⚾ બેટ્સમેન રાહુલ દ્રવિડ ⚾
⚾ રાહુલ દ્રવિડનો જન્મ 11-1-1973માં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. તે વર્તમાન ભારતીય ટીમનો કેપ્ટન છે. તેમના પિતાનુ નામ શરદ દ્રવિડ અને માતાનુ નામ પુષ્પા દ્રવિડ છે. તેમની પત્નિનું નામ વિજેતા પેન્ધારકર છે. તેમના ભાઇનું નામ વિજય દ્રવિડ છે. રાહુલ દ્રવિડના પુત્રનુ નામ સમીત છે. તેને "ધ-વોલ" ના ઉપનામથી ઓળખાય છે. તે જમણા હાથનો ખેલાડી છે.
⚾ દ્રવિડે 107 ટેસ્ટ મેચ અને 306 વન-ડે મેચ રમ્યા છે. તેઓ ટેસ્ટ મેચમાં 57.33 ની સરેરાશથી 9174 રન બનાવ્યાં છે. અને વન-ડે શ્રેણીમાં 40.05ની સરેરાશની મદદ સાથે 9973 રન બનાવ્યાં છે.
⚾ ટેસ્ટ મેચમાં 23 સદીઓ અને 46 અર્ધસદીઓ ફટકારીઓ છે. જ્યારે વન-ડે મેચમાં 12 સદીઓ અને 76 અર્ધસદીઓ ફટકારી છે. તેમને ટેસ્ટમાં સર્વાધિક 270 રન બનાવ્યા છે અને વન-ડે શ્રેણીમાં 153 સર્વાધિક રન બનાવ્યા છે.
⚾ ભારતીય ક્રિકેટની દીવાલ કહેવાતા રાહુલ દ્રવિડને રમતો જોવાનું દર્શકો પસંદ કરતા હતા. પોતાના શાંત સ્વભાર અને અંદાજને કારણે દ્રવિડ બધાની પસંદગીનો ખેલાડી રહ્યો હતો. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દ્રવિડ સાથે જોડાયેલી એક ખાસ જાણકારી શેર કરી છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દ્રવિડ એકમાત્ર એવો બેટ્સમેન છે, જેણે 30 હજારથી વધુ બોલ રમ્યા છે.
⚾ ક્રિકેટની દુનિયાના સૌથી સોલિડ ટેસ્ટ ખેલાડીઓમાંથી એક અને ભારતની 'દિવાર' મનાતા રાહુલ દ્રવિડને આસીસીએ મોટું સન્માન આપ્યું છે. રાહુલ દ્રવિડને આઈસીસીએ 'હોલ ઓફ ફેમ'માં સામેલ કર્યાં છે. તે આ સન્માન મેળવનાર ભારતના માત્ર પાંચમાં ખેલાડી છે.
⚾ 1996માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વન-ડે મેચમાં દસ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. રાહુલને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડના નામે ઘણા બધા વિશ્વ વિક્રમ છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment