ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, February 1, 2019

વ્યક્તિ પરિચય - મોતીભાઈ અમીન

📕 મોતીભાઈ નરસિંહભાઈ અમીન 📕
📍 જન્મની વિગત:- ૨૯ નવેમ્બર ૧૮૭૩, અલિન્દ્રા
📍 મૃત્યુની વિગત:- ૧ ફેબ્રુઆરી ૧૯૩૯, અમદાવાદ 
📍 વ્યવસાય:- શિક્ષણશાસ્ત્રી, ગ્રંથપાલ, સમાજ સેવક

📕 મોતીભાઈ નરસિંહભાઈ અમીન કે મોતીભાઈ અમીન એ ગુજરાતના ચરોતર વિસ્તારના ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા, શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક હતા.

📕 શરૂઆતનું જીવન:-
👉 મોતીભાઈ નરસિંહભાઈ અમીનનો જન્મ ૨૯ સપ્ટેમ્બર ૧૮૭૩ (કારતક સુદ દસમ વિક્રમ સંવત ૧૯૩૦)ના રોજ એમના મોસાળના ગામ માતર તાલુકાના અલિન્દ્રા ગામમાં થયો હતો. એમના માતા-પિતાનું વતન એ વખતના પેટલાદ તાલુકાનું વસો ગામ હતુ. એમના માતાનું નામ જીબા હતું અને પિતાનું નામ નરસિંહભાઈ હતું. જીબાને આંખે ઓછુ દેખાતું હતું અને કાનની થોડી બહેરાશ પણ હતી. પિતા નરસિંહભાઈ શરીરે કદાવર અને દેખાવડા હતા અને મોટી મુછો રાખતા. નરસિંહભાઈ અમીન પરિવારમાં વંશપરંપરાગત ઢબે વૈષ્ણવ ધર્મ પળાતો હતો પણ એમણે પોતે સ્વામીનારાયણ ધર્મ અંગીકાર કર્યો હતો. નરસિંહભાઈ અમીન પુત્ર મોતીભાઈ અમીનના જન્મ સુધી પેટલાદની વહીવટદારની કચેરીમાં કારકુન હતા અને મોતીભાઈના જન્મ પછી એમની બદલી વસો ગામના મેજીસ્ટ્રેટની કચેરીમાં ફોજદારી કારકુન તરીકે થયેલી. મોતીભાઈની ઉંમર સાડા-ચાર વરસની થઈ ત્યારે એમના પિતાએ હરખાબા સાથે બીજા લગ્ન કર્યા હતા. છ વરસની ઉમરે મોતીભાઈના લગ્ન રૂપાબા નામની સોજિત્રાની વતની સાત વરસની કન્યા સાથે થયા હતા. મોતીભાઈની ઉમર સાતેક વરસની આસપાસની હશે એ દરમ્યાન એમના પિતાજીનું મૃત્યુ એક લગ્નપ્રસંગ દરમ્યાન ફટાકડાના પટારો સળગવાના કારણે દાઝી જવાથી થયેલું.

👉 પોતાના લગ્ન પછી અને પિતાના મૃત્યુ પામ્યાના સમયગાળા દરમ્યાન મોતીભાઈએ પોતાનું શાળાજીવન શરૂ કરેલું. પહેલી જુન ૧૮૮૭માં વસોમાં અંગ્રેજી શાળા પણ શરૂ થઈ એટલે મોતીભાઈ પણ એમાં ભણવા જવા લાગ્યા. પહેલા વર્ષે અંગ્રેજી શાળાને કુલ ૧૫ વિદ્યાર્થીઓ મળેલા. વસોમાં એ નિશાળ હેડમાસ્તર મગનભાઈ ચતુરભાઈ અમીનના પ્રયત્નોને કારણે શરૂ થઈ હતી. "દેશી કારીગરોને ઉત્તેજન" નામના પુસ્તકથી મગનભાઈ ચતુરભાઈ અમીન ખુબજ પ્રભાવિત થયેલા હતા અને એમને કારણે મોતીભાઈ અમીન પર પણ એ પુસ્તકની ગાઢ અસર પડેલી. મોતીભાઈ અમીનના શબ્દોમાં એ પુસ્તકમાં કરવામાં આવેલી દેશી કારીગરીના નાશની સમીક્ષા "પથરા પીગળાવે એવી ચોટદાર છે.". એ પુસ્તકની અસર હેઠળ અને હેડમાસ્તર મગનભાઈની રહબરી હેઠળ મોતીભાઈએ ૧૮૮૮માં વસોમાં વિદ્યાર્થી સમાજની સ્થાપના કરી હતી. 

👉 અંગ્રેજી ચોથી ચોપડી પસાર કર્યા પછી ૧૮૮૯માં એ આગળ અભ્યાસ માટે વડોદરા ગયા. વડોદરામાં શિક્ષણ લઈ મેટ્રીકની પરીક્ષા આપવા માટે મોતીભાઈ અમદાવાદમાં રાયપુરમાં આકા શેઠની પોળમાં ગોપીલાલ ધ્રુવના ઘરની પાસે એક મહિનો રહ્યા. પ્રથમ પ્રયત્નમાં તેઓ નાપાસ થયા હતા. અમદાવાદમાં તે ગોપીલાલ ધ્રુવના દીકરી વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠના માધ્યમથી પ્રાર્થનાસભાના પરિચયમાં આવ્યા હતા. ઇ.સ. ૧૮૯૪માં ત્રીજા પ્રયત્ને એમણે મેટ્રીકની પરીક્ષા વડોદરા રાજ્યમાં પાંચમા ક્રમે પાસ કરી અને ત્યારથી એમને વડોદરા રાજ્યની ઉચ્ચ અભ્યાસ માટેની રૂ.પાંચની શિષ્યવૃત્તિ મળવા લાગી.

📕 કારકિર્દી:- 
👉 મોતીભાઈ અમીનનો મુખ્ય કાર્યકાળ ૧૯૧૧ થી ૧૯૨૨ લેખાય છે. જેમાં ૪ જાન્યુઆરી ૧૯૧૧થી ૧૯૧૩ દરમ્યાન તેઓએ વડોદરા રાજ્યના રાજ્ય પુસ્તકાલયોના સંચાલકના મદદનીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૧૩માં એમણે વસો યંગ મેન્સ અસોસીએશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ૨૫ એપ્રિલ ૧૯૧૫, રવિવાર ને દિવસે સવારે એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. જેમાં વસો મુકામે જગજીવનદાસ દામોદરદાસ શાહને આચાર્ય તરીકે નીમ્યા. એ ચરોતર એજ્યુકેશન સોસાયટી નીચે ૨ ઓગસ્ટ ૧૯૧૫થી વસો મુકામે ગુજરાતી માધ્યમની મોન્ટેસરી શાળા શરૂ કરવામાં આવી. ૧૬ અને ૧૭ એપ્રિલ ૧૯૧૬ને દિવસે ચરોતર એજ્યુકેશન સોસાયટીને પુણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટી જેવું જ વિધિવત સ્વરૂપ આપવામાં આવ્યું. ૧૫ ઓક્ટોબર ૧૯૧૭ના દિવસે એમણે ચરોતર યુવક મંડળની સ્થાપના કરી. જૂન ૧૯૧૮માં વસો કેળવણી મંડળની સ્થાપના કરી. ૧૯૨૦થી અસહકાર આંદોલને વેગ પકડતા ચરોતર એજ્યુકેશન સોસાયટીના સભ્યો પણ એમાં રસ ધરાવવા લાગ્યા જ્યારે મોતીભાઈનો મત શિક્ષણ અને રાજકારણ બન્નેને અલગ રાખવાનો હતો. એ માટે સોસાયટીને બોમ્બે યુનિવર્સીટી સાથે જોડાણ તોડીને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાણ કરવું પડે એમ હતું. બાકીના બધા સ્વયંસેવકોનો મત પોતાના કરતા અલગ લાગતા ૨૭ ફેબ્રુઆરી ૧૯૨૧ના દિવસે મોતીભાઈએ ચરોતર એજ્યુકેશન સોસાયટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું.

📕 મૃત્યુ:-
👉 ૧ ફેબ્રુઆરી ૧૯૩૯ને દિવસે અમદાવાદમાં મોતીભાઈ અમીન અવસાન પામ્યા.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.