📕 ગુજરાતના પ્રથમ હાસ્યકાર-રમણભાઈ નીલકંઠ 📕
👉 જન્મ: 13 માર્ચ 1868, અમદાવાદ
👉 વ્યવસાય: લેખક, જજ, વકીલ
👉 રાષ્ટ્રીયતા: ભારતીય
👉 શિક્ષણ: બી.એ., એલ.એલ.બી.
👉 મુખ્ય રચનાઓ: ભદ્રંભદ્ર (૧૯૦૦), રાઈનો પર્વત (૧૯૧૪)
👉 મુખ્ય પુરસ્કારો: નાઇટહુડ (૧૯૨૭)
📕 રમણભાઈ મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્યલેખકોને અપાય છે.
📕 જીવન:-
👉 તેમનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતા.
👉 ૬ માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા હતા. બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે.
👉 તેજસ્વી વિધાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજિક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકનશક્તિએ માનવ સ્વભાવનાં અનેક પાસાં જોયાં. તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃત્તિ જાગી ઊઠી અને ‘ભદ્રંભદ્ર’નું સર્જન થયું. ઉપરાંત ‘રાયનો પર્વત’, ‘ધર્મ અને સમાજ’ તેમજ ‘હાસ્ય મંદિર’ એ તેમની મૂલ્યવાન કૃતિઓ છે. ‘કવિતા સાહિત્ય’ના ચાર ભાગના વિપુલ લેખન સાહિત્યમાં તેમની વિવેચન દ્રષ્ટિ દેખાય છે. સતત ત્રીસ વર્ષ સુધી ‘જ્ઞાનસુધા’ના તંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું. સુખી કૌટુંબિક જીવનના સદભાગી તેઓ જીવનમાં નિરાભિમાની, સિદ્ધાંતપ્રિય અને નીડર હતા. જૂની મૂર્તિઓને પૂજ્યાં કરવું કે નવીન આચાર્યોને નમી પડવું – બંનેથી રમણભાઈ દૂર હતા. ૬૦ વર્ષના આયુમાં તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી ‘સકલ પુરુષ’ તરીકે નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું છે : “ભદ્રંભદ્રના રચનારને પદભ્રષ્ટ કરી શકે તેવો મહાનુભાવ ગુજરાતી હાસ્યસૃષ્ટિમાં હજી જન્મ્યો નથી.” પોતાના ‘ભદ્રંભદ્ર’ પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઈ આજે સવાસો વર્ષ પછી પણ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે.
📕 કારકિર્દી:-
👉 લેખક હોવાની સાથે સાથે, શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા.
📕 સર્જન - મુખ્ય રચનાઓ:-
👉 નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
👉 નાટક – રાઈનો પર્વત
👉 વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
👉 વાર્તા– નવલિકાઓ
👉 કાવ્ય– કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
👉 હાસ્ય – હાસ્ય મંદિર
👉 ચિંતન – ધર્મ અને સમાજ
👉 વિવેચન – કવિતા અને સાહિત્ય ભાગ 1-4
🏆 સન્માન:-
👉 ‘સર’ નો ખિતાબ – અંગ્રેજ સરકાર દ્વારા
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.



No comments:
Post a Comment