📕 જર્મન તત્વજ્ઞાની અને ક્રાંતિકારી વિચારક : કાર્લ માર્કસ 📕

📕 તેમના ઉગ્ર વિચારોને કારણે વિવિધ દેશોની સરકારે તેમને તડીપાર કર્યા હતા. છેવટે તેઓ ઈંગ્લેન્ડ જઈને વસ્યા અને આખી જિંદગી ત્યાં જ પસાર કરી. અહીં તેમને ફ્રેડ્રીક એન્જલ મળ્યાં, જે પછી આજીવન તેમના મિત્ર બની રહ્યા. કમ્યુનિસ્ટ મેનિફિસ્ટોના સહ-લેખક એન્જલ પણ હતા.આર્થિક ધોરણે સમાજના બે ભાગ ન પડવા જોઈએ એ સીધી-સાદી માર્ક્સે સમજાવવા પ્રયાસ કર્યો પણ દુનિયા તેને અપનાવી શકી નથી. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે ધનસંપતિનો ઉપહાસ કરી, માતાપિતાની આશા ઉપર પાણી ફેરવી દીધેલું. પી.એચ.ડી.થવા છતાં આક્રમક વિચારધારાને કારણે તેમને પ્રાધ્યાપક પદ ન મળ્યું. બહુમુખી પ્રતિભા ધરાવતા માર્કસ ક્રાંતિકારી વિચારોને લીધે પત્રકારત્વના ક્ષેત્રેમાં પડ્યાં અને જોતજોતામાં ક્રાંતિકારીઓના આગેવાન બની ગયા. પરિણામે જર્મનીથી ભાગી તેને પેરિસ જવું પડ્યું, ત્યારે બ્રસેલ્સ જઇ તેણે જગવિખ્યાત ‘સામ્યવાદી જાહેરાતનામું’ બહાર પાડયું. તેમનો જીવનના મહાકાર્ય સમો ‘કેપિટલ’ ગ્રંથ વિશ્વમાંના મહાન ગ્રંથોમાંનો એક ગણાય છે.
📕 મજૂરોને માન આપો:-
👉 મજૂરો નહીં હોય તો ઉદ્યોગો અને ઉદ્યોગોના રસ્તે દેશનો અને પછી દુનિયાનો વિકાસ નહીં થાય એ વાત માર્ક્સે સમજાવી હતી. એટલે કે મજૂરોને માન આપતા માર્ક્સે શીખવ્યું. જે રીતે ડાર્વિને પ્રાણીમાંથી મનુષ્યના સર્જનનો સિદ્ધાંત આપ્યો એ રીતે માર્ક્સે માનવ ઈતિહાસની ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો હતો.જર્મન અખબારમાં પત્રકારત્વ કરી ચૂકેલા માર્કસ મુખ્યત્વે તેમના બે ગ્રંથો 'દાસ કેપિટલ' અને 'ધ કમ્યુનિસ્ટ મેનિફિસ્ટો' માટે જાણીતા છે. એ સિવાય તેમના ઘણા લખાણો છે જે અભ્યાસુઓને આકર્ષતા રહે છે. ૨૫ વર્ષની પાકટ જુવાનીએ તેઓ સમાજવાદી બન્યા હતા. માર્ક્સની વિચારધારા મૂળભૂત રીતે આખો સમાજ એક સમાન હોવો જોઈએ એવી હતી. એ વિચારધારાને અલગ અલગ સ્થળોએ સમાજવાદ અને સામ્યવાદ એવા બે નામ મળ્યાં. બન્નેના પાયામાં સમાનતાનો જ સિદ્ધાંત રહેલો છે.
📕 ભારત વિશેના ૩૩ લેખ:-
👉 કાર્લ માર્ક્સે ૧૮૫૩થી ૧૮૫૮ વચ્ચે 'ધ ન્યુયોર્ક ટ્રિબ્યુન' નામના અખબારમાં ભારત વિશે ૩૩ લેખ લખ્યા હતા. એમાંથી સૌથી વધુ નોંધપાત્ર લેખ ૧૮૫૭ની ક્રાંતિ પછી લખાયેલો 'ધ ફ્યુચર રિઝલ્ટ ઓફ બ્રિટિશ રૃલ ઈન ઈન્ડિયા' ગણાય છે. તેમણે ભારત વિશે લખ્યું હતુ કે સમાજ અનેક વર્ગમાં વહેંચાયેલો છે, જેનાથી પરદેશી શાસકો માટે રાજ કરવું સરળ થઈ પડે છે. તેમણે કહેલું એક વાક્ય 'ધર્મ એ સૌથી મોટું અફીણ છે', એ ભારતના કિસ્સામાં સૌથી વધુ સાચું પણ પડે છે.
📕 અવસાન:-
👉 જન્મે જર્મન કાર્લ મૃત્યુ પામ્યા ત્યારે સ્ટેટલેસ એટલે કે કોઈ પણ દેશની નાગરિકતા ધરાવતા ન હતા. છેલ્લા ઘણા વર્ષો બીમાર રહીને ૬૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. ત્યાં સુધીમાં તેમના વિચારો ઘણા ફેલાયા હતા છતાં પણ તેમને દફન કરવા માટે ગણીને પંદર જણા જ આવ્યા હતા! અલબત્ત, છેલ્લી બે સદીના સૌથી મહાન વિચારકોમાં તેમની ગણતરી થાય છે અને તેમના કામમાંથી દુનિયાના અનેક વિદ્વાનો પ્રેરણા લેતા રહે છે. સામ્યવાદના મૂળ સ્થાપક અને વિશ્વ સમક્ષ પોતાની વિચારધારાનો પ્રભાવ મૂકી જનાર વિરલ વ્યક્તિઓમાંના એક કાર્લ માર્કસ હતા. તેઓ ખરેખર આર્ષદ્રષ્ટા હતા અને પચાસ વર્ષ પછીની દુનિયા કેવી હશે અને જનજીવન કેવો વળાંક લેશે એની ઊંડી સૂઝ સમજ તેઓ ધરાવતા હતા. પરંતુ કદરહીન લોકસમુદાયે કાર્લ માર્કસની ઉપેક્ષા કરે. 17/3/1883 ના રોજ જગતના એ મહાન ક્રાંતિકારી પોતાના સિદ્ધાંતોને ખાતર કઠોર ગરીબી અને યાતનાભરી જિંદગી ગુજારી અવસાન પામ્યા. તેમના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓની સંખ્યા એટલી બધી વધી ગઇ કે કાર્લ માર્કસ ‘સામ્યવાદના જનક’ તરીકે પૂજાયા.
નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment