💽 જન્મદિવસ: મેરે દેશ કી ધરતીથી...લોકોના દિલમાં વસી ગયાં મહેન્દ્ર કપૂર 💽
💽 મહેન્દ્ર કપૂર ગાયક જન્મ 9 જાન્યુઆરી 1934ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ બાળપણથી જ સંગીત સાથે જોડાયેલા હતા. બી.આર સોપડા દ્વારા બનાવેલ મહાભારતના ટાઈટલ ગીતથી ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. તેમણે અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમનો આજે જન્મદિવસ છે. મહેન્દ્ર કપૂરે તેમના સિંગિગ કરિયરમાં ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો, તેમજ ઘણાં હિટ ગીતો આપ્યા, પણ તેમને સૌથી મોટી સિદ્ધિ દેશભક્તિના ગીતો ગાઇને મળી હતી.
💽 વાત 50માં દશકની છે, અમૃતસરમાં જન્મેલો છોકરો મુંબઈ પહોંચ્યો. તેનુ સ્વપ્ન ફિલ્મોમાં ગીતો ગાવાનું હતું, મોડેલ મોહમ્મદ રફી હતા. મુંબઈ પહોંચ્યા બાદ આ છોકરાએ પણ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી. રેડિયોએ નવા કલાકારોની શોધમાં સ્પર્ધા ગોઠવી અને મહેન્દ્ર કપૂર એ હરીફાઈ જીત્યાં. જે બાદ તેમને સી. રામચંદ્રના મ્યુઝિક ડાયરેક્શનમાં ફિલ્મ 'નવરંગ'માં ગીત ગાવાની તક મળી, પછી શું?, તે ગીત પણ એકદમ હિટ થઇ ગયુ. જે ગીત હતું, આધા હે ચંદ્રમા રાત આધી... આ ગીત બાદ મહેન્દ્રની ગાડી પાટા પર આવી ગઇ.
💽 પહેલાં મહેન્દ્ર કપૂરે શાસ્ત્રીય સંગીતની શિક્ષા પંડિત હુસલાલ, પંડિત જગન્નાથ, ઉસ્તાદ નિયાજ અહમદ ખા, ઉસ્તાદ રહમાન ખા અને પંડિત તુલસીદાસ શર્મા પાસેથી લીધી હતી. મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું..., મનોજ કુમારની સાથે દેશભક્તિના ગીતો ગાયા, મહેન્દ્ર કપૂરના અવાજ દરેક ગીતને પોતાનો અવાજ આપ્યો હતો.
💽 ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના એ સમયમાં અભિનેતાઓ માટે મહેન્દ્ર કપૂરે પ્લેબેક સિંગિગ કર્યુ. 1972માં તેમને પદ્મશ્રીથી સમ્માનિત પણ કરવામાં આવ્યા. 27 સપ્ટેમ્બરે, 2008 એ હાર્ટએટેક આવવાથી તેમનું નિધન થયું. મહેન્દ્ર કપૂર ખુબ જ સંવેદનશીલ અને વિનમ્ર માણસની રીતે આપણી યાદમાં છે. જે વિનમ્રતા તેમના ચહેરાથી જ છલકાતી હતી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment