ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, January 25, 2019

ચિત્ર પરિચય - લાલ કિલ્લો

🎁 લાલ કિલ્લો 🎁 
🎁 આગ્રાનો કિલ્લો પણ "લાલ કિલ્લા" તરીકે ઓળખાય છે. લાલ કિલ્લો (હિન્દી: लाल क़िला), ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં આવેલો છે. જેનો ૨૦૦૭માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો (UNESCO World Heritage Site) માં સમાવેશ કરાયેલ છે.  જૂની દિલ્હીમાં સ્થિત, લાલ કિલ્લો યમુના નદીનાં કિનારે આવેલા એક ભવ્ય માળખા તરીકે બનેલો છે. લાલ કિલ્લા તરીકે સામાન્ય રીતે જાણીતો લાલ કિલ્લો, મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવ્યો હતો. શાહજહાં એ તેની રાજધાની આગરા માંથી શાહજહાંબાદમાં બદલી, જે દિલ્હીનું સાતમું શહેર છે, અને આ કિલ્લાનો અહીં તે મહેલ તરીકે ઉપયોગ કરતો હતો. 

🎁 ઈતિહાસ:- 
👉 લાલ કિલ્લો અને 'શાહજહાંનાબાદ' શહેર, સને ૧૬૩૯ માં,શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ. લાલ કિલ્લો મૂળ તો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા 'સલિમગઢ કિલ્લા'ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ. મધ્યકાલિન શહેર શાહજહાંનાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમહેલ હતું. લાલકિલ્લાનું આયોજન અને 'સૌંદર્ય શાસ્ત્ર' (aesthetics) મુઘલ રચનાત્મક્તાનાં શીરોબિંદુ સમાન છે,કે જે શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન પ્રબળ હતી. શાહજહાંને આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કે વિકાસ કરાયા છે. 

👉 વિકાસનો મહત્વપૂર્ણ તબક્કો ઔરંગઝેબ અને તેના પછીના શાસકોના સમયમાં આવેલો. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી, બ્રિટિશ શાસનનાં સમયમાં, આ આખી જગ્યાની રચનામાં મહત્વના ભૌતિક ફેરફારો કરવામાં આવેલ. સ્વતંત્રતા પછી,આ સ્થળે બહુ ઓછા માળખાગત ફેરફારો કરવામા આવેલ છે. બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો, આઝાદી પછી પણ, છેક ઇ.સ. ૨૦૦૩ સુધી, આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો.

👉 લાલ કિલ્લો એ મુઘલ સમ્રાટનો, નવા પાટનગર શાહજહાનાબાદ સ્થિત, મહેલ હતો. શાહજહાનાબાદ દિલ્હી વિસ્તારનું સાતમું શહેર થયું. તેમણે પોતાના રાજ્યને ભવ્યતા પ્રદાન કરવા અને પોતાના હીત અને ભવ્ય ઇમારતોના નિર્માણનાં સ્વપ્નોને સાકાર કરવાની પર્યાપ્ત તક પ્રાપ્ત કરવા માટે પોતાનું પાટનગર આગ્રાથી અહીં ફેરવ્યું.

👉 આ કિલ્લો યમુના નદીનાં કિનારે સ્થીત છે, જે મોટાભાગની દિવાલોની ચારો તરફ ખાઇથી ઘેરાયેલો છે.તેની ઉત્તર-પૂર્વ તરફની દિવાલ જુના કિલ્લા, સલીમગઢ કિલ્લા, સાથે સંલગ્ન છે, જે સને ૧૫૪૬ માં ઇસ્લામ શાહ સૂરી દ્વારા રક્ષણ હેતુ ચણવામાં આવેલ. લાલ કિલ્લાનું બાંધકામ સને ૧૬૩૮ માં શરૂ થયું અને સને ૧૬૪૮ માં સંપન્ન થયું.

👉 માર્ચ ૧૧, ૧૭૮૩ નાં રોજ, થોડા શીખોએ કિલ્લામાં પ્રવેશ કરી અને 'દિવાને આમ' નો કબ્જો કરેલ. વાસ્તવમાં શીખોના સહયોગમાં મુઘલ વજીરે શહેરનું સમર્પણ કર્યું હતું. આ ઘટનાને 'કરોર સિંઘીયા મિસ્લ' નાં સરદાર ભાગલસિંઘ ધાલિવાલની સરદારી હેઠળ સંપન્ન કરવામાં આવેલ.

👉 બહાદુર શાહ ઝફર, છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ. મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો, ૧૮૫૭ માં, અંગ્રેજો સામેનાં સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા પછી, બહાદુર શાહ ઝફરે આ કિલ્લો ૧૭ સપ્ટેમ્બરનાં છોડી દીધો. તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે આવ્યા. ઝફર પર જાન્યુઆરી ૨૭ ૧૮૫૮માં મુકદમો ચાલ્યો અને ઓક્ટોબર ૭નાં તેમને દેશનિકાલની સજા કરાઇ.

👉 ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭, ભારત સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા, લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આજ દિન સુધી, આ દિવસે,ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે.

👉 "લાહોર ગેટ, દિવાન-એ-આમ (જાહેર પ્રેક્ષકોનો હૉલ), હયાત બક્ષ બાગ (જીવન-આપતો બગીચો), નહર-એ-બેહિશ્ત (સ્વર્ગનો પ્રવાહ), દિવાન-એ-ખાસ (ખાનગી પ્રેક્ષકોનો હૉલ), મુમતાઝ મહલ, રંગ મહલ (રંગોનો મહલ), મોતી મસ્જિદ (મોતીની મસ્જિદ), નક્કર ખાના અને ઘણા અન્ય મુખ્ય માળખાઓ જે લાલ કિલ્લાની રચના કરે છે તે જોવા જેવા છે. લાલ કિલ્લો જૂની દિલ્હીનું સૌથી લોકપ્રિય અને સૌથી મોટું સ્મારક છે. આ કિલ્લાનું એક મુખ્ય આકર્ષણ છે ધ્વનિ અને પ્રકાશ શો જે મુઘલ ઇતિહાસ પ્રદર્શિત કરે છે. "

👉 લાલ કિલ્લો પ્રાચીન દીલ્હીમાં આવેલ એક પ્રમુખ પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે, દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. આજ સ્થળેથી ભારતના વડા પ્રધાન ૧૫મી ઓગસ્ટ ભારતીય સ્વાતંત્ર્ય દિવસે દેશને સંબોધે છે. આ પ્રાચીન દીલ્હી નું સૌથી મોટું સ્મારક છે.

👉 એક સમયે, દીલ્હીના કિલ્લાની અંદર ૩૦૦૦ થી વધુ લોકો રહેતાં હતાં. પણ ૧૮૫૭ના રાષ્ટ્રીય ઉત્થાન પછી, આ કિલ્લા પર બ્રિટીશ રાજ નો તાબો થયો અને તેની અંદરના રહેણાંકને ધ્વસ્ત કરી દેવાયા. તેને બ્રિટીશ ભારત સેનાનું મુખ્યાલય બનાવવામાં આવ્યું. રાષ્ટ્રીય ઉત્થાનના તુરંત બાદ, બહાદૂર શાહ ઝફર પર આ કિલ્લામાં મુકદમો ચલાવવામાં આવ્યો. અહીં જ નવેંબર ૧૯૪૫ના ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ અધિકારીને બરતરફી (કોર્ટ માર્શલ) યોજાઈ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યાં બાદ ભારતીય સેના એ આ કિલ્લાનો તાબો લીધો. ડિસેમ્બર ૨૦૦૩માં ભારતીય સેના એ આ કિલ્લા પરનો કબ્જો છોડી તેને ભારતીય પ્રવાસ વિભાગને સોંપી દીધી.

👉 આ વર્ષે બાંધવામાં આવ્યું: 1648
👉 આમના દ્વારા બાંધવામાં આવ્યું: શાહજહાં
👉 બાંધકામ સામગ્રી: લાલ રેતિયા પથ્થર અને માર્બલ
👉 નજીકનું એરપોર્ટ: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ

🎁 છબીઓ:‌-

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.