📹 ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાળકે 📹
📷 આપણી ફિલ્મોનો પાયો નાખનારા દાદાસાહેબ ફાળકેના જીવનમાં મૂંગી ફિલ્મોએ ચમત્કાર કર્યો હતો. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાળકેનો જન્મ 30 એપ્રિલ, 1870માં થયો હતો.
📷 દાદાસાહેબ ફાળકે અવોર્ડ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ છે. સૌથી પહેલો દાદાસાહેબ ફાળકે અવોર્ડ દેવિકા રાની ચૌધરીને મળ્યો હતો. ફોટોગ્રાફર તરીકે પોતાનું કરિયર શરૂ કરનારા દાદાસાહેબ કેવી રીતે ફિલ્મોમાં આવ્યા, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો...
📷 દાદાસાહેબ ફાળકેનું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. 1885માં દાદાસાહેબ જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણ્યા. ત્યાંથી તેઓ કલાભવન ઓફ બરોડા ગયા, જ્યાં તેમણે ચિત્રકળા, પેઈન્ટિંગ અને ફોટોગ્રાફી શીખી.
📷 દાદાસાહેબે ફોટોગ્રાફર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું અને બાદમાં પ્રિંટિંગ પ્રેસ શરૂ કરી. તેઓ નવી ટેક્નોલોજી શીખવા માટે જર્મની પણ ગયા હતા.
📷 ફિલ્મી દુનિયામાં આવવાની દાદાસાહેબની જર્ની ઘણી રોચક છે. તેમણે સાઈલેંટ મૂવી ‘ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ જોઈ. ત્યાર બાદ તેમણે પત્ની પાસેથી રૂપિયા ઉધાર લઈને ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’ બનાવી. ભારતીય દ્વારા બનાવેલી આ પ્રથમ ફિલ્મને સાર્વજનિક રીતે મુંબઈ સ્થિત કોરોનેશન સિનેમામાં 3 મે, 1913ના રોજ બતાવાઈ હતી.
📷 ‘રાજા હરિશચંદ્ર’ની સફળતા બાદ દાદાસાહેબે ઘણી ફિલ્મો બનાવી. 19 વર્ષના કરિયરમાં તેમણે 95 ફિલ્મો અને 26 શોર્ટ ફિલ્મ્સ બનાવી. ‘સત્યવાન સાવિત્રી’, ‘મોહિની ભસ્માસુર’, ‘લંકા દહન’ વગેરે તેમની મુખ્ય ફિલ્મો છે. તેમની છેલ્લી સાઈલેંટ મૂવી ‘સેતુબંધન’ હતી અને છેલ્લી ફિલ્મ ‘ગંગાવતરણ’ હતી. જ્યારે બોલતી ફિલ્મો બનાવવાની શરૂઆત થઈ ત્યારે દાદાસાહેબની ફિલ્મ મેકિંગ સ્ટાઈલ ચલનમાંથી ગુમ થઈ ગઈ.
📷 16 ફેબ્રુઆરી, 1944માં નાશિકમાં તેમનું નિધન થયું. દાદાસાહેબના સન્માનમાં ભારત સરકારે 1969થી ‘દાદાસાહેબ ફાળકે’ અવોર્ડ આપવાનું શરૂ કર્યું છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment