ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, March 7, 2019

ચિત્ર પરિચય - સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલી

📜 સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ 📜

🎁 સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ ભારતનો ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લામાં બારડોલીના સ્વરાજ આશ્રમના પરિસરમાં આવેલું છે. મ્યુઝિયમોના પ્રકાર જોતા આ એક વૈયક્તિક પ્રકારનું સંગ્રહાલય ગણાય.

🎁 ઇતિહાસ:-
👉 સને ૧૯૨૭-૨૮માં મુબઈ પ્રેસિડેન્સીમાં આવેલ સુરત જિલ્લાના એક નાનકડા કસ્બા બારડોલીના ખેડૂતોએ સરકાર દ્વારા અસહ્ય મહેસુલ વધારી દેતા, તેના વિરોધમાં એક જબરજસ્ત લડત આપી. વલ્લભભાઈ જેવા કર્મઠ વ્યક્તિના હાથમાં જયારે આ લડતનું સુકાન સોપાયું, ત્યારે તેમાં ગજબની શક્તિ સ્ફૂરિત થઇ અને બારડોલી જેવું એક સુષુપ્ત ગામડું રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થઇ ભારતની સ્વતંત્રતા પ્રત્પ્તીના માર્ગેનું સીમાંચિન્હ બની ગયું અને તેના નેતા વલ્લભભાઈ બન્યા અમર સરદાર.એવા આ મહાન રાષ્ટ્રભક્ત સરદાર સાહેબની બહુમુલ્ય સ્મૃતિઓનું મંદિર એટલે સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલી.

👉 બારડોલી ખેડૂત સત્યાગ્રહની પ્રેરણાદાયી સ્મૃતિઓને ચિરંજીવી કરવા, ઈ.સ. ૧૯૭૪માં ૧૫ ડીસેમ્બરના રોજ સરદાર પટેલ જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ત્યારના વડાપ્રધાન શ્રી. મોરારજીભાઈ દેસાઈના હસ્તે આ સંગ્રહાલયના ભાવનું 'સરદાર સ્મૃતિકેન્દ્ર' તરીકે પાયો નંખાયો. જેનું કામ તા. ૨૨-૦૧-૧૯૮૧ ના રોજ પુરૂ થતા ત્યારના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હસ્તે સંગ્રહાલય સ્રરૂપે, જાહેર જનતાના લાભાર્થે ખુલ્લું મુકાયું.

👉 સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલીમાં સરદાર પટેલ સાહેબની કાસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ અને મ્યુઝિયમનું નવીનીકરણ કરી તેને પાછુ તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ ફરીથી લોકાર્પણ કરાયું.

🎁 રચના અને માળખું:-
👉 આ સંગ્રહાલય ભારતના ‘લોહપુરુષ’ સરદાર પટેલના વ્યક્તિત્વ અને બારડોલી ખેડૂત સત્યાગ્રહના ઇતિહાસનો માહિતી સભર પરિચય આપે છે. સંગ્રહાલયનું આખું પ્રદશન કુલ ૨૧ અષ્ટકોણ ખંડોમાં આવેલ છે, જેમને અનુક્રમે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે –

🎁 સરદાર જીવન દર્શન:-
સંગ્રહાલયનું પ્રદર્શન મોટાભાગે શ્વેત અને શ્યામ દસ્તાવેજી ફોટોગ્રાફ્સનું બનેલ છે. છતાં ઘટનાઓને જીવંત કરતા દ્રશ્યોવાળા ડાયરોમાં તેમજ સરદાર પટેલ અને બારડોલીના સત્યાગ્રહીઓના તૈલી ચિત્રો દ્વારા પ્રદર્શનને આકર્ષક અને સુરુચિપૂર્ણ બનાવવામાં આવેલ છે.

🎁 ખંડ ૧ થી ૫:-
👉 આ ખંડોમાં સરદાર જીવન દર્શન, કુટુબીજનો, બાળપણ, શિક્ષણ, વકીલાત, રાસની લડત, પ્લેગ વખતે મદદ, હરીપુરા કોંગ્રેસ અધિવેશન, હિન્દ છોડો ઠરાવ, પુ. ગાંધીજીની સ્મશાન યાત્રામાં, નિર્વાસિતો અંગે મંત્રણાના પ્રથમ પ્રધાન મંડળમાં, રાજ્યોના ગવર્નરો મુખ્યપ્રધાનો તથા લોકસભાના સબ્યો સાથે દેશી રજવાડાઓનું વિલીનીકરણ, દેશભરમાંથી તેમને મળેલ સન્માન, ચિત્રકાર શ્રી. એચ.એલ.ખત્રીએ બનાવેલું તેમનું તીલીચિત્ર, વિલીનીકરણની માહિતીનો ચાર્ટ તથા “પુત્રના લક્ષણ” સને ૧૮૯૬માં “નિષ્ઠાની કસોટી”, સને ૧૯૦૯માં “હાંસી પછી હેત” અને સને ૧૯૧૫માં સરદારશ્રીના જીવનમાં બનેલ એતિહાસિક ઘટનાના દ્રશ્યોના ડાયોરામ જોવા મળે છે.  

🎁 ખંડ ૬ થી ૧૪:-
👉 આ ખંડોમાં બારડોલી સત્યાગ્રહની તવારીખ દર્શાવે છે. જેમાં બ્રીટીશરો સરકાર દ્વારા જમીન મહેસુલના અન્યાયી વધારા સામે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ સને ૧૯૨૮ન “બારડોલી સત્યાગ્રહ”ના વિવિધ દ્રશ્યો, આગેવાનો અને છાવણીપતિઓ ની માહિતી, સરદારશ્રીના પ્રવાસ અને નેતૃત્વના દ્રશ્યો, ખેડૂત સભાઓના દ્રશ્યો, રાજીનામું આપનાર પટેલો અને તલાટીઓ, બહેનોની જરુતી, દારૂ તાડી સામે પીકેટીંગના દ્રશ્યો, સત્યાગ્રહીની ધડપકડો, કોર્ટ, જેલ કારાવાસ, તેમના ઉપર અત્યાચાર, સત્યાગ્રહને લોક્સમુહનું અનુમોદન, તેને લગતી સભાઓ, લોક્નેતાઓની લડતને મદદ, માર્ગદર્શન અને રજૂઆત, મુનશી સમિતિ, નકશાઓ – ચાર્ટ્સ બારડોલી સત્યાગ્રહ સમયના પ્રસંગો દર્શાવતા ડાયારામાઓ અનુક્રમે “સાચા સરદાર”, “બારડોલીના લેનીન” અને “બારડોલીની વીરાંગનાઓ” જોવા મળે છે. આ ઉપરાંત બારડોલી સત્યાગ્રહ સમયના સાથીદારો જેવા કે કુવરજી મહેતા, કલ્યાણજી મહેતા, ખુશાલભાઈ મો. પટેલ, અબ્બાસ તૈયબજી, ડો ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, ડો. સુમંત મહેતા, મીઠુંબેન પીટીટ, ચીમનલાલ છ. ચિનોય, કવિ ફૂલચંદભાઈ, મણીબેન વ. પટેલ, ભાઈલાલભાઈ જી. અમીન, ઉત્તમચંદ શાહ, રા.સા.દાદુભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, કનૈયાલાલ માં. મુનશી, ડો. ત્રીભોવાનલાલ શાહ, રા.બ. ભીમાભાઇ, મકનજી સોલા, સન્મુખલાલ શાહ, મોરારભાઈ ક. પટેલ, વલ્લભભાઈ ખુ. પટેલ, ડો. ચંપકલાલ ઘીઆ, નરહરીભાઈ પરીખ, જુગતરામ દવે, સ્વામીઆનંદ, મહાદેવભાઈ દેસાઈ, દરબાર ગોપાલદાસ દેસાઈ, ભક્તિબા દેસાઈ અને સંતોકબેન ઉ. શાહ ના તૈલીચિત્રો પ્રદશિત કરેલ છે. આ ચિત્રો પ્રહલાદ પટેલ, નાતુ પરીખ, નાગજીભાઈ ભટ્ટ, રવિ સોલંકી તથા બાલકૃષ્ણ જેવા નામી ચિત્રકારો દ્વારા તૈયાર કરેલ છે. આ ઉપરાંત સત્યાગ્રહના વિજયોત્સવના દ્રશ્યોના ફોટોગ્રાફ્સ પણ અહી જોવા મળે છે.

🎁 ખંડ ૧૫ થી ૧૭:-
👉 આ ખંડોમાં સ્વરાજ આશ્રમ અને બારડોલીમાં સરદારશ્રીનું બારડોલી ખાતેનું નિવાસસ્થાન; તેમને અર્પણ કરાયેલ કસ્કેટસની તસ્વીરો, શિક્ષણ, કૃષિ, ડેરી, ખાદી તથા ગ્રામવિકાસમાં સરદારશ્રીનું યોગદાન અને રચનાત્મક પ્રવૃતિઓ; સરદારશ્રીની કાર્ય પધ્ધતિને આનુસાંગિક છપાયેલ વિવિધ વ્યંગચિત્રો(કાર્ટૂન્સ); કેળાના છોડનું મોડેલ; લાકડાના ચરખા અને લઘુ હાથશાળાનું કાષ્ઠ મોડેલ; સરદારશ્રીની લાક્ષણિક ભંગિમાઓની તસ્વીરો, જુદી-જુદી એતિહાસિક ઘટનાઓ દર્શાવતા ડાયારોમા જેવાકે “બીજા લક્ષ્મણ – ૧૯૧૩”; “પાણીની ખેચ -૧૯૧૮”; “બારડોલીના સેનાપતિ – ૧૯૨૮”; “પ્રથમ ધડપકડ – ૧૯૩૦”; “હિંદ છોડો – ૧૯૪૨”; “આઝાદીની રચયિતા ત્રિપુટી”; “વીર અને વિચક્ષણ – ૧૯૪૭” તથા “યુદ્ધ એ જ કલ્યાણ – ૧૯૪૯” જોવા મળે છે.

🎁 અન્ય માહિતી:-
👉 સંગ્રહાલયમાં પ્રવેશ: રૂપિયો ૧/- પ્રતિ વ્યક્તિ
👉 માર્ગદર્શન સેવા: વિનામૂલ્યે
👉 મ્યુઝિયમ શોપ: રાષ્ટ્રીય નેતાઓની પ્લાસ્ટર ઓફ પેરીસ (PoP) ની પ્રતિમાઓ અને નેતાઓની છબીઓ, સંગ્રહાલય ખાતાના પ્રકાશનો, રાષ્ટ્રભક્તિના ગીતોની કેસેટ વિ. વેચાણ માં છે.
👉 પુસ્તકાલય: સંગ્રહાલય ખાતે સરદાર પટેલ અને ભારતની આઝાદી વિષયોનું એક સંદર્ભ ગ્રંથાલય છે. સંગ્રહાલય ખાતે નિયમિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ફિલ્મ શો યોજાય છે.
👉 રજા : દરેક બુધવાર, દર માસના બીજા અને ચોથા શનિવારે તથા સરકારી જાહેર રજાઓ ના દિવસે.
👉 મુલાકાતનો સમય: (મ્યુઝિયમ જોવાનો) : સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ સુધી.
👉 દુરભાષ: ૨૬૨૨ – ૨૨૦૫૯૫

👉 આ સંગ્રહાલયના પ્રદર્શન દ્વારા મુલાકાતીઓને સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની સ્મૃતિઓનું તાદશ્ય ચિતાર મળે અને સાથો-સાથ બારડોલીની પ્રેરણાદાયી તવારીખ સમજાય તેવો પ્રયત્ન કરેલ છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.