અમૃતસર – સુવર્ણમંદિર
🎪 અમૃતસર એ ભારતના પંજાબ રાજ્યનું એક શહેર છે. જ્યાં શીખોનું સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સુવર્ણ મંદિર આવેલું છે. અમૃતસરને ‘સીફતી દા ઘર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ચારે દિશાઓમાં દરવાજાઓ આવેલા છે. જે દર્શાવે છે કે તમામ દિશાઓમાંથી આવતા વિવિધ ધર્મના લોકો અહીં શાંતિ, પ્રાર્થના કે ધ્યાન વગેરે માટે આવી શકે છે. શીખોના ચોથા ગુરૂ ‘ગુરૂ રામ દાસ’ ૧૫૭૭માં આ સરોવર ખોદાવડાવ્યું, ત્યારબાદ તે અમૃતસર તરીકે ઓળખાવા લાગ્યું. મંદિરની પરિસરમાં ત્રણ પવિત્ર ઝાડ છે, જે સાથે કોઈક ઐતિહાસિક ઘટના કે ગુરુઓ જોડાયેલા છે. અહીં આવનાર પ્રવાસીઓને મંદિર તરફ સન્માનના ચિહ્ન રૂપે માથું ઢાંકીને રાખવું પડે છે. તેમજ જૂતા, ચંપલ, મોઝાં ઉતારીને ખુલ્લા પગે જ મંદિરમાં પ્રવેશ કરવા મળે છે. પ્રવેશતા પહેલા નાના ઝરણામાં પગ ધોઈને અંદર પ્રવેશવું પડે છે. દિવાળીના દિવસે મંદિરને દિવડાથી સુશોભિત કરવામાં આવે છે. અને ત્યાં ફટાકડાની આતશબાજી પણ કરાય છે.
🎪 શીખો પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક વખત તો આ મંદિરની યાત્રા અવશ્ય કરે છે.
🎪 વિશ્વના સૌથી મોટા ભોજનાલય કહેવાતા સુવર્ણમંદિરના આ લંગરની અજાણી વાતો..
🎪 પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણમંદિર ખાતે આવેલા લંગર(અન્નક્ષેત્ર) જેવું બીજે ક્યાંય જોવા નહીં મળે. કેમકે અહીં જાતિ, ધર્મ, લિંગ, અને ધર્મથી ઉપર ઉઠીને સર્વધર્મ સમભાવનુંં એક અનોખું દ્રષ્ટાંત જોવા મળે છે.
🎪 સને પંદરમી સદી માં સંતશ્રી ગુરુનાનકજી એ સમાજમાંથી ઉંચનીચ ના ભેદભાવ અને સર્વધર્મ સમભાવના ઉદેશ્યથી આ લંગરની સ્થાપના કરી હતી. અહીં અમીર-ગરીબ, સ્ત્રી-પુરુષ, બાળકો-બુઝુર્ગો બધા ભેગા સૌ સાથે મળી એક સાથે એક સરખુજ ભોજન જમે છે, જે દ્રશ્ય નિહાળવું ખરેખર નયનરમ્ય છે, ત્યાં સાચેજ માનવતાની મેહક જોવા મળે છે.
🎪 મંદિરના પદાધિકારીઓના જણાવ્યા મુજબ અહીં રોજ 60000 થી 75000 હજાર શ્રદ્ધાળુઓ રોજિંદા દર્શનાર્થે આવે છે જે મંદિરનું પવિત્ર ભોજન પણ આરોગે છે. તહેવારમાં આ સંખ્યા દોઢ થી બે લાખને પાર કરી જાય છે. અહીં જમવામાં શાકાહારી ભોજનમાં દાલ, રોટી, રાઈસ, એક સબ્જી, અને મીઠાઈ માં ખીર આપવામાં આવે છે. અહીં પ્રતિદિન 50 કવીંટલ ઘઉંનો લોટ, 18 કવીંટલ દાલ, 14 કવીંટલ ચોખા ,10 કવીંટલ શાકભાજી અને 11 કવીંટલ દૂધનો રોજના ધોરણે ઉપયોગ કરવામાં આવે છે.
🎪 વિશ્વના સૌથી મોટા સામુહિક કિચન પૈકી એક ગુરુ રામદાસજી લંગર ભવન ખરેખર ખુબજ અદભુત છે. આ લંગર ચોવીસ કલાક યાત્રાળુ અને શ્રદ્ધાળુઓ માટે મફત અને પૌષ્ટિક ભોજન પુરુ પાડવા માટે ધમધમતા હોય છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી(SGPC) ના નેજા હેઠળ ચાલતા આ લંગરમાં આઠ જેટલા વિશાળ વિદેશથી આયાત કરાયેલા અત્યાધુનિક રોટી મેકર મશીન લાખો ની સંખ્યા માં રોટલીઓ તૈયાર કરી શકે છે.
🎪 અહીં બધાજ શ્રદ્ધાળુઓને બેસાડીને જ જમવાનું પીરસવામાં આવે છે, મંદિર પ્રસાશનના જણાવ્યા અનુસાર અહીં 3 લાખ જેટલી સ્ટીલની થાળી-વાડકીઓ ઉપલબ્ધ છે અને ગમે એટલી ભીડને પહોંચી વળવા સક્ષમ છે.
🎪 સૌથી અગત્યની વાત અહીં સુવર્ણમંદિર ખાતે એજોવા મળે છે કે અહીં ના સેવાદારો માં માત્ર 20% જ કર્મચારીઓ રોજિંદા પગારથી છે, બાકી અહીંના હજારો શ્રધ્ધાળુઓ જ જાતે એમના ગુરુના સેવાદારો બની જાય છે અને રોજની હજારોની મેદનીને પહોંચી વળે છે જે ખરેખર અદભુત છે, એક વડીલના જણાવ્યા અનુસાર શીખ ધર્મમાં ધર્મનો ત્રીજો સ્થંભ સેવાનો છે માટે અહીં હજારો લોકો સેવા આપી પાવન થાય છે..
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment