ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, February 13, 2019

વ્યક્તિ પરિચય - મોહમ્મદ વલીભાઈ માંકડ

📕 મોહમ્મદ માંકડ 📕
👉 જન્મ:- ૧૩, ફેબ્રુઆરી- ૧૯૨૮( સૌરાષ્ટ્ર )
👉 અભ્યાસ:- બી.એ.
👉 વ્યવસાય:- બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક
👉 ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ
👉ગુજરાત સમાચારમાં ‘ કેલિડોસ્કોપ’ નામની લોકપ્રિય કોલમ ઘણાં વર્ષો સુધી ચલાવી હતી.
👉નવલકથા:- કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે,
👉 નવલિકા સંગ્રહ :- ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં,
પ્રેરણાત્મક નિબંધો:- આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ ૧-૪); સુખ એટલે, આપણે માણસો(ભાગ ૧-૨),
👉 બાળકથાઓ:- ચંપૂકથાઓ (ભાગ ૧-૨)
👉 અનુવાદ:- મહાનગર

📕 મોહમ્મદ વલીભાઈ માંકડ (જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૮) એ જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક છે. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે.

📕 જીવન:-
👉 તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના (હવે બોટાદ જિલ્લામાં) પલિયડ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી. તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી રહ્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.

📕 સર્જન:-
👉 મોહમ્મદ માંકડે કેલિડોસ્કોપ નામની કટારમાં ગુજરાત સમાચારમાં વર્ષો સુધી લખ્યું હતું.

👉 તેમણે કાયર (૧૯૫૬), ધુમ્મસ (૧૯૬૫), અજાણ્યા બે જણ (૧૯૬૮), ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, બંધ નગર (બે ભાગ: ૧૯૮૬, ૧૯૮૭), ઝંખના (૧૯૮૭), અનુત્તર (૧૯૮૮) અને અશ્વ દોડ (૧૯૯૩) જેવી નવલકથાઓનું સર્જન કર્યું.

👉 તેમની ટૂંકી વાર્તાઓમાં માટીની મૂર્તિઓ (૧૯૫૨), મન ના મોરાદ (૧૯૬૧), વાત વાતમાં (૧૯૬૬), તપ (૧૯૭૪), ઝાકળનાં મોતી અને મોહમ્મદ માંકડની વાર્તાઓ (બે ભાગ, ૧૯૮૮) નો સમાવેશ થાય છે. આજની ક્ષણ, કેલિડોસ્કોપ ના ચાર ભાગો, સુખ એટલે (૧૯૮૪), આપણે માણસ ના બે ભાગો અને ઉજાસ (૧૯૯૦) તેમનાં નિબંધ સંગ્રહો છે. ચંપુકથાઓ ના બે ભાગમાં બાળ વાર્તાઓનો સમાવેશ થાય છે.

🏆તેમણે મહાનગરનું ભાષાંતર કરેલું. ૨૦૦૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તેમને ૧૯૬૭ અને ૧૯૯૨માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સરકાર તરફથી તેમને ૧૯૬૯, ૧૯૭૧ અને ૧૯૭૩માં પુરસ્કારો મળેલા.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.