🎁 ભુજની આન, બાન, શાન પ્રાગ મહેલ 🎁
🎁 પ્રાગ મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલિમાં કરવામાં આવી હતી. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા. આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું. મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો[૨] અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું . સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં.
🎁 ભૂજના પ્રાગ મહેલને પ્રથમ નજરે જોતાં તે ભારતના પશ્ચિમ ભાગનું ન લાગતા, ફ્રાંસનો હોય તેવો વધુ લાગે છે. આ મહેલ રાજા પ્રાગમલજીએ ઇ.સ.1860માં તૈયાર કરાવ્યો હતો. તેની ડીઝાઇન કર્નલ હેન્રી સેઇટ વિલ્કિન્સે ઇટાલીની ગોથિક શૈલીમાં તૈયાર કરી હતી. મહેલમાં બહુ થોડા તત્વો ભારતીય લાગે છે, તેમ છતાં શોધશો તો તમને ભારતીયતા જરૂર નજરે ચડશે. મહેલ પર 45 મીટર ઊંચા ઘંટ સુધી જવા માટેની સીડીઓની રચના અદભુત છે. ભૂકંપમાં આ મહેલને ખૂબ નુકસાન થયું હતું. રીનોવેશન બાદ હાલ મહેલના અમુક ભાગને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો છે. પ્રાગ મહેલની બાજુમાં જ આયના મહેલ આવેલો છે. આ આયના મહેલ 18મી સદીના મધ્ય ભાગમાં લખપતજીના દબદબાભર્યા શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. ભૂકંપમાં આ મહેલને પણ નુકસાન થયું હતું.
🎁 નગારાખાના દ્વારા દરબાર ગઢમાં પ્રવેશ કરીએં તો જમણી બાજુ પ્રથમ જૂનો રાજગઢ આવે. તેના સામે નવો પ્રાગ મહેલ અને મોલાત દેખાય છે. તે રાવ પ્રાગમલજીએ (૧૮૬૦-૧૮૭પ) બંધાવ્યો છે. રાવ પ્રાગમલજીને બાંધકામનો ખૂબ જ શોખ હતો. તેમના પંદર વર્ષના શાસનમાં તેમણે તે શોખને પૂરો કર્યો હતો. છેક ઇટાલીથી કારીગરો બોલાવીને, તે સમયે વીસ લાખ રૂપિયા ખર્ચીને, પ્રાગમહેલનું સર્જન કર્યુ હતું.
🎁 આવો આધુનિક મહેલ ભારતમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. તેના સામે ઉભો તો પ્રથમ ઉંચું ટાવર દેખાય છે. આવું ભવ્ય ટાવર સમગ્ર ભારતમાં જોવા નથી મળતું. તેના મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાય છે. (હાલે બંધ છે) તેની નીચેના દ્વારમાંથી થઇ પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી થઇ તેના દરબાર હોલમાં પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી તઇ તેના દરબાર હોલમાં પ્રવેશો છો. વિશાળ દરબાર હોલ તરત જ આગંતુકનું મન હરી લે છે. તેમાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીરો, તેનું કોતરકામ, ગેલેરી, જાણે જોયા જ કરીએં. આ હોલ છોડવાનું મન જ ન થાય.
🎁 ત્યાંથી આગળ વધીએં તો ટાવર બાજુ જવાય. ત્યાં ટાવરની ઘડિયાળની મશિનરી જોવા મળે. ટાવરના છેક ઉપલા માળે પહોંચી ઘુમ્મટ નીચે ઉભી જોઇએં તો સમગ્ર ભુજ અને આસપાસનો વિસ્તાર જોવા મળે. સામે હિલોળા લેતું તળાવ, ભુજીયો, એરપોર્ટ, સુરલભીટ્ટ વગેરેના દર્શન થાય છે અને મન ગદગદીત તઇ જાય છે. તેનું બાંધકામ તો જાણે નીરખ્યા જ કરીએં છીએં. તેની આસપાસ જુદા જુદા ખંડો છે જેમાં હવે સરકારી ઓફિસો તથા બેંક બેસે છે.
🎁 દરબાર ગઢમાં આ ઉપરાંત સામે રાણીવાસ છે. ત્યાંના પણ આસપાસવાળા ઓરડાઓ જોવા જેવા છે. તે પણ અનેક રાજકીય બનાવોની સાક્ષી પૂરે છે. દરબાર ગઢ આસપાસ ગઢ છે. તેના વિવિધ ખૂણે દરવાજાઓ છે. પાળેશ્વર તરફ જે દરવાજો છે તેને ‘‘ખૂની દરવાજો‘‘ કહે છે. રાજવીના કુટુંબના સભ્યનું મૃત્યુ થાય તો તેનું શબ ત્યાંથી બહાર નીકળતું. (નગારાખાનામાંથી બહાર નીકળી ન કશે તે રિવાજને કારણે) સોનીવાડ પસે જે દરવાજો છે ત્યાંથી નવરાત્રી સમયે આશાપુરા માટેની ઝાલર નીકળતી. પ્રાગમહેલ પાછળ મલ્લો માટેનું મેદાન તથા સ્નાનાગાર આવેલ છે. તેના મનવિલાસ ચોકમાં દરબાર ભરાતો તથા દિવાળીમાં દારુખાનું ફોડવામાં આવતું.
🎁 વિશેષતાઓ:-
👉 મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે.
👉 દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે.
👉 કોરીન્થીયન થાંભલા.
👉 યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ.
👉 મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે.
👉 ચલચિત્રોમાં હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે.
🎁 આજની સ્થિતિ:-
👉 ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું. ૨૦૦૬માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં. આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે. આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment