ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, December 19, 2018

ચિત્ર પરિચય - અક્ષરદેરી, ગોંડલ

🎪 અક્ષરદેરી 🎪

🎪 વસંત પંચમી એટલે શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતી પણ સાથે આ વર્ષે એટલેકે મહા સુદ પાચમ, સવંત ૨૦૭૩ના રોજ ગોંડલ અક્ષરદેરીનું ૧૫૦મુ વર્ષ શરું થવા જઈ રહ્યું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરદેરી વિષેની થોડી વાતો આપણે જાણીશું તથા તેનો મહિમા સમજવાનો પ્રયાસ કરીશું.
10724916_328827810629027_1089882518_n
ગુણાતીતાનંદ સ્વામી
🎪 અક્ષરદેરી એટલે જ ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ અને ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામીનારાયણ ભગવાનની ઓળખાણ સામાન્ય માણસ સુધી પહોચાડનાર. તેમના ધામમાં જવાની અંતિમ રાતનો પ્રસંગ જાણવું તો તે કઈ આ પ્રમાણે છે. તે દિવસે સ્વામીશ્રી એ કહ્યું “આજે તો સવારે ગુવારફળીનું શાક ખાધું, અને વળી બે વખત જમ્યા તેમાં વાયુ થઇ ગયો છે.” પછી સંતોએ શેક કરી આપ્યો તથા ગરમ ઔષધી અજમો, જાવંત્રી વગેરે આપ્યા પછી સ્વામીએ કહ્યું હવે મને ઠીક છે તમે લોકો જઈને આરામ કરો. બધા સંતોના ચાલ્યા જવા પછી સ્વામીજી મહારાજની બેઠકની પ્રદક્ષિણા કરવા લાગ્યા અને પછી થાંભલાને ઓથીકણ આપી સ્વસ્તિક આસનની મુદ્રામાં ધ્યાન કરવા લાગ્યા. સવંત ૧૯૨૩ની આસો સુદ ૧૩ની રાત્રીના પોણા વાગ્યે સ્વામીશ્રીએ સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને પોતાની દેહલીલા સંકેલી લોધી.

🎪 બીજા દિવસે ગોંડલમાં, આગ જેમ સમાચાર પ્રસરી ગયા, પછી ગોંડલ નરેશ સંગ્રામસિંહજીના આદેશથી વિમાન આકારની પાલખીમાં બેસાડીને સ્વનીશ્રીના અંતિમ સંસ્કાર ગોંડલની ગોંડલી નદીના કિનારે કરવામાં આવ્યા. ત્યાર બાદ થોડા દિવસ પછી ૨૮ નવેમ્બર, ૧૮૬૭થી ગોંડલના મહારાણી મોંઘીબા અને ગણોંંદના મહારાજા અભયસિંહ દરબારની દેખરેખ નીચે અક્ષરદેરી બનાવાનું કામ શરુ થયું. ૨૯ જાન્યુઆરી,૧૮૬૮ના દિવસે કામ પૂર્ણ થયું. અક્ષરદેરીના માળખાની પ્રેરણા ગોંડલમાં આવેલ નવલખા પેલેસના ઝરૂખામાંથી લેવામાં આવી છે. પછી વસંતપંચમીના દિવસે જૂનાગઢના બાલમુકુન્દ સ્વામીએ સ્વામીનારાયણના પવિત્ર પગલાની સ્થાપના કરી સાથે મોંઘીબા દ્વારા અક્ષર અને પુરુષોત્તમની છબી મુકવામાં આવી.

400px-palais_naulakha_balcon
નવલખા પેલેસનો ઝરુખો, ગોંડલ
🎪 કહેવાય છે કે દેવપોઢી એકાદશીના દિવસે નારાયણદાસ નામના હારી ભગતને ગુણાતિતાનંદ સ્વામીએ સપનામાં આવીને કહ્યું કે અક્ષરદેરીએ ત્રણ શિખર બદ્ધ મંદિર બનાવો. ત્યાર બાદ મંદિર બનાવવા માટે જમીન મેળવવાનો શીલશીલો શરુ થયો. જમીન લેવા સંબંધી કાર્યવાહી હરિભાઈ અમીન કરી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું: “ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ બે લાખ રૂપિયામાં તે જમીન આપવાનું કબૂલ કર્યું છે.” આ સાંભળી હસતાં હસતાં શાસ્ત્રીજી મહારાજ કહેઃ “એટલી રકમ ન હોય!” હરિભાઈ કહેઃ “સ્વામી! કેટલી રકમ વ્યાજબી કહેવાય?” ; “પચીસ હજાર.” શાસ્ત્રીજી મહારાજ બોલ્યા. હરિભાઈ તો આ સાંભળી સ્તબ્ધ બની ગયા. પરંતુ વિશેષ આશ્ચર્ય તો તેઓને ત્યારે થયું જ્યારે ગોંડલ મહારાજાએ દોઢ લાખ રૂપિયાની કિંમતે નૂરમહંમદ શેઠને વેચેલી આ જમીન, તે વેચાણખત રદ કરીને પચીસ હજાર રૂપિયાની મામૂલી રકમમાં વેચવાનું નક્કી કર્યું. પરંતુ શર્ત એટલી રાખી કે મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ, અક્ષરદેરીની ઉપર મંદિર બનવું જોઈએ અને ઓછામાં ઓછો ૧૦ લાખ ખર્ચ થવો જોઈએ. રાજ્યના હિતમાં એક દોકડાનું પણ નુકસાન સહન ન કરનાર મહારાજાએ આટલી સામાન્ય રકમમાં અક્ષરદેરીની જમીન આપી તે શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા છે.
🎪 ૧૮ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મહારાજની હાજરીમાં અક્ષર મંદિરનું ભૂમિ પૂજન કર્યું. અક્ષરસ્વરૂપદાસ સ્વામીની દેખરેખ તથા  સ્વામી જ્ઞાનજીવનદાસ અને બીજા સંતો સ્વયંસેવકોની મદદ થી મંદિરનું કામ શરુ થયું. ૨૪ મે, ૧૯૩૪માં મંદિરમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે અક્ષરપુરુષોત્તમની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી તથા જ્ઞાનજીવનદાસ સ્વામીને મહંત તરીકે નીમવામાં આવ્યા.
456px-akshar_mandir_old
તે સમયનું અક્ષર મંદિર
🎪 અક્ષરદેરી પૂજ્ય સંતોનું પ્રિય સ્થળ પણ રહ્યું છે, યોગીજી મહારાજનું પ્રિય સ્થળ ગોંડલ હતું. તેમના પર લખાયેલ કીર્તન જે મારું પ્રિય કીર્તન છે,
એની જ્યોતિ જગ મગ થાય, એની જ્યોતિ જગ મગ થાય યોગી દેરીય ખેલે;

ગાણા ગુણાતીત કેરા ગવાય, ગાણા ગુણાતીત કેરા ગવાય યોગી દેરીય ખેલે.
🎪 યોગીજી મહારાજની સ્મુતી માટે ત્યાં યોગી સ્મુતી ગૃહ પણ બનાવામાં આવ્યું. ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ પ્રમુખ સ્વામીને શાસ્રીજી મહારાજની હાજરીમાં દીક્ષા આપવામાં આવી. એજ રીતે યોગીજી બાપાએ અક્ષરદેરીની પ્રદક્ષિણા કરતી વખતે મહંત સ્વામી અને ડોક્ટર સ્વામીને સાધુ બનાવાની વાત કરી હતી.
🎪 એક વખત ગોંડલમાં યોગી બાપને સાપ કરડ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજને અક્ષરદેરી પર અપાર શ્રધ્ધા એટલે તેમને કહ્યું કે યોગીને દેરીમાં લઈ જાવ અને આપણે ધૂન કરીએ. આ વાતની જાણ ભગવતસિંહજી ને થતા તેમણે સંદેશો મોકલ્યોકે અમે હમણા ડોક્ટરને બોલવાની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે શાસ્ત્રીજી મહારાજે ના પાડતા કહ્યું અક્ષરદેરી બધાનું ભલું કરશે. શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસને લીધે ૧૨ કલાકમાં તે ઝેરી સાપનું ઝેર ઉતારી ગયું અને યોગીજી મહારાજ સ્વસ્થ થયા.

🎪 આગળ જતા અક્ષરદેરીનું માળખું(આકાર) જ BAPS (બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) નો સિમ્બોલ બન્યો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.