🎪 સાંદીપની આશ્રમ, પોરબંદર 🎪
🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 સાંદીપની આશ્રમમાં પ્રવેશ કરો એટલે કોઈ ઋષિમુનીના આશ્રમની અંદર આવી ગયા હોય તેવું લાગે. કાને પડતો વૈદિક મંત્રોચારનો નાદ અલૌકિક અનુભૂતિ કરાવે છે. અહીં શ્રીહરિ મંદિર બનાવવાનું ભાઈશ્રીનું સ્વપ્ન 13 વર્ષ બાદ પૂર્ણ થયું હતું. સૌરાષ્ટ્રના યુનિક મંદિરમાં તેની ગણના થાય છે. અહીંના મંદિરની મૂર્તિ જયપુરથી મંગાવવામાં આવી હતી.અહીંના શ્રીહરિ મંદિરની સૌરાષ્ટ્રના યુનિક મંદિરમાં ગણના થાય છે.
🎪 નિર્માણ:-
👉 ઋષિમુનિઓ જે રીતે પ્રાચીન સમયમાં શિષ્યોની ભણાવતા હતા, તે રીતે શિક્ષણ પીરસવાનો ભાઈશ્રીનો પ્રસ્તાવ ગુજરાત સરકારને ખૂબ ગમ્યો અને આ માટે 1991માં ગુજરાત સરકારે પોરબંદર પાસે આ વિદ્યાનિકેતની સ્થાપના માટે 85 એકર જમીન ટ્રસ્ટને ફાળવી. 1992ના ફેબ્રુઆરી મહિનાથી આ આશ્રમ કાર્યરત છે. અહીંના શ્રીહરિ મંદિરનું ખાતમુહૂર્ત 13 મે, 1998માં થયું હતું અને આ મંદિરના નિર્માણકાર્યમાં 7 વર્ષ લાગ્યાં હતાં. મંદિરમાંં સ્થાપિત મૂર્તિને જયપુરમાંથી મંગાવવામાં આવી હતી. સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, ભગવાન શિવ, શ્રી હનુમાન, શ્રી ગણેશ અને દુર્ગાની મૂર્તિઓ છે.
🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:-
👉 આ મંદિરમાં શ્રીરાધા-કૃષ્ણ, સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, ભગવાન શિવ, શ્રી હનુમાન, શ્રી ગણેશ અને દુર્ગાની મૂર્તિઓ છે. મંદિરની દીવાલ ઉપર ભગવાન વિષ્ણુના દશાવતારને બતાવવામાં આવ્યા છે. મંદિરમાં પાટોત્સવ, હોલી, મહાશિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિ, અને દીપાવલી સહિતનાં પર્વોની ધામધૂમથી ઉજવણી કરાય છે.
🔔 આરતીનો સમય:-
📍 મંગલા આરતી: 7.30
📍 દર્શન-: 7.30થી 10.30
📍 રાજભોગ: 10.30થી 11.00
📍 રાજભોગ આરતી અને દર્શન : 11.15થી 1.00
📍 અનવસર ( દર્શન બંધ) : 1.00થી 4.30
📍 સંધ્યા દર્શન : 4.30થી 6.30
📍 શયન ભોગ : 6.30થી 7.00
📍 શયન આરતી : 7.00
📍 દર્શન બંધ : 8.00
🙏 દર્શનનો સમય:-
📍 સવારે: 7.00થી 11.00,
📍 સવારે: 11:20થી 12.00,
📍 સાંજે: 4.00થી 8.00
🚌 કેવી રીતે પહોંચવું:-
👉 આ આશ્રમ પોરબંદર સિટીથી 8 કિમીના અંતરે આવેલો છે, જે એરપોર્ટની સામે છે. જૂનાગઢથી પોરબંદર 105 કિમી અને રાજકોટથી 180 કિમી છે.
🎪 નજીકનાં મંદિરો:-
કીર્તિ મંદિર, સુદામા મંદિર, હરસિદ્ધિ મંદિર છે. આ સિવાય દ્વારકા (105 કિમી), સોમનાથ (125 કિમી)
🎪 સાંદીપની આશ્રમમાં રહેવાની વિશાળ વ્યવસ્થા છે. અહીં આતિથ્ય અને વિશ્રાંતિ એમ બે ગેસ્ટહાઉસ આવેલા છે. જેમાં વિશ્રાંતિ એ 8 એપાર્ટમેન્ટનું કોમ્પ્લેક્ષ છે. આતિથ્યમાં 16 રૂમ છે એક રૂમની ક્ષમતા પાંચ વ્યક્તિની છે. અહીં જમવાની પણ વ્યવસ્થા છે.
📃 સરનામું:-
👉 સાંદીપની વિદ્યાનિકેતન, મહર્ષિ સાંદીપની માર્ગ, એરપોર્ટ સામે, પોરબંદર-360 578
☎ ફોન નંબર:- 909 996 6253
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment