🎪 નાગેશ્વર મહાદેવ 🎪
🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 દ્વારકાથી બેટદ્વારકા જવાના રસ્તા પર ભગવાન શિવજીનું જ્યોતિર્લિંગ આવેલું છે, જે હિન્દુ શાસ્ત્રના 12 જ્યોતિર્લિંગમાંનું એક ગણાય છે. ભૂગર્ભમાં તેનું ગર્ભગૃહ આવેલું છે. નાગેશ્વરને 'દારુકાવન' તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર બહાર 25 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સ્થાપિત છે. નાગેશ્વર મહાદેવની 12 જ્યોતિર્લિંગમાં ગણના થાય છે.
👉 નાગેશ્વરને 'દારુકાવન' તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકમાન્યતા મુજબ, પુરાતનકાળમાં દારુક નામનો અસુર અહીં રહેતો હતો. તેની પત્ની દારુકા માતા પાર્વતીની ભક્ત હતી અને તેમની કઠિન તપશ્ચર્યા કરી હતી, જેનાંથી પ્રસન્ન થઈને પાર્વતી માતાએ આ વનને તેનું નામ આપતા દારુકાવન તરીકે આ સ્થળ ઓળખાયું હતું.
👉 અહીં શિવ અને પાર્વતી નાગ અને નાગણી સ્વરૂપે સ્થાપિત હોવાની પણ માન્યતા છે અને આ કારણે જ અહીં નાગ-નાગણની જોડી શિવલિંગને અર્પણ કરવાનો રિવાજ પ્રચલિત છે.
🎪 ઐતિહાસિક મહત્વઃ-
👉 મંદિર સંકુલની નજીકનું ગોપીતળાવ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કારણ કે અહીં કરાયેલા ઉત્ખનન દરમિયાન પાંચ હજાર વર્ષ અગાઉના શહેરો અહીં મળી આવ્યા હતા. દ્વારકાના પૂરાતત્વ મ્યુઝિયમમાં તેનાં નમૂનાઓ જોવા મળે છે.
🎪 મુખ્ય આકર્ષણો:-
👉 શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગોપીતળાવ. નાગેશ્વર મંદિરે દર મહિનાની અમાસ અને શિવરાત્રિએ દર્શન કરવાનો તથા અહીં નાગ-નાગણીને શિવલિંગ પર ચઢાવવાનો વિશેષ મહિમા છે. મંદિર બહાર 25 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સ્થાપિત કરેલી હોવાથી દૂર-દૂરથી ભક્તોને તેમના દર્શન થઈ જાય છે.
🔔 આરતીનો સમયઃ-
👉 સવારે 5.30 મંગળા, બપોરે 12.00 રાજભોગ, સાંજે 7.00 સંધ્યા
🙏 દર્શનનો સમયઃ-
👉 સવારે 5.30થી રાત્રે 9.30
📷 ફોટોગ્રાફીઃ-
👉 મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.
🚌 કેવી રીતે પહોંચવુંં:-
🚍 સડકમાર્ગેઃ- પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા દ્વારકા થઈને અને વડોદરાથી વાયા તારાપુર ચોકડી-દ્વારકા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ- નજીકનું રેલવે સ્ટેશન દ્વારકા (18 કિ.મી.) છે.
✈ હવાઈ માર્ગેઃ- નજીકનાં એરપોર્ટ છે જામનગર (150 કિ.મી.)
🎪 નજીકના મંદિરો:-
1). શ્રી દ્વારકાધીશ મંદિર, શ્રી ભડકેશ્વર મહાદેવ (દ્વારકામાં)
2). રૂકમણિ મંદિર, દ્વારકા
3). શ્રી દ્વારકાધીશ મંદિર, બેટદ્વારકા 34 કિમી.
4). શ્રી સાંદિપની આશ્રમ, પોરબંદર 104 કિમી
5). શ્રી હર્ષદમાતા મંદિર, હર્ષદ 104 કિમી.
🏢 રહેવાની સુવિધા:-
👉 મંદિરથી 16 કિમી દૂર દ્વારકામાં રહેવાની-જમવાની સારી વ્યવસ્થા છે.
🏡 સરકારી અને ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ રૂમ:-
📍 સર્કિટ હાઉસ, ફોન નંબરઃ +91 (2892) 243533
📍 દ્વારકાધીશ અતિથિગૃહ, ફોન નંબરઃ +91 (2892) 234090
📍 જય રણછોડ ધર્મશાળા, ગોમતી રોડ, દ્વારકા.
📍 ગાયત્રી અતિથિગૃહ, ફોન નંબરઃ +91 (2892) 234448
📍 બિરલા ધર્મશાળા, બિરલા મંદિર પાસે, દ્વારકા.
📍 સ્વામિનારાયણ મંદિર, ગોમતી રોડ, દ્વારકા.
📍 પટેલવાડી ધર્મશાળા, ગોમતી રોડ, દ્વારકા.
📍 કોકિલા ધીરજ ધામ, હોસ્પિટલ રોડ, દ્વારકા. ફોન નંબરઃ +91 (2892) 236746
📍 તોરણ, હોસ્પિટલ રોડ, દ્વારકા. ફોન નંબરઃ +91 (2892) 234013
📃 સરનામું:-
👉 શ્રી નાગેશ્વર મહાદેવ, દારુકાવન, દ્વારકા રોડ, જિ. દેવભૂમિ-દ્વારકા - 361345
📍 ખાસ નોંધઃ અહીં આપેલ વિગતોમાં સ્થળ પર ફેરફાર હોઈ શકે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment