🎯 સાધારણ માનવમાંથી મહા માનવ બનનાર અબ્રાહમ લિંકન 🎯
🎯 અબ્રાહમ લિંકનનો જન્મ તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ અમેરિકાના કેંટકીમાં થયો હતો. એમણે પોતાના પિતા સાથે ખેતરમાં કામ કર્યુ હતું, તેઓ એક પણ વરસ શાળાએ ગયા નહોતા, પરંતુ જાતે જ ભણવાનું અને લખવાનું શિખ્યા હતા. એક સફળ વકિલ બનતા પહેલા તેમણે જુદા જુદા પ્રકારની નોકરીઓ કરી હતી અને ધીરે ધીરે રાજનીતિની તરફ વળ્યા હતા.
🎯 દેશમાં ગુલામીની પ્રથાની સમસ્યા ચાલી રહી હતી. ગોરા લોકો દક્ષિણી રાજ્યોના મોટા ખેતરોના માલિક હતા. તેઓ આફ્રિકાથી કાળા રંગના લોકોને પોતાના ખેતરમાં કામ કરવાને માટે બોલાવતા હતા. તેમને દાસ સ્વરૂપે રાખવામાં આવતા હતા. ઉત્તરી રાજ્યોના લોકો ગુલામીની આ પ્રથાની વિરૂધ્ધમાં હતા અને તેઓ આ પ્રથાને નાબુદ કરવા માંગતા હતા. લિંકન પ્રથમ રિપબ્લિક હતા જેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેઓ એક વકિલ ઈલિયન્સ સ્ટેટનો વિધાયક હતા અને અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેજટેટિવના સદસ્ય હતા. તેઓ બે વાર સેનેટની ચૂંટણીમાં અસફળ થયા હતા.
🎯 વકિલાતના કમાઈની દ્ગષ્ટિએ જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા અબ્રાહમ લિંકને સતત ૨૦ વર્ષ સુધી અસફળ વકિલાત કરી, પરંતુ એમની વકિલાતથી એમને અને અરજદારોને જેટલો સંતોષ અને માનસિક શાંતિ મળી તે ધન-દોલતની આગળ કાંઈ પણ ન હોતી.
🎯 સન ૧૮૬૦માં લિંકને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ લીધો અને જીતી ગયા અને માર્ચ ૧૮૬૧થી એમણે આ પદ પર કામ કરવાનું શરૂ કરી દીધું. દક્ષિણી રાજ્ય લિંકનને રાષ્ટ્રપતિ બન્યા તે ગમતું નહોતું. કારણ કે તેઓ તેમની નીતિથી સંમત નહોતા. લિંકન ઔપચારિક રૂપથી પદ સંભાળવા માંડવાની જ્યાં શરૂઆત કરી ત્યાં જ એના પહેલા દક્ષિણી સભ્યોએ અમેરિકાથી સ્વયંને અલગ કરી ફન્ફેડરેસી નામનો એક નવો દેશ બનાવવાની ઘોષણા કરી દીધી. એની સાથે જ ૧૨ એપ્રિલ ૧૮૬૧ના રોજ અમેરિકામાં ગૃહયુધ્ધ શરૂ થયું. લિંકન કોઈ પણ ભોગે રાષ્ટ્રની અખંડતાને કાયમ રાખવા માંગતા હતા. એમણે વિશાળ સેના મોકલીને દક્ષિણી રાજ્યોનો પરાજય કરી દીધો, આ પ્રકારે ચાર વર્ષ સુધી ત્યાં ગૃહયુધ્ધ ચાલ્યું હતું અને આ ગૃહયુધ્ધમાં આશરે ચાર લાખ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. યુધ્ધ દરમ્યાન લિંકનને ઘણા વિરોધોનો સામનો કરવો પડ્યો. પરંતુ દેશની અખંડતાને કાયમ રાખવામાં સફળ થયા હતા.
🎯 ૧લી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ લિંકને ગુલામ પ્રથાને સમાપ્ત કરવાની ઘોષણા કરી દીધી. આ ઘોષણાની સાથે જ દક્ષિણી રાજ્યોમાં ગુલામીનું જીવન જીવતી અસહ્ય પ્રજાને દાસ પ્રથામાંથી મુક્તિ મળી ગઈ હતી. જો કે ઘોષણા કર્યા બાદ તુરત તો દાસોની મુક્તિ અસંભવ નહોતી, પરંતુ એના દ્વારા દેશના સંવિધાનમાં ૧૩માં સંશોધનનો માર્ગ શોધાયો અને થોડાંક જ વર્ષો બાદ આખા અમેરિકામાંથી ગુલામીની પ્રથા પર પ્રતિબંધ લાગી ગયો હતો.
🎯 ૧લી નવેમ્બર ૧૮૬૩ના રોજ ગેટસબર્ગમાં લિંકન એક સંક્ષિપ્ત ભાષણ આપ્યું હતું જેને આજ દિન સુધી યાદ કરવામાં આવે છે. આ ભાષણ થોડીકજ મિનીટોનું હતું પરંતુ એણે અમેરિકાના ઈતિહાસમાં શ્રેષ્ઠ ભાષણોમાનું એક માનવામાં આવે છે.
🎯 ૯મી એપ્રિલ ૧૮૬૫ના રોજ ગૃહયુધ્ધ એ સમયે પુરેપુરૂ ખત્મ થઈ ગયું, જ્યારે જનરલ રોબર્ટ ઈ.જી.એ વર્જીનિયાની અદાલતમાં આત્મસર્પણ કરી દીધું. લિંકન દેશના જખ્મો પર મલમ લગાવવા માંગતા હતા અને નવી શરૂઆતથી દેશનું નિર્માણ કરવા ઈચ્છતા હતા તેઓ દક્ષિણી રાજ્યો સાથે ભાઈચારો વધારવા માંગતા હતા પરંતુ કેટલાક શત્ર્ાુઓ અને વિરોધીઓને લિંકનની આ નીતિનો વિરોધ હતો. લિંકનને વોશિંગ્ટન ડીસીમાં ફોર્ડ થિએટરમાં જ્યારે નાટક જોવાના સમયે જોન વિલ્કિસ બુથ નામની વ્યક્તિએ ગોળી મારીને એમની હત્યા કરી દીધી હતી અને લિંકનનું બીજા જ દિવસે એટલે કે ૧૫ એપ્રિલ ૧૮૬૫ના રોજ મૃત્યુ થયું હતું. તેઓ સૌ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ હતા કે જેમની હત્યા થઈ હતી. એમની અંતિમ યાત્રામાં હજારો પ્રશંસકો માથુ ઝુકાવીને ચાલી રહ્યા હતા.
🎯 યુ.એસ.માં દાસ (ગુલામી) પ્રથાને નાબુદ કરવા માટે અને એક નવું રૂપ આપવા માટે અબ્રાહમ લિંકનનું આજે પણ સ્મરણ કરવામાં આવે છે? આજે વિશ્ર્વમાં લિંકનને એમના ચરિત્ર્ા, ભાષણો અને પત્ર્ાોના કારણે આજે પણ યાદ કરવામાં આવે છે જે પુરી દુનિયા માટે પ્રેરણા સ્ત્ર્ાોત રહેલ છે. એક સાધારણ વ્યક્તિ મહા માનવ બનવાની યાત્ર્ાામાં પણ અબ્રાહમ લિંકને પોતાની વિનમ્રતા છોડી નહોતી.
🎯 અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.
📍 ધંધામાં નિષ્ફળ – 1831
📍 ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
📍 ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
📍 ધારાસભામાં ચૂંટાયા – 1834
📍 પત્નીનું અવસાન – 1835
📍 પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
📍 સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
📍 ઈલેકટર તરીકે હાર – 1840
📍 ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843,
📍 કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
📍 કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
📍 કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
📍 સેનેટની ચુંટણીમાં હાર – 1855
📍 અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
📍 સેનેટમાં હાર – 1858
📍 અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860
🎯આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment