🎪 ખોડિયાર માતાજી મંદિર, ગળધરા 🎪
🎪 ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.
🎪 અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે. ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.
🎪 જુનાગઢનાં રાજા રા'નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા'નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા'નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જયારે રા'નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.
🎪 ધાર્મિક માહાત્મ્ય:- સૌરાષ્ટ્રમાં આમ તો ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ સ્થાનકો છે. જેમાંથી એક સ્થાનક ધારીથી 5 કિમી દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું મા ખોડિયારનું ગળધરા મંદિર છે. આ પૌરાણિક મંદિર છે. જેનું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે.
🎪 અહીં શેત્રુજી નદીનો ઊંડો પાણીનો ધરો છે. ભેખડોની ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે બહુ સમય પહેલાં રાક્ષસો અહીં વસવાટ કરતા હતા. તેનો સંહાર ખોડિયાર માતા અને તેમની બહેનો દ્વારા ખાંડણીમાં ખાંડીને કરવામાં આવ્યો હતો.
🎪 રાક્ષસોને સંહાર કર્યા બાદ માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો હતો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી તે ગળધરા કહેવાયું. લોકવાયકા મુજબ અહીં માતાજીનું ગળું બિરાજમાન છે. અહીં માતાના મસ્તકની પૂજા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની સંતોની ભૂમિમાં કેટલાય સંતો અને મહંતોને અહીં માતાજીએ બાળકીના સ્વરૂપમાં દર્શન દીધા છે.
🎪 ઐતિહાસિક મહત્વ:- જૂનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. નવધણ ઇ.સ. 1025માં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું હતું. કહેવાય છે, કે જ્યારે નવધણ તેની ધર્મની બહેન જાહલને સિંધમાં સુમરાએ કેદ કરી ત્યારે નવધણ અહીંથી પસાર થયો હતો અને ઘોડો લઇને આશરે 200 ફૂટ ઉપરથી નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂનાથી ઓળખાય છે. આ મંદિરનું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે.
🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:- ખોડિયાર માતાજીના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ગળધરામાં આવેલો ધરો જ અહીંનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ખોડિયાર જયંતી તેમજ બેસતું વર્ષ અને નવરાત્રીની આઠમના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. અહીં શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
🔔 આરતીનો સમય:-
👉 મંગળા આરતી 5.30 વાગ્યે.
👉 સાંજે 7.30 વાગ્યે
🙏 દર્શનનો સમય:- સવારે 6 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી.
🎪 કેવી રીતે પહોંચવું:- ધારીથી ગળધરા પાંચ કિમી, અમરેલીથી 42 કિમી અને જેતપુરથી 85 કિમી દૂર છે. અહીં જવા માટે લોકો ખાનગી વાહનોનો વધારે પ્રાધાન્ય આપે છે. નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ પડશે, જે 80 કિમી દૂર છે. રાજકોટ એરપોર્ટ 147 કિમી દૂર છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment