ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, December 19, 2018

વ્યક્તિ પરિચય - મોહનલાલ દવે

📙 મોહનલાલ દવે 📙
📘 મોહનલાલ પાર્વતીશંકર દવે (૨૦-૪-૧૮૮૩) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન.

📚 એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે. ‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.
“ હું સાક્ષર નથી; ધંધાદારી લેખક છું. પૈસા આપો તો સારૂં લખી દઉં.” – કદાચ… બહુ ઓછા આર્થિક રીતે સફળ ગુજરાતી લેખકોમાંના એક! — મૂળ લેખ ( ‘ઇન્હેં ન ભુલાના’માં )

📍 જન્મ:-
૧૮૮૩, લીલિયા મોટા,જિ. અમરેલી

📍 અવસાન:-
૨૦, ડિસેમ્બર – ૧૯૬૯

📍 કુંંટુંબ:-
પિતા– ગોપાળજી
( લગ્ન – ૧૯૦૬); સંતાન – બે પુત્રી, એક પુત્ર

📍 શિક્ષણ:-
ગુજરાતી સાત ચોપડી

📍 વ્યવસાય:-
શરૂઆતમાં વતનમાં શિક્ષકની અને પરચુરણ નોકરીઓ. પછી આખું જીવન મૂંગી ફિલ્મોની વાર્તા/ પટકથા લખવામાં.

📍 તેમના વિશે વિશેષ:-
👉 શરૂઆતમાં મહિને સાત રૂપિયાના પગારે શિક્ષક.
👉 નસીબ અજમાવવા ખિસ્સામાં પાંચ રૂપિયાની મુડી લઈને મુંબાઈ પ્રયાણ. શરૂઆત લોજમાં પિરસણિયા તરીકે. ત્યાં એક વેપારીને છાપું કડકડાટ વાંચી સંભળાવતાં તેમને ત્યાં નોકરીએ.
👉 ૧૯૦૫ – મહિને દસ રૂપિયાના પગારે કરાંચી જતી સ્ટીમર પર.
👉 ૧૯૦૬ – કંઠમાળનો રોગ લાગુ પડતાં દેશ પાછા આવ્યા. અનેક દવાઓ લીધી અને ઓપરેશન પણ કરાવ્યું પણ કશો ફરક ન પડતાં નર્મદા કિનારે ૐકારેશ્વર ગયા; અને ત્યાં રોગ દૂર થયો.
👉 ૧૯૦૭ – ઇલેક્ટ્રિકના ધંધામાં નોકરીએ,સાથે સાથે જાહેરખબરો લખવાનું કામ.
👉 નવી શરૂ થયેલી મૂંગી ફિલ્મોનાં ટાઈટલ બનાવવાના કામથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ. સોરાબજી શેઠ સાથે ૫૦ % ભાગીદારીમાં ધંધો.
👉 ૧૯૧૧ –માણેકજી શેઠના ઇમ્પિરિયલ સિનેમાની જાહેરાત તેમણે લખી હતી.
👉 મહિને ૭૦૦/- રૂપિયાની, એ જમાનામાં મબલખ આવકે પહોંચી ગયા!
👉 ૧૯૧૬-૧૭ પાટણકર ફ્રેન્ડ્સ એન્ડ કમ્પનીમાં ‘કિંગ શ્રીયાલ’ અને ‘રામ વનવાસ’ ફિલ્મોના વાર્તા-સંવાદો લખ્યા. આમાં નવા પ્રયોગો કરવાને કારણે પટકથા લેખક તરીકે પ્રતિષ્ઠીત.
👉 ૧૯૧૯ – કબીર કમાલ; ૧૯૨૦ –કચ દેવયાની બહુ સફળ ફિલ્મો નિવડી.
કોહિનૂર ફિલ્મ કમ્પનીમાં મહિને બે વાર્તાઓ લખી આપવાનો કોન્ટ્રાક્ટ;સાથે ઇમ્પિરિયલ ફિલ્મ કમ્પનીમાં વાર્ષિક ૩૦,૦૦૦ ના મહેનતાણાથી વાર્તા લખવાનો કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ છ વર્ષ ચાલ્યો.
👉 લેખનમાંથી ઘણું કમાયા અને સાંતાક્રુઝમાં ‘ભાસ્કર ભુવન’ નામનો બંગલો બનાવ્યો; અને ઝવેરી બજારમાં દુકાન પણ કરી.
👉 ૧૯૧૮-૧૯૩૩ – ૧૫૦થી વધારે (કદાચ ૩૦૦) મુંગી ફિલ્મોમાં પટકથા અને સંવાદો લખ્યા હતા.
👉 બોલતી ફિલ્મો શરૂ થયા પછી પણ એ સિલસિલો ચાલુ રહ્યો – ઇમ્પિરિયલ, જયન્ત પિક્ચર્સ, સનરાઈઝ ફિલ્મ વિ.માં.
👉 સાન્તા ક્રુઝની આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલની સ્થાપનામાં નોંધપાત્ર પ્રદાન.
👉 વતનમાં પણ હાઈસ્કૂલ, પુસ્તકાલય, પાઠશાળા અને મદિર બનાવડાવ્યાં હતાં.
👉 પાછલી જિંદગીમાં આંતરડાનું કેન્સર અને પછી પડી જવાને કારણે પગમાં ફ્રેક્ચર.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.