ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, December 10, 2018

વ્યક્તિ પરિચય - વિશ્વનાથન આનંદ

🏁 ભારતની શાન – વિશ્વનાથન આનંદ 🏁

🏁 ઈતિહાસ:-
👉 વિશ્વનાથનએ પહેલી વખત ૧૯૮૭માં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતો. ૧૯૮૮માં તે ભારતનો પ્રથમ ગ્રાન્ડમાસ્તર બન્યો(આજ વર્ષે એને પદ્મશ્રીનો ખિતાબ પણ મળ્યો ત્યારે તે માત્ર ૧૮ વર્ષનો હતો). પછી ૧૯૯૬થી જ વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયરમાં હતો અને ૨૦૦૦માં તેને પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ જીતી ત્યારથી ૨૦૦૮ સુધી સતત વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયર તરીકે રહ્યો જે ઘણા ગર્વની વાત છે.

🏆 ચેસમાં દાયકાઓ સુધી ભારતનો ત્રિરંગો ફરકાવનારા પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો જન્મ વર્ષ 1969 ની 11 મી ડિસેમ્બરે થયો હતો. આનંદે લાંબા સમયથી ચાલતી રશિયન ખેલાડીઓની મોનોપોલી તોડી હતી .

🏆 ચેસમાં પાંચ વાર વિશ્વ ચેમ્પિયન બનનાર આનંદનો જન્મ વર્ષ ૧૯૬૯માં આજના દિવસે થયો હતો . એક દાયકા કરતાં વધુ સમય ચેસના તમામ ફોર્મેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખનાર આનંદ પદ્મવિભૂષણ મેળવનાર પહેલો ખેલાડી બન્યો હતો .

👉 છેલ્લા ૧૦ વર્ષથી આ માણસે હમેશા ભારતનું નામ ચેસ જગતમાં ઉપર રાખ્યું છે અને આખી દુનિયામાં એના જેવું RAPID CHESS કોઈ રમી શકતું નથી પણ છતાં એને જેટલું માન મળવું જોઈએ તેટલું માન મળતું નથી. આ સમયગાળામાં તેને નીચે બતાવ્યા પ્રમાણે ચાર (૪) વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે:

📍 FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૦૦
📍 વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૦૭ (આ વર્ષે પદ્મવિભૂષણનો ખિતાબ મળ્યો)
📍 વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૦૮
📍 વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૧૦

👉 આનંદે ૨૦૦૦માં પહેલી વાર વલ્ર્ડ ચૅમ્પિયશિપ જીતી હતી. ત્યાર બાદ ૨૦૦૨માં તે ટાઇટલ જાળવી નહોતો શક્યો, પણ ૨૦૦૭માં ફરી વિશ્વવિજેતા બની ગયો હતો અને ૨૦૦૮, ૨૦૧૦ અને હવે ૨૦૧૨ એમ સળંગ ચોથી વાર તેના વિશ્વવિજેતાપદને મળેલા પડકારને સફળતાપૂર્વક પાર કર્યો હતો.

👉 ચેસનો ઑસ્કર પણ પાંચ વાર જીત્યો છે. રશિયાના એક ચેસ મૅગેઝિન દ્વારા દુનિયાભરના ચેસના લેખકો, પત્રકારો અને આલોચકોમાં મત મેળવીને વર્ષના બેસ્ટ ચેસ ખેલાડીને અપાતો ચેસ ઑસ્કર પણ આનંદ  ૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૩, ૨૦૦૪ અને ૨૦૦૮ એમ પાંચ-પાંચ વાર જીત્યો છે.

👉 વડા પ્રધાન મનમોહન સિંહે આનંદને તેની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે આ મહાન સિદ્ધિ સાથે તેણે દેશને ગૌરવ અપાવ્યું છે અને ભવિષ્યમાં વધુ ને વધુ સિદ્ધિ મળે એવી આશા રાખું છું. સોનિયા ગાંધીએ પણ આનંદની સળંગ ચાર વાર વિશ્વવિજેતા બનવાની સિદ્ધિને અદ્વિતીય ગણાવીને અભિનંદન આપ્યાં હતાં.

🏁  ૧૮ વર્ષની ઉંમરે પદ્મશ્રી:-
👉 ભારતીય ચેસજગતમાં આનંદનો ખૂબ જ ઝડપી ઉદય થયો છે. ૧૯૮૩માં ૧૪ વર્ષની ઉંમરે જ નૅશનલ સબ-જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ જીતીને આનંદે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ૧૯૮૪માં પંદર વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ માસ્ટર ટાઇટલ જીતનારો સૌથી યુવા ભારતીય બની ગયો હતો. ૧૬ વર્ષની ઉંમરે નૅશનલ ચેસ ચૅમ્પિયન પણ બન્યો હતો અને વધુ બે વખત એ ચૅમ્પિયનશિપ તેણે જીતી હતી. ૧૯૮૭માં વલ્ર્ડ જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ જીતનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો. ૧૯૮૮માં અઢાર વર્ષની ઉંમરે ભારતનો પહેલો ગ્રૅન્ડમાસ્ટર બની ગયો હતો. ૧૮ વર્ષની ઉંમરે કેન્દ્ર સરકારે તેને પદ્મશ્રીનો ખિતાબ પણ આપ્યો હતો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.