ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, March 18, 2019

વ્યક્તિ પરિચય - જીવતરામ ભગવાનદાસ કૃપલાની

📕 આચાર્ય જે.બી.કૃપલાની 📕

📕 જીવતરામ ભગવાનદાસ કૃપલાની પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર્યસંગ્રામી અને ગાંધીજીના અનુયાયી હતા. 

📕 બાળપણ:-
👉 જે. બી. કૃપલાનીનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૮માં હૈદરાબાદના સિંધમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેમના પિતા સરકારી નોકરી કરતાં હતા. તેમના આઠ બાળકમાં કૃપલાની છટ્ઠા ક્રમે હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ સિંધની સ્થાનિક શાળામાં થયું.

📕 શિક્ષણ:-
👉 જે. બી. કૃપલાનીએ વિલ્સન કૉલેજ, મુંબઈ, ડી. જે. કૉલેજ, કરાંચી અને ફર્ગ્યુસન કૉલેજ પુણેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓએ વ્યક્ત કરેલ બંગભંગ આંદોલન પ્રત્યેની સહાનુભૂતિ માટે તેમને વિલ્સન કોલેજમાંથી બરતરફ કરાયા હતા. તેમને સિંઘ કોલેજમાંથી પણ આચાર્યએ કરેલા હિન્દી ભાષા પરના અઘટિત શબ્દોના ઉચ્ચારના વિરૂદ્ધમાં કરેલ હડતાળ માટે કાઢી મૂકવામાં આવ્યા હતા. ૧૯૧૨માં તેઓ એમ.એ. પૂર્ણ કર્યા પછી સરકારી કૉલેજ, મુઝફ્ફરપુર (બિહાર) માં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૧૭માં તેમણે ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીને મદદ કરી હતી. ઇ.સ. ૧૯૧૯-૨૦ના સમયગાળામાં તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. અસહકાર આંદોલનની શરૂઆતમાં શરૂઆતમાં તેઓ ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય બન્યા (૧૯૨૩) અને ત્યાં ૧૯૨૭ સુધી કાર્ય કર્યું. જ્યાં તેઓએ આચાર્ય કૃપલાની તરીકેની પ્રસિદ્ધિ મેળવી.

📕 લગ્નજીવન:-
👉 તેમના શરૂઆતના વર્ષમાં તેઓ એક જહાલવાદી નેતા તરીકે જાણીતા હતા. ૧૯૩૬માં તેમના લગ્ન એસ. એન. મજૂમદારની પુત્રી પ્રધ્યાપિકા સુચેતા સાથે થયા. તેમના પત્ની જીવનપર્યંત કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહ્યા. તે સમય દરમિયાન તેમણે વિવિધ હોદ્દાઓ સાંભળ્યા. તેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. તેમની આત્મકથા માય ટાઈમ તેમના અવસાનના ૨૨ વર્ષ પછી ૨૦૦૪માં પ્રકાશિત થઈ.

📕 આઝાદીમાં ભૂમિકા:-
👉 ગુજરાત વિદ્યાપીઠનું આચાર્યપદ છોડયા બાદ તેમણે મેરઠમાં આશ્રમ સ્થાપ્યો અને જેમાં ખાદી અને ગ્રામોદ્ધારનું કાર્ય ચલાવ્યું હતું. આ આશ્રમથી ૭૦૦ ઉત્પાદન કેન્દ્રો ૨૦,૦૦૦ ગામડામાં ક્રાંતિકારી લોકોને કામે લગાડ્યા હતા.

📕 રાષ્ટ્રીય આંદોલન દરમ્યાન તેઓ અવારનવાર જેલમાં પણ ગયા, કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ ઠરાવ કર્યાના બીજા જ દિવસે ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ પ્રમુખ નેતાઓ સાથે ધરપકડ થઈ હતી. તેઓ ઇ.સ ૧૯૩૪ થી ૧૯૪૫ સુધી કોંગેસના મહામંત્રી પદે રહ્યા અને ત્યારબાદ ડિસેમ્બર ૧૯૪૬થી નવેમ્બર ૧૯૪૭ સુધી પ્રમુખપદ પણ સંભાળ્યું હતું. મહામંત્રીના પદે રહી તેમણે અલ્હાબાદને પ્રવૃતિ કેન્દ્ર બનાવ્યું અને ત્યાં તેઓ કોંગ્રેસના બર્નાર્ડ શો નામે જાણીતા થયા.

📕 સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી:-
👉 કૃપલાની હિન્દીના ભાગલા વિષે કહે છે કે, “આપણા દૂરભાગ્યે આજે તેઓ(ગાંધીજી)જો કે નીતિઓ ઘડી આપી શકે છે. પરંતુ તેનો અમલ મુખ્યત્વે બીજાઓએ કરવાનો છે અને તેઓ એમના વિચારના હોતા નથી. આવા દુ:ખદ સંજોગોમાં મે હિંદના ભાગલાને ટેકો આપ્યો છે.” તેમણે જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સાથે મતભેદ થતાં કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને ઇ.સ. ૧૯૦૫માં કિસાન મજદૂર પ્રજા પક્ષની સ્થાપના કરી જે પાછળથી ઇ.સ.૧૯૫૩માં પ્રજા સમાજવાદી પક્ષમાં ભળી ગયો. ભારતની આઝાદી પછી કૃપલાનીએ સરકારની સમીક્ષા અને ટીકા કરી હતી. તેમને લોકશાહી માટે અનહદ લાગણી હતી.

📕 સાહિત્યિક કાર્યો:-
👉 તેમણે ‘ભારતવર્ષ કી વિભૂતિયાં’ પુસ્તકની રચના કરી હતી અને 'વિજિલ' નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું. તેમણે લખેલા પુસ્તકો ‘નોન વાયોલેન્ટ રિવોલ્યુશન’ , ‘ધ ગાંધિયન વે’ , ‘ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ , ‘ધ ફેટફૂલ ઇયર્સ’ , ‘ ધ પોલિટિક્સ ઓફ ચરખા’ , ‘ધ ફ્યુચર ઓફ ચરખા’ , ‘ધ ફ્યુચર ઓફ ધ ચરખા’ , ‘ધ ગાંધીયન ક્રિકિટ’ વગેરે છે.

📕 અવસાન:-
👉 ૧૯ માર્ચ ૧૯૮૨ના રોજ અમદાવાદ ખાતે કૃપલાનીનું અવસાન થયું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.