ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, January 6, 2019

વ્યક્તિ પરિચય - કપિલ દેવ

ભારતીય ક્રિકેટના પ્રથમ સુપરસ્ટાર કપિલ દેવ  

 કપિલ દેવ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એક દિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૮૩ના વર્ષમાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી લઇ વિશ્વ વિજેતા બનેલ હતી.

 કપિલ દેવ રામલાલ નિખંજનો જન્મ જાન્યુઆરી ૬ ૧૯૫૯, ચંડીગઢમાં થયો હતો. જે વધુ જાણીતા નામ કપિલ દેવ તરીકે ઓળખાય છે, તે ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ ખેલાડી છે અને મહાન 'ઓલરાઉન્ડરો' પૈકીના એક છે. જ્યારે ઇ. સ. ૧૯૮૩ માં ભારતીય ટીમ 'ક્રિકેટ વિશ્વ કપ' વિજેતા બની ત્યારે તેઓ ભારતીય ટીમનાં સુકાની હતા. આ વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની એકદિવસીય રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ હતી. આ વેળાએ કપિલદેવે આક્રમક રીતે રમી ૧૭૫ રનો કરી અણનમ રહી, ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ ૧૭૫ રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. ઇ. સ. ૨૦૦૨ માં વિઝ્ડને તેઓને "સદીનાં ભારતીય ક્રિકેટર" (Indian Cricketer of the Century) તરીકે ઓળખાવ્યા. ઓક્ટોબર ૧૯૯૯ થી ઓગસ્ટ ૨૦૦૦ સુધી, ૧૦ માસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશિક્ષક તરીકે રહ્યા.

 કપિલ દેવે તેમની કારકિર્દીમાં ટેસ્ટ ક્ષેત્રે ૪૩૪ વિકેટો અને એકદિવસીય મુકાબલાઓમાં ૨૫૩ વિકેટ ખેરવી, એ સમયના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા.

 ભારતના એક નંબરના બૉલર:-
👉 ઝડપી બૉલર્સની દુનિયામાં ભારતનું નામ કપિલ દેવે જ સ્થાપિત કર્યું.
👉 કપિલ પહેલાં કરસન ઘાવરીએ મધ્યમ ગતિના બૉલર તરીકે 39 ટેસ્ટમેચમાં 109 વિકેટ લીધી હતી, પણ એમનામાં કપિલ જેટલી ઝડપ નહોતી.
👉 એ અગાઉ મોહમ્મદ નિસાર અને અમર સિંહ જેવા ઝડપી બૉલર્સ આવ્યા, જેમણે 25 અને 28 વિકેટ લીધી.
👉 કપિલને 434 ટેસ્ટ વિકેટ સુધી પહોંચ્યા, આ વિક્રમ લાંબો સમય વિક્રમ રહ્યો અને એમના પછી જવાગલ શ્રીનાથ અને ઝહિર ખાન, આશિષ નહેરા જેવા ખેલાડીઓ પણ ત્યાં સુધી નથી પહોંચી શકયા.

 લાજવાબ ફિલ્ડર:-
👉 જો 1983ના વિશ્વકપમાં કપિલ દેવે વિવિયન રિચર્ડ્સનો કેચ પાછળ ભાગીને ન ઝડપી લીધો હોત તો કદાચ વિશ્વ કપ પર ભારતનું નામ ન હોત.
👉 કેમકે 184 રનના લક્ષ્ય સામે રિચર્ડ્સ 27 બૉલમાં 33 રન કરીને સેટ થઈ ચૂક્યા હતા.
👉 મદનલાલના બૉલને એમણે મિડ વિકેટ તરફ ઉછાળી દીધો હતો અને શૉટ મિડ વિકેટ પર ઉભેલા કપિલે પાછળની તરફ ભાગીને શાનદાર કૅચ ઝડપ્યો હતો.
👉 2011ના વિશ્વ કપ અગાઉ એક પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલા વિવયન રિચર્ડસે એ કૅચ વિશે કહ્યું હતું:
"જ્યારે કપિલે બૉલની પાછળ ભાગવાનું શરું કર્યું, ત્યારે જ હું સમજી ગયો હતો કે મારો સમય પૂરો થયો છે."
કિરણ મોરે કહે છે, "આઉટ ફિલ્ડમાં કપિલ જેવો બહેતરીન ખેલાડી કોઈ નથી જોયો."

⚾ ગજબની ફિટનેશ:-
👉 અગાઉ ભારતની પસંદગી સમિતિના અધ્યક્ષ રહી ચૂકેલા કિરણ મોરે કહે છે, કપિલ દેવ ફિટનેશનું એવું ઉદાહરણ છે, જે દર્શાવે છે કે ક્રિકેટરે કેવી રીતે પોતાની ફિટનેશનું ધ્યાન રાખવું.
👉 પોતાની 16 વર્ષની લાંબી કૅરિયરમાં કપિલ કયારેય પણ ફિટનેશને કારણે ડ્રોપ નથી થયા.
👉 1984માં ઇંગ્લૅન્ડની સામે કોલકત્તા ટેસ્ટમાં જો ટીમ મૅનેજમૅન્ટે એમને ડ્રોપ ન કર્યા હોત, તો એ સળંગ 131 ટેસ્ટ રમવાનો વિક્રમ એમના નામે હોત.
👉 સૈયદ કિરમાણી કહે છે, "કપિલ દેવની ખાસિયત એ હતી કે તે દરેક મુશ્કેલ પડકારનો સામનો કરવા માટે પોતાને તૈયાર રાખતા."

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.