📼 કવિ અને ગાયક પ્રદીપ 📼
👉 મિત્રો રાષ્ટ્રીય પ્રેમ, સામાજિક તેમ જ ધાર્મિક ચેતના ફેલાવનાર મહાન ગીતકાર કવિ પ્રદીપનો જન્મ તા.૬ ફેબ્રુઆરી ૧૯૧૫ ના રોજ મધ્યપ્રદેશના બડનગરમાં થયો હતો. બચપણ અત્યંત ગરીબાઈમાં પસાર થયું અનેક મુશ્કેલીઓના સામનો કરવો પડ્યો હતો. પંડિત પ્રદીપજીનું મૂળ નામ રામચંદ્ર દ્રિવેદી હતું. ગરીબાઈને કારણે પૂરતું શિક્ષણ પણ મેળવી શક્યા ન હતા. મા સરસ્વતીની દર્દભરી યાચના કરી અને તેમની પ્રાર્થના કદાચ દેવી સરસ્વતી સાંભળીને તેઓ એક સારા ગીતકાર થયા. તેમણે પોતાની પ્રથમ ફિલ્મ ‘ કંગન’ માં સંગીતકાર તરીકે કામગીરી કરી. ત્યારપછી ‘ બંધન’, ‘ ચલ ચલ રે ચલ નૌજવાન … ગીતની રચના કરી. જે આજેય લોકપ્રિય છે. ‘ ઝૂલાં . , ‘ નયા સંસાર’, ‘ અનશન’ અને પુન:મિલન’ ફિલ્મના ગીત પ્રદીપજીએ લખ્યા હતા.
👉 કવિ પ્રદીપજી ઈ.સ.૧૯૪૩માં ‘ કિસ્મત’ ફિલ્મમાં પોતાની કલમ વડે આઝાદીના લડવૈયાઓને નવું જોમ પૂરું પાડ્યું હતું. ‘ આજ હિમાલય કિ ચોટી સે ફિર હમને લલકારા હૈ….’આ ફિલ્મ કલકત્તામાં સાડા ત્રણ વર્ષ સળંગ ચાલી હતી. ઈ.સ.૧૯૫૪માં ‘ નાસ્તિક ‘ ફિલ્મમાં ‘ દેખ તેરે સંસાર કિ હાલત ક્યા હોઈ ભગવાન…’ ની ધૂન પ્રદીપ્જીએ જાતે કરી મહાત્મા ગાંધીના મહિમા આધારિત તેમણે “ દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ…”
👉તેમાં તેમણે ગાંધીજીના અહિંસક ચરિત્રને રજૂ કર્યું છે. ઈ.સ. ૧૯૬૨માં ભરત ચીન યુધ્ધના સમયે જવાનોને પ્રોત્સાહન આપવા તેમણે “ એ મેરે વતન કે લોગો….” જેને લતાજીએ પોતાના અનેરા કાંઠે સજાવ્યું છે. મહાન ગીતકાર અને ચારિત્ર્યવાન રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક ચેતનાનો સંચાર કરનાર પ્રદીપજીને ઈ.સ. ૧૯૬૧માં સંગીત નાટ્ય અકાદમીના શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર એનાયત થયો હતો. પ્રદીપજીના જીવનની દુ:ખોએ તેમની કલમને ત્રીવ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
👉 અય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની… દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન… હમ લાયે હૈં તુફન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે… દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટે રાહી ચલ અકેલા… પિંજરે કે પંછી રે તેરા દરદ ના જાને કોઈ… આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિંદુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદેમાતરમ વંદેમાતરમ…
👉 આ આપણાં અતિ પ્રિય અને અમર ગીતો છે. આ તમામને જોડતી કડી છે, કવિ પ્રદીપ. આ ગીતોના રચયિતા. એમનો જન્મ અને ઉછેર ભલે મધ્યપ્રદેશમાં થયો, પણ તેમના પૂવર્જો ગુજરાતી હતા. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર પાસેના ગામે તેઓ રહેતા. કવિ પ્રદીપનું મૂળ નામ રામચંદ્ર અને અટક દ્વિવેદી હતી, પણ એમના પૂર્વજોની અટક દવે હતી. દ્વિવેદી અટક પાછળથી થઈ. ગુજરાતમાં પ્લેગનો રોગચાળો ફટી નીકળ્યો એટલે કવિ પ્રદીપના વડદાદા ગુજરાત છોડીને ઉજ્જૈન પાસે બાડનગર ગામે સ્થાયી થઈ ગયેલા.
👉 યુવાન પ્રદીપે લખનૌ યુનિવર્સિટીમાંથી ભણતર પૂરું કર્યું એ અરસામાં રવિશંકર રાવળ સાથે એમનો પરિચય થયો હતો. રવિશંકર રાવળને ગુજરાત કળાગુરુ તરીકે ઓળખે છે. પ્રદીપ સાહિત્યપ્રેમી હતા, જાણીતા કવિઓને સાંભળવા મુશાયરાઓમાં જતા. ખુદ કવિતાઓ પણ લખતા. રવિશંકર રાવળ સાથે પ્રદીપની દોસ્તી એટલી પાક્કી થઈ ગઈ કે રવિશંકરે એમને પોતાની સાથે અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. પ્રદીપ પાસે આમેય તે વખતે કોઈ કામ નહોતું એટલે તેઓ અમદાવાદ આવવા તરત તૈયાર થઈ ગયા.
👉 થોડા દિવસો પછી રવિશંકર રાવળને મુંબઈ જવાનું થયું. એમણે પ્રદીપને કહ્યું: તું પણ મારી સાથે ચાલ. રવિશંકર રાવળનો પુત્ર નરેન્દ્ર મુંબઈમાં રહેતો હતો. બંને ભાઈબંધો એને ત્યાં જ ઉતર્યા. મુંબઈમાં નરસિંહરાવ દિવેટિયા, બ.ક. ઠાકોર, રામનારાયણ પાઠક, સુંદરજી બેટાઈ વગેરે ઘણા ગુજરાતી સાહિત્યકારો સાથે પ્રદીપનો પરિચય કરાવવામાં આવ્યો. મુંબઈની ગોકળીબાઈ હાઇસ્કૂલના હોલમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં પ્રદીપે પણ ભાગ લીધો હતો. ગુજરાતી કવિઓએ ગુજરાતી ગીતો-કાવ્યોની રમઝટ બોલાવી, જ્યારે ચોવીસ વર્ષના પ્રદીપે હિન્દી રચનાઓ પેશ કરી. શ્રોતાઓ ખુશ ખુશ થઈ ગયા.
👉 ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં વિરાટ જનમેદની સામે લતા મંગેશકરે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું અને તે સાંભળીને જવાહરલાલ નહેરુનાં આંખોમાં આંસુ ધસી આવ્યા હતા તે જાણીતી વાત છે. એમણે લતાને પછી કહ્યું હતું કે, બેટી, તુમને તો મુઝે રુલા દિયા. નહેરુએ પોતાના પર્સનલ સેક્રેટરીને પૃચ્છા કરેલી કે આ ગીતનાં કવિ કોણ છે ? મારે એમને મળવું છે. જવાબ મળ્યો કે કવિ પ્રદીપ હાજર નથી, એ તો મુંબઈ છે. કોઈએ કવિ પ્રદીપને આ અવસર પર દિલ્હી આવવા આમંત્રણ આપવાની ઔપચારિતા પણ દેખાડી નહોતી. થોડા દિવસો પછી નહેરુને મુંબઈ જવાનું થયું ત્યારે એમણે કવિ પ્રદીપની ખાસ મુલાકાત લીધી અને એમનો ઓટોગ્રાફ પણ લીધો.
👉 ‘અય મેરે વતન કે લોગોં’ ગીત કવિ પ્રદીપે મુંબઈના દરિયાકાંઠે સિગારેટના પાકિટના રેપર પર લખ્યું હતું! આ કંઈ ફ્લ્મિી ગીત નથી. ૧૯૬૨માં ચીને ભારત પર ઓચિંતા આક્રમણ કરીને દેશનો કેટલોક હિસ્સો પડાવી લીધો હતો તે પછી દેશમાં રાષ્ટ્રીય ભાવના જગાવવા માટે કવિએ આ ગીત લખ્યું હતું અને સી. રામચંદ્રે તે કમ્પોઝ કર્યું હતું. પછી તો ઘણા ફ્લ્મિમેકરોએે આ ગીતને પોતાની ફ્લ્મિમાં વાપરવા માટે માગણી કરી હતી, પણ કવિ પ્રદીપે તેને ફ્લ્મિી ગીત ન બનવા દીધું. એમણે આ ગીત દેશને અર્પણ કર્યું. આ ગીત માટે તેમણે કશી રોયલ્ટી પણ ન લીધી.
👉 કવિ પ્રદીપના ગુજરાત કનેકશન પર પાછા ફ્રીએ. એમનાં ધર્મપત્ની ભદ્રા ગુજરાતી હતાં. રવિશંકર રાવળે કન્યાના પિતા ચુનીલાલ ભટ્ટ સાથે પ્રદીપની ઓળખાણ કરાવી હતી. કવિ અવારનવાર ચુનીલાલના ઘરે જમવા જતા. એમને ચુનીલાલની દીકરી ગમી ગઈ. બંને એક જ સમાજના હોવાથી પ્રદીપના ઘરેથી કોઈએ વિરોધ ન કર્યો. જોકે ૧૯૪૨માં લગ્ન કર્યાં ત્યારે ખર્ચ બચાવવા ક્વિ પ્રદીપે મધ્યપ્રદેશથી કોઈને તેડાવ્યા નહોતા.
👉 તેઓ ગાંધીવાદી હતા. ફ્લ્મિી દુનિયા સાથે સંકળાયેલા હોવા છતાં સાદું એમનું જીવન હતું. નાણાંભીડ અનુભવતા એક નિર્માતા માટે એમણે સાવ ઓછા પૈસા ગીતો લખી આપેલાં. આ ફ્લ્મિ એટલે ‘જય સંતોષી મા’ અને એ ગીતો એટલે ‘મૈં તો આરતી ઉતારું રે સંતોષીમાતા કી’, ‘મદદ કરો સંતોષીમાતા’, ‘યહાં વહાં કહાં કહાં’ વગેરે. આ ગીતો કેવાં જબરદસ્ત હિટ થયાં હતાં. નિર્માતા આ ફ્લ્મિને કારણે ખૂબ કમાયો. એમણે પછી કવિ પ્રદીપને રોયલ્ટી પેટે સારી એવી રકમ ચૂકવી હતી અને એમના ઘરે એરકંડીશનર નખાવી આપ્યું હતું.
👉 ૧૯૯૭માં કવિ પ્રદીપને દાદાસાહેબ ફળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પછીના વર્ષે એમનું નિધન થયું. કવિ પ્રદીપે જિંદગીમાં બીજું કશું ન કર્યું હોત અને માત્ર એક ‘અય મેરે વતન કે લોગોં’ ગીત જ લખ્યું હોત તો પણ એમનું નામ અમર થઈ ગયું હોત! દાદાસાહેબ ફાલકે એવોર્ડ મેળવનાર પ્રદીપજી ૧૧ ડીસેમ્બર ૧૯૯૮ના રોજ આ અમૃતમય દીપક બુઝાઈ ગયો. ૮૩ વરસની ઉંમરે ૧૧ ડિસેમ્બર, ૧૯૯૮ના દિવસે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment