દેવી-દેવતાઓ, સાધુઓ, ઋષિઓ, આચાર્યો વગેરેની ૨૦૦૦૦ જેટલી પ્રતિમાઓ કંડારેલી છે.

🎪 આ સ્મારકની મુખ્ય વિશિષ્ટતા ગજેન્દ્ર પીઠ(હિંદુ સંસ્કૃતિમા હાથીની ઉપયોગિતા દર્શાવવા માટે હાથીનો મંદિરના આધાર તરીકે ઉપયોગ) છે. આ સમગ્ર સ્મારક ૧૪૮ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ૩૦૦૦ ટન છે. આ ઉપરાંત ૪૨ પશુ-પક્ષીઓ અને ૧૨૫ માણસ અને દેવો ની પથ્થરમાંથી બનાવેલ પ્રતિમાઓ નો પણ સમાવેશ ગજેન્દ્ર પીઠમાં થાય છે.

🎪 સહજાનંદ દર્શન:-
સહજાનંદ દર્શન એ અક્ષરધામ પરિસરમાં આવેલો પ્રથમ પ્રદર્શન ખંડ છે. આ એક ઓડિઓ એનિમેટ્રોનિક્સ(હાલત-ચાલતા રોબોટ) શો છે જેમાં ભગવાન સ્વામીનારાયણનાં જીવન પ્રસંગો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિનાં ખુબજ મહત્વના સંદેશાઓ આપવામાં આવેલા છે. જેમકે અહિંસા, પ્રાર્થના, શાકાહાર, કુટુંબ ભાવના, નીતિશાસ્ત્ર વગેરે. આ સમગ્ર મહત્વના મુદ્દાઓ ને ૧૫ ત્રિપરિમાણીય રોબોટીક્સ પ્રતિમાઓ, ફાઈબર ઓપ્ટીક્સ, ધ્વની પ્રકાશ ઈફેક્ટ, સંવાદો અને સંગીત ધ્વારા દર્શાવામાં આવેલા છે. સમગ્ર પ્રદર્શન માં ૧૮મી સદીનું વાતાવરણ ઉભું કરવામાં આવેલું છે.

🎪 નીલકંઠ દર્શન:-
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દર્શાવામાં આવે છે.[૮] આ ફિલ્મ ૮૫ ફૂટ X ૬૫ ફૂટના પડદા પર બતાવામાં આવે છે. આ ફિલ્મમાં નીલકંઠ વર્ણી એ ૧૮ મી સદીમાં સાડા સાત વર્ષ સુધી ભારતભરની જે યાત્રા કરેલી એ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ઉત્તરમાં હિમાલયના બર્ફીલા પર્વતો થી લઈને દક્ષીણનાં કેરાલાના દરિયાકિનારા સુધી થયેલું છે. આ વિશાળ ફોર્મેટ ફિલ્મમાં ભારતના પવિત્ર સ્થળો, ભારતના ધાર્મિક સ્થળો અને ભારતનાં ઉત્સવો અને પરંપરા ને વિશાળ પડદા પર દર્શાવામાં આવે છે. આ ફિલ્માં માં ૪૫૦૦૦ લોકો એ પોતાનો અભિનય આપ્યો છે અને સમગ્ર ભારતભર માં ૧૦૮ જગ્યા એ નિર્દેશન થયેલું છે.

આ ફિલ્મની આંતરરાષ્ટ્રિય આવૃતિ મિસ્ટિક ઇન્ડિયા તરિકે સમગ્ર જગતના આઇમેક્સ સિનેમાઘરોમાં ૨૦૦૫ માં પ્રકાશન કરવામાં આવી હતી. આ પ્રદર્શન ખંડની બહાર ૨૭ ફૂટ ઉંચી નીલકંઠ વર્ણીની કાંસ્ય પ્રતિમા મુકવામાં આવેલી છે.

🎪 સંસ્કૃતિ વિહાર:-
સંસ્કૃતિ વિહાર એ ત્રીજું અને અંતિમ પ્રદર્શન ખંડ છે જેમાં ભારતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને દર્શાવામાં આવ્યો છે. આ ભવ્ય અને સમૃદ્ધ ભારતના વારસાને મયુર આકારની નાવડી માં બેસીને માણવાની હોય છે. આ પ્રદર્શન ખંડ માં એક કૃત્રિમ નદી બનાવામાં આવી છે. જેના ઉપર હોડી ઓટોમેટિક ચાલે છે અને સમગ્ર ભારત ની ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિની યાત્રા કરાવે છે. આ સંપૂર્ણ સંસ્કૃતિ વિહાર ૧૨ મિનીટ ની છે. જેમાં રસાયણશાળા, જગતનું સૌ પ્રથમ બજાર, યોગશાળા, તક્ષશિલા વિદ્યાવિહાર, કૈલાસ મંદિર વગેરેની અદભુત ઝાંખી લાઈટીંગ અને કોમેન્ટ્રી દ્વારા કરવામાં આવે છે.

🎪 સંગીતમય ફુવારા:-
અક્ષરધામ સંકુલમાં આવેલ સંગીતમય ફુવારા એ અનેરું આકર્ષણનું કેન્દ્ર છે. જે અજોડ છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી તેમાં ભારતીય સંસ્કૃતિના ઉપનિષદોની વાતો રસપ્રદ રીતે કહેવામાં આવે છે.

🎪 અન્ય આકર્ષણો:-
👉 યોગી હૃદય કમળ
👉 નારાયણ સરોવર
👉 નીલકંઠ અભિષેક
👉 પરિક્રમા
👉 મયુર દ્વાર
મોર એ સૌંદર્ય અને સંયમનું પ્રતિક છે. આ ઉપરાંત તે ભારતનુ રાષ્ટ્રિય પક્ષી છે. મયુર દ્વાર એ અક્ષરધામ નો સ્વાગત દ્વાર છે જેમાં એક બીજા સાથે સંકળાયેલ મયુર તોરણ અને કલાત્મક સ્તંભો પર કંડારેલા અને આનંદ નૃત્ય કરી રહેલા ૮૬૧ મયુર પ્રવાસીઓનું અક્ષરધામ પરિસરમાં સ્વાગત કરે છે. આ કૃતિ ભારતીય શિલ્પ કળા ની આગવી ઓળખાણ છે.
👉 આર્ષ વિભાગ
👉 પ્રેમવતી આહારગૃહ

🎪 ભારતને સ્થાપત્યોની ભૂમિ માનવામાં આવે છે, સ્થાપત્યોની કલા કોતરણીને કારણે અનેક સ્થાન આજે મુસાફરોના પ્રિય લક્ષ્યસ્થાન બન્યા છે. રાજવીઓએ પોતાના ઠાઠ ધરાવતા અનેક મહેલ ઊભા કર્યા, હવેલી અને કિલ્લાઓ બનાવડાવ્યા. આવી વિરાસત અને અવિસ્મરણીય બાંધણીઓને કારણે જ યુનેસ્કો વલ્ડ હેરિટેજ સાઈટમાં ભારતની 35થી વધારે સાઈટ નોંધાયેલી છે. માત્ર હવેલીઓ અને કિલ્લાઓ જ નહીં પણ મંદિર અને ઐતિહાસિક સ્થળનો પણ તેમા સમાવેશ થાય છે. આ જ કોતરણીઓ અને સ્થાપત્યોમાંથી પ્રેરણા લઈને નવા મંદિર અને હવેલીઓ તૈયાર થાય છે. અક્ષરધામ તે પૈકીનું એક છે. જેણે વૈશ્વિક સ્તરે ડીઝાઈનિંગ અને આકૃતિઓના નવા દ્વાર ખોલ્યા છે.

🎪 અક્ષરધામ વિશે અનેક સત્યો અને તથ્યો વાંચેલા કે જોયેલા હશે. પણ દિલ્હીનું અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. ફસ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન આ કહેવતને તે પુરવાર કરે છે. ભવ્યતા, વિશાળતા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશના અતલ્ય આર્ટ સ્કલ્પચર અહીં દરેક દિવાલ અને ખુણામાં જોવા મળશે. જેમાં એક પણ ડીઝાઈન મંદિર પરિસરમાં અન્ય કોઈ જગ્યાએ પુનરાવર્તિત થતી નથી. આ મંદિર તૈયાર થતા પાંચ વર્ષનો સમય લાગ્યો હતો.

🎪 દિલ્હી અક્ષરધામ મંદિરનું નામ ગિનિસબુક ઓફમાં સામેલ છે. સૌથી વિશાળ હિન્દુ મંદિર તરીકે તેને ગિનિસબુકમાં સ્થાન મળ્યું છે. 316 ફૂટ પહોળું અને 141 ફૂટની ઊંચાઈ ધરાવતું મંદિર દુનિયામાં બીજે ક્યાંય નથી. સમગ્ર મંદિર 86,342 સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. ભારતની પ્રાચીન કલા-કૃતિ અને અનેકવિધ કોતરણીના મંદિર પરિસરમાં દર્શન થાય છે. જાણીને આશ્ચર્ય લાગશે કે, આ મંદિરમાં ક્યાંય સ્ટીલનો ઉપયોગ થયો નથી. 11,000 કલાકારો અને સ્વયંસેવકોએ આ મંદિરના જુદા જુદા વિભાગો તૈયાર કર્યા છે.

🎪 નારાયણ સરોવર મંદિરમાં આવેલું વિશાળ તળાવ છે. આ પવિત્ર તળાવની ખાસ વાત એ છે કે, આ તળાવમાં દેશભરના જુદા જુદા 151 તળાવના અને નદીના પાણી એકઠા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવની ફરતે કુલ 108 ગુરુમુખ છે. જેને હિન્દુધર્મના 108 દેવતાઓ માનનામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર મંદિરની પરિક્રમા કરવા માટે 3,000 ફૂટનો પાથવે તૈયાર કરાયો છે. સમગ્ર પરિક્રમા દરમિયાન મંદિરના પરિસરમાં રહેલા જુદા જુદા ગાર્ડનનો અદ્દભૂત નઝારો જોવા મળશે. પરિક્રમાની બે ઈમારત 1152 થાંભલાઓ અને 145 નાની-મોટી બારી ધરાવે છે.

🎪 મંદિરમાં આવેલા ભરત ઉપવનને ગાર્ડન ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. કાંસાની મૂર્તિઓ અને વિશાળપટમાં ફેલાયેલી લીલોતરી મનને મંત્રમુગ્ધ અને આંખોને અનિમેષ કરી દે છે. અહીં ગાર્ડનમાં દેશના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની અને બીજા મહાન વ્યક્તિઓની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ એક બોટાનિકલ ગાર્ડન છે જ્યાં અનેક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિનું જતન કરવામાં આવે છે, ઉછેરવામાં આવે છે.

🎪 સૌથી મોટું પ્રેમવર્તી આહાર ગૃહ દિલ્હી અક્ષરધામ મંદિરમાં છે. સમગ્ર મંદિરના જુદા જુદા વિભાગના દર્શન કર્યા બાદ થાકીને અહીં વિસામો ખાવા જેવો છે. આ સાથે જ અહીં ઉદરતૃપ્તિ કરી શકાય એવી અનેક વાનગીઓ મળી રહે છે. આ રેસ્ટોરાંની ડીઝાઈન મહારાષ્ટ્રના અંજતા ઈલોરાની ગુફા પરથી તૈયાર કરવામાં આવી છે. વેસ્ટર્ન જ નહીં ટ્રેડિનલ ડીશનો ટેસ્ટ પણ અહીં કરવા જેવો છે.

🎪 મંદિરની મુલાકાત વખતે મંદિરમાં આવેલા લોટર ગાર્ડનની મુલાકાત અચૂક લેવી જોઈએ, જ્યાં કમળ આકારમાં એક કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેના મધ્યભાગમાં તૈયાર કરાયેલા પાથ વે પરથી સામેની તરફ જઈ શકાય છે અને નીચે પણ ઊતરી શકાય છે. તેના આકાર કમળ જેવો હોવાથી તેને લોટસ ગાર્ડન કહેવાય છે. આ કમળની અંદર તરફ સ્વામિ વિવેકાનંદ, શેક્સપીયર, માર્ટિન લ્યુથર અને બીજા મહાન વ્યક્તિઓના ક્વોટ લખેલા છે.

🎪 અહીં જુદા જુદા વિભાગોની રચના અને કોતરણીને સમજવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગે છે. આ મંદિરનું લોકાર્પણ નવેમ્બર 2005માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અહીંના તમામ વિભાગની મુલાકાત લીધી હતી. વૈદિક શાસ્ત્ર અનુસાર આ મંદિરના દસ દરવાજા તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે તમામ દરવાજા પાસેથી રસ્તાઓ મુખ્ય મંદિર તરફ જાય છે.


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.