🏢 વિવેકાનંદ રૉક મેમોરિયલ 🏢
🏢 વિવેકાનંદ રોક મેમોરિયલ અથવા વિવેકાનંદ શિલા એ ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી ખાતે મુખ્ય ભુમિથી ૪૦૦ મીટર દૂર હિંદ મહાસાગરમાં આવેલું સ્મારક છે. ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં સન ૧૮૯૨ માં આ સ્થાને (શિલા પર) સતત ત્રણ દિવસ સાધના કરીને જ્ઞાનપ્રાપ્તિ કરી હતી. આ શિલાને પુરાણ કાળથી પવિત્ર માનવામાં આવે છે અને તેનું પૌરાણિક નામ શ્રીપદ પારાઈ છે જેનો અર્થ કુંવારી દેવીના ચરણ એમ થાય છે. અહીં વિવેકાનંદ રૉક મેમોરિયલ કમીટી દ્વારા ઇસવી સન ૧૯૭૦ એટલે કે સ્વામી વિવેકાનંદના આગમન પછી આશરે પોણી સદી પછી તેમની યાદમાં અહીં ભવ્યાતિભવ્ય એવું સ્મારક બનાવવામાં આવ્યું છે. સ્મારક મુખ્યત્વે બે ભાગમાં વહેંચયેલું છે. એક -વિવેકાનંદ મંડપમ્ અને બીજું- શ્રીપદ મંડપમ્.આ ધ્યાન મંડપની બાંધણીમાં સમગ્ર ભારતની સ્થાપત્યશૈલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્થળે કોઈપણ વ્યક્તિ ધ્યાન,સાધના કરી શકે છે. આ સ્થળે પહોંચવા માટે નજીવા દરે ફેરી સેવા(બોટ સર્વિસ)ની વ્યવસ્થા છે. આ સાથે સ્માર્કાની નીચેના ભાગમાં એક પુસ્ત્કાલય છે જેમાં રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદ સાહિત્ય ઉપલબ્ધ છે.
🏢 હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરના સંગમ સ્થળે આવેલું આ સ્થાનક દુરથી પણ ખુબ જ નયનરમ્ય છે. ભારતીય આધ્યાત્મિકતા, ધર્મ અને દર્શનનું આખી દુનિયામાં પ્રચાર-પ્રસાર કરનારા સ્વામી વિવેકાનંદની જ્ઞાનની સાધના ખૂબ ઉંડી રહી છે. એવું માનવામાં આવે છે કે ઇ.સ 1892માં વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા અને સમુદ્રની વચ્ચે એક પહાડ સુધી તરીને ગયા અને ઘ્યાનની મુદ્રામાં રાત પસાર કરી. આ નિર્જન સ્થાન પર સાધના બાદ તેને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગ દર્શન પ્રાપ્ત થયું હતું. આવો જોઇએ શુ રહસ્ય છે આ પહાડનું અને હવે ત્યાં શુ છે.
🏢 વિવેકાનંદ રૉક મેમોરિયલ તમિલનાડુના કન્યાકુમારીમાં વાવાથુરઇમાં સ્થિત પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. એવું કહેવામાં આવે છે કે 1893માં વિશ્વ ધર્મ સભામાં સામેલ થતા પહેલા વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા હતા. એક દિવસ તે તરીને આ વિશાળ શિલા પર પહોંચી ગયા. આ નિર્જન સ્થાન પર સાધના બાદ તેને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગ દર્શન પ્રાપ્ત થયું હતું.
🏢 વિવેકાનંદના તે અનુભવનો લાભ આખા વિશ્વને થયો કારણકે તેને થોડાક સમય બાદ જ તે શિકાગો સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. 1893માં આ સંમેલનમાં ભાગ લઇને તેમને ભારતનું નામ રોશન કર્યું હતું.સ્વામી વિવેકાનંદના સંદેશને સાકાર રૂપ આપવા માટે જ 1970માં તે વિશાળ પહાજ પર એક ભવ્ય સ્મૃતિ ભવનનનું નિર્માણ કરવામાં આવ્યું. ભારત જ નહીં આખી દુનિયાથી પ્રવાસીઓ સમુદ્રની લહેરોથી ઘેરાયેલી વિરાસતને જોવા દૂર દૂરથી લોકો આવે છે.
🏢 લાલ રંગના પથ્થરથી નિર્મિત સ્મારક પર 70 ફૂટ ઉંચો ઘુમ્મટ છે જે સમુદ્રની અંદર દૂરથી દેખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે તે ખૂબ સુંદર દેખાય છે.ભવનની અંદર ચાર ફૂટથી ઉંચા પ્લેટફોર્મ પર પરિવ્રાજક સંત સ્વામી વિવેકાનંદની પ્રભાવશાળી મૂર્તિ છે. આ મૂર્તિ કાંસાની બનેલી છે. જેની ઉંચાઇ સાડા આઠ ફૂટ છે. આ મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે તેમા સ્વામીજીનું વ્યક્તિવ્ય એકદમ સજીવ પ્રતીત થાય છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment