🍚 ગાંધી સ્મારક 🍚
🍚 ગાંધી સ્મારક સ્થળે મહાત્મા ગાંધીજીનાં બે સ્મારકો બનાવવામાં આવેલ છે, જે ભારતની આઝાદીના ઈતિહાસમાં દાંડી દરિયાતટનું મહત્વ દર્શાવે છે. આમાંથી એક સ્મારક ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ છે, જે મહાત્મા ગાંધીજીની મીઠાનો કાયદો ભંગ કરવામાં મેળવેલ સફળતાની સ્મૃતિમાં બનાવવામાં આવેલ છે, જ્યારે બીજું સ્મારકમાં મહાત્મા ગાંધીનું દરિયાનો ખારો કાદવ હાથમાં પકડેલું પૂતળું બનાવવામાં આવેલ છે. ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને પીએમ મોદીએ ઉદઘાટન કરેલ.
🍚 30 જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. બાપુની પુણ્યતિથિના દિવસે ગુજરાતને ઐતિહાસિક દાંડી સત્યાગ્રહના સ્મારકની ભેટ મળવા જઈ રહી છે. ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કરવામાં આવેલ છે.
🍚 દાંડી મ્યૂઝિયમની ખાસિયત:-
👉 દાંડી કૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવાઈ છે.
👉 ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકવામાં આવ્યા છે.
👉 આખુંય દાંડી મ્યુઝિયમ 15 એકરમાં બન્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે.
👉 સરોવરની આજુબાજુ પાથ-વે બનાવાયા છે. પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા, પાર્કિગ, લાઈબ્રેરી, હોલ વગેરે જેવી સુવિધાઓ મૂકાઈ છે.
👉 ગાંધીજીની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
👉 40 મીટરનો ઊંચો ક્રિસ્ટલ ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે. જે ક્રિસ્ટલ ટાવર દીવાદાંડીનુ પણ કામ કરશે.
🍚 જાણો દાંડી સત્યાગ્રહ સ્મારકની શું છે વિશેષતા:-
👉 110 કરોડનાં ખર્ચે સ્મારક કરાયું તૈયાર
👉 15 એકર જમીનમાં તૈયાર કરાયું આ સ્મારક
👉 ગાંધીજીની 18 ફૂટ ઉંચી પ્રતિમા પણ તૈયાર કરાઇ
👉 6 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ પણ બનાવાયું
👉 4 લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો પણ સમાવેશ
👉 સોલાર મેકિંગ બિલ્ડીંગમાં ખારા પાણી સાથે 14 સોલ્ટ મેકિંગ પેન
👉 પાણીનાં બાષ્પીકરણ બાદ પેનમાં બનશે મીઠું
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment