🌳 કબીરવડ 🌳
🌳 ધાર્મિક માહાત્મ્ય:-
👉 ભરૂચ પાસે આવેલા શુકલતીર્થની બાજુમાં નર્મદા નદી વચ્ચે એક નાનકડો દ્વીપ આવેલો છે. એક માન્યતા પ્રમાણે અહીં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેમનું જીવન સરળ હતું પણ શાંતિ નહોતી. કોઈ સાધુએ તેમને કહ્યું કે જ્યાં સુધી તેઓ પૂર્ણ સંતના શરણમાં જઈ ગુરુદક્ષિણા નહીં લે ત્યા સુધી તેઓને શાંતિ નહીં મળે.
👉 તેઓએ વડની એક સૂકી ડાળખી આંગણામાં રોપી અને અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ જે સંતના ચરણામૃતથી આ ડાળીમાં કૂંપળ ફૂટશે તેને સદગુરુ બનાવશે. ઘણા સંતો આવ્યા પણ કૂંપળ ફૂટી નહીં. વરસો બાદ તેઓ વૃદ્ધ થયા ત્યારે સંત કબીર ત્યાં પધાર્યા.
👉 એમણે નર્મદાના નીરથી કબીર સાહેબના પગ ધોયા અને ચરણામૃત લીધા. પછીનું જળ આ સૂકી ડાળી પર નાખ્યું. આશ્ચર્ય વચ્ચે તે સૂકી ડાળને કૂંપળ ફૂંટી અને તે ડાળખી આજે કબીરવડ તરીકે પ્રસિદ્ધ થઈ. અનેક વાર નર્મદાનાં પાણી આ દ્વીપ પર ફરી વળ્યાં છતાં ઇતિહાસનો સાક્ષી સમુ કબીરવડ આજેય અડીખમ છે.
👉 નર્મદા નદીના તટ પર આવેલા રમણીય સ્થળોમાંનું કબીરવડ એક જાણીતું સ્થળ છે. 2.5 એકરમાં ફેલાયેલો કબીરવડ એની વિશાળ અને ઘનઘોર ઘટાઓને કારણે ઘણો જ આકર્ષણ લાગે છે. એવું પણ કહેવાય છે કે સંત કબીર સાહેબ 1380થી 1400ની સાલમાં અહીંયાં રહ્યા હતા. આ વડનું આયુષ્ય આશરે 600 વર્ષથી પણ વધુ હોવાનું કહેવાય છે.
🌳 નિર્માણ:-
👉 પૌરાણિક સમયથી જ આ સ્થળ પૂજાતું આવ્યું છે. પણ અહીં સંત કબીરના નવા મંદિરનું નિર્માણ સંવત 2043 એટલે કે ઈસ. 1987માં કરવામાં આવ્યું છે.
🌳 મંદિરનાં મુખ્ય આકર્ષણો:-
👉 2.5 એકરમાં ફેલાયેલો કબીરવડ. આ વડનું આયુષ્ય આશરે 600 વર્ષથી પણ વધુ હોવાનું કહેવાય છે. સંત કબીર સાહેબ 1380 થી 1400 ની સાલમાં અહીંયાં રહ્યા હતા.
🔔 આરતીનો સમય:-
👉 સવારે 6.00 વાગ્યે,
👉 સાંજે સંધ્યા સમયે
🙏 દર્શનનો સમય:-
👉 સવારના 6.00થી સાંજના 7.00 સુધી.
🚌 કેવી રીતે પહોંચવું:-
👉 ભરુચથી કબીરવડ 18 કિમી છે. શુક્લતીર્થથી માંગલેશ્વર ભારદ્વાજ આશ્રમ સુધી રોડ માર્ગે જઈ શકાશે. નર્મદા નદીની વચ્ચે ટાપુ પર આ કબીરવડ હોવાથી માંગલેશ્વરથી બોટ દ્વારા જઈ શકાય છે. વડોદરાથી આ સ્થળ 79 કિમી, અમદાવાદથી 192 કિમી અને સુરતથી 88 કિમી છે.
⛳ નજીકનાં મંદિરો:-
1). નીલકંઠધામ અટલાદરા 77 કિમી.
2). કુબેરેશ્વર મહાદેવ મંદિર, વડોદરા 79 કિમી.
3). પોઈચાધામ -87 કિમી.
રહેવાની સુવિધા છે: ધર્મશાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા છે.
📃 સરનામું:-
👉 કબીરવડ, વાયા શુક્લતીર્થ, જિલ્લો ભરુચ.
☎ ફોન નંબર:-
👉 ગુરૂચરણદાસ સાહેબ, (પીઠાધિપતી- કબીરવડ): 98790 86063
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment