ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, March 11, 2019

વ્યક્તિ પરિચય - ગુણવંત શાહ

📕 ગુણવંત શાહ 📕
👉 જન્મ:- 12 March 1937, રાંદેર, સુરત, ગુજરાત, ભારત
👉 વ્યવસાય:- લેખક, નિબંધકાર, શિક્ષક
👉 રાષ્ટ્રીયતા:- ભારતીય
👉 શિક્ષણ:- પીએચ.ડી.
👉 મુખ્ય પુરસ્કારો:- રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૯૭), પદ્મશ્રી (૨૦૧૫)

📕 ગુણવંત શાહ (જન્મ: ૧૨ માર્ચ ૧૯૩૭, રાંદેર, સુરત, ગુજરાત) એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો.

📕 સવિશેષ પરિચય:-
👉 ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ.તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ.તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા. તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

👉 તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ર્હ્યા હતા. ઉપરાંત તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ.

📕 શિક્ષક તરીકે:‌- 
👉 તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.
👉 વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે [અમેરિકા]ની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.
👉 તેમણે ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ (જે હવે[ચેન્નઈ] તરીકે ઓળખાય છે) માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાનાં વડા તરીકે સેવાઓ આપી.
👉 વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી, બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
👉 તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગનાં વડા તરીકે પણ સેવા આપી છે.

📕 સાહિત્ય:‌-
📍 મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯
📍 કૃષ્ણનું જીવનસંગીત
📍 વિચારોનાં વૃંદાવનમાં
📍 અસ્તિત્વનો ઉત્સવ
📍 વિસ્મયનું પરોઢ (૧૯૮૦) (ગદ્યકાવ્ય)
📍 રજકણ સૂરજ થવાને શમણે (૧૯૬૮) ( નવલકથા)
📍 મૉટેલ (૧૯૬૮) (નવલકથા)
📍 કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬)(પ્રવાસ પુસ્તક)

📕 નિબંધસંગ્રહો:‌-
📍 કાર્ડિયોગ્રામ (૧૯૭૭)
📍 રણ તો લીલાંછમ (૧૯૭૮)
📍 વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)
📍 વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧)
📍 મનનાં મેઘધનુષ (૧૯૮૫)

📕 ચરિત્રગ્રંથો:‌-
📍 ગાંધી-નવી પેઢીની નજરે (૧૯૮૨)
📍 મહામાનવ મહાવીર (૧૯૮૬)
📍 કરુણામૂર્તિ બદ્ધ(૧૯૮૩)

📕 પ્રકીર્ણ ગ્રંથો:‌-
📍 શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪)
📍 સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭)
📍 કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭)

📕 વર્તમાન જીવન:‌-
તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે.

📕 સન્માન:‌-
📍 રણજિતરામ ચંદ્રક
📍 ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ
📍 ગુજરાતી સાહિત્ય પરિષદના ચાર એવોર્ડ
📍 ‘પદ્મશ્રી’- ભારત સરકાર – ૨૦૧૬
📍 સાહિત્ય રત્ન- ગુજરાતી સાહિત્ય અકાદમી – ૨૦૧૬

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.