ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, January 8, 2019

ચિત્ર પરિચય - ત્રિમંદિર - અડાલજ, ગાંધીનગર

🎪 બિન-સાંપ્રદાયિક ત્રિમંદિર અડાલજ 🎪

🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો (પૂર્વાશ્રમમાં અંબાલાલ મૂળજીભાઈ પટેલ) જન્મ વડોદરા નજીક તરસાલી ખાતે થયો હતો. નાનપણથી જ તેઓ અહિંસા, કરુણા, ઉદારભાવમાં માનતા હતા.

👉 1958માં પરમ પૂજ્ય દાદાશ્રીને સુરત રેલવે સ્ટેશને એક ટ્રેનની રાહ જોતી વેળાએ એકાએક આત્મજ્ઞાન થયું અને એક કલાકમાં જ તેમને આત્મજ્ઞાનના અહેસાસ અને શક્તિનો ખ્યાલ આવ્યો. પૂ. દાદાશ્રીએ જ દાદા ભગવાન પંથનો શુભારંભ કર્યો હતો. સીમંધર સ્વામી, કૃષ્ણ અને મહાદેવ એવા ત્રણ દેવ સ્વરૂપોનું સ્થાપન ધરાવતા ત્રિ-મંદિર એ દાદા ભગવાન પંથની વિશેષતા છે.

🎪 ઐતિહાસિક માહાત્મ્ય:- 
👉 1968માં મુંબઈ ખાતે દાદા ભગવાને સૌ પ્રથમ વખત જાહેર જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજ્યો હતો. 2 જાન્યુઆરી, 1988ના દિવસે તેમનો દેહવિલય થયો ત્યાં સુધી તેઓ ભારતભ્રમણ કરતાં રહ્યા.

👉 તેમની અંતિમવિધિમાં 60,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દાદા ભગવાન ફાઉન્ડેશનની વિભિન્ન પ્રવૃત્તિઓનું સંચાલન બાદમાં નીરુબહેન અમીન અને તેમનાં પછી દીપકભાઈ દેસાઈએ સંભાળ્યું હતું. અડાલજ સ્થિત મંદિરની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી. 1968માં મુંબઈ ખાતે દાદા ભગવાને સૌ પ્રથમ વખત જાહેર જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજ્યો હતો.
આરતીનો સમયઃ સવારે 5.30 મંગળા, રાત્રે 7.30 સંધ્યા

🙏 દર્શનનો સમયઃ-  સવારે 5.30થી રાત્રે 8.30

📷 ફોટોગ્રાફીઃ-  મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

🎪 મુખ્ય આકર્ષણોઃ-
📍 શ્રી સીમંધર સ્વામી મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, શ્રી મહાદેવજી મંદિર
ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, મહાશિવરાત્રી, પર્યૂષણ, દિવાળીના તહેવારોની ત્રિમંદિર ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે હજારો ભક્તો એકત્રિત થાય છે.
📍 રહેવા માટે ત્રિમંદિર અડાલજ ખાતે એસી અને નોન એસી રૂમની સુવિધા છે.

🚖 કેવી રીતે પહોંચવુંં:-
🚌 સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી કલોલ રોડ પર થઈને, વડોદરાથી વાયા ખેડા-અમદાવાદ થઈને અને રાજકોટથી વાયા અમદાવાદ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ અમદાવાદ (21 કિ.મી.) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. 
🚁 હવાઈ માર્ગેઃ નજીકનાં એરપોર્ટ છે અમદાવાદ (16 કિ.મી.)

🎪 નજીકના મંદિરો:-
 1). શ્રી પ્રભા હનુમાનજી મંદિર (અડાલજમાં) 
2). શ્રી અક્ષરધામ, ગાંધીનગર 18 કિમી.
3). શ્રી મહૂડી તીર્થધામ, વિજાપુર 51 કિમી.

🍲 ભોજનની સુવિધાઃ-
👉 દર્શને આવતા ભક્તો માટે અંબા ભોજનાલયમાં ટોકન દરે વિવિધ ફાસ્ટફૂડ તથા ભોજનની સુવિધા છે. 

📃 બુકિંગની સુવિધાઃ-
👉 મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનારને રૂમની સગવડ મળે છે. 

🎪 સરનામુઃ‌‌‌-
👉 શ્રી દાદા ભગવાન ત્રિમંદિર, સીમંધર સિટી, અમદાવાદ-કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર -382421

☎ ફોનઃ +91 9327010101

📺 વેબસાઈટઃ http://www.trimandir.org

📧 ઈમેઈલઃ  trimandir.adalaj@dadabhagwan.org

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.