📕 પંજાબ કેસરી લાલા લાજપત રાય 📕
📕 લાલા લાજપત રાય (પંજાબી: ਲਾਲਾ ਲਾਜਪਤ ਰਾਏ, ઉર્દૂ: لالا لجپت راے; હિંદી: लाला लाजपत राय) (જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮) ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના પ્રમુખ નેતા હતા. ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.
📕 જીવન વૃત્તાંત:-
👉 લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો. એમણે કેટલાક સમય સુધી હરિયાણા રાજ્યમાં આવેલાં રોહતક અને હિસાર શહેરોમાં વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ દેશની આઝાદી માટેની ચળવળમાં સામેલ થઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉગ્ર દળના અગ્રિમ હરોળના નેતા બન્યા હતા. બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલની સાથે એમને લાલ-બાલ-પાલના નામ વડે ઓળખાવા લાગ્યા હતા. આ નેતાઓએ સૌથી પહેલાં ભારત દેશની સંપૂર્ણ સ્વાતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. એમણે સ્વામી દયાનન્દ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યો હતો. લાલા હંસરાજ સાથે દયાનન્દ એંગ્લો વૈદિક વિદ્યાલયો (ડીએવી)ના પ્રસાર કાર્યમાં ભાગ લીધો તથા અનેક સ્થાનો પર દુષ્કાળના સમયમાં શિબિર ઉભી કરીને લોકોની સેવા પણ કરી હતી.
📕 લાલ,બાલ અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નવયુવાનોના હ્રદયમાં આદરરણીય સ્થાન ધરાવતા લાલા લજપતરાયનો જન્મ 28/1/1865 ના રોજ થયો હતો.મિડલ સ્કૂલની પરીક્ષા કરી, કૉલેજમાં શિષ્યવૃતિ પ ણ મેળવી અને વકીલાત શરૂ કરી. પૂનામાં ફાટી નીકળેલા ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથ ને દુ:ખી ભાઇભાંડુઓને સક્રીય મદદ કરવા માટે લાલાજીએ દિન-રાત એક કરીને આપણી સમક્ષ એક અનન્ય અને પ્રેરક દ્દષ્ટાંત રજૂ કર્યું. ઇંગ્લેન્ડ જઇ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક્ક પર ઠેરઠેર વ્યાખ્યાનો આપી લોકમત જાગૃત કર્યો. તેમણે ‘પંજાબી મુખપત્ર દ્વારા અંગ્રેજોના વલણો અંગે સખત ઝાટકણી કાઢી.તેમણે ‘ગોરીબાલ્ડી’, ’છત્રપતિ શિવાજી’, ’શ્રદ્ધાનંદજી’, ’શ્રી કૃષ્ણ’ એમ કુલ ચાર પુસ્તકો લખ્યા. ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાંસુધી મોખરે રહ્યાં.
📕 ત્રીસમી ઓક્ટોબર ૧૯૨૮માં એમણે લાહોરમાં સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો, જે દરમિયાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમયે એમણે કહ્યું, "મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે" અને આમ જ થયું. તેમના મૃત્યુના ૨૦ વરસમાં જ બ્રિટિશ સામ્રાજ્યનો અંત થયો. સત્તરમી નવેમ્બર ૧૯૨૮ના રોજ આ ગંભીર જખમોને કારણે એમનું અવસાન થયું હતું.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment