🔭 સ્ટેચ્યુ ઑફ યુનિટી 🔭
📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, કે જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે, સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
📍 આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ INR ૩,૦૦૧ કરોડ (યુ.એસ. $ ૪૪૭.૨૬ મિલિયન) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે INR ૨,૯૮૯ કરોડ (યુ.એસ. $ ૪૪૫.૪૭ મિલિયન) હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ[૬] બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું.
ઇતિહાસ
📍 નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની શરૂઆત પર સ્મારકની જાહેરાત કરી હતી. તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ખાસ આ સ્મારક હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર માટે ડિસેમ્બર ૨૦૧૩માં બનાવવામાં આવ્યું હતું.
📍 સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના વણવપરાયેલ જૂના ખેતીના ઓજારો લોખંડ ભેગું કરવા માટે વિનંતી કરાઇ હતી. ૨૦૧૬ સુધીમાં ૧૩૫ મેટ્રિક ટનનો લોખંડ ભંગાર એકઠો કરાયો હતો, જેમાંથી ૧૦૯ મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો. રન ફોર યુનિટી નામની દોડસ્પર્ધા ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સુરતમાં આયોજીત કરાઇ હતી.
બાંધકામની ખાસીયતો
📍 પ્રતિમા, બાંધકામ હેઠળ, જાન્યુઆરી ૨૦૧૮. આ પ્રતિમા ભૂકંપના ઝોન-૩ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમા ના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડીઝાઈન-લોડ ગણીને બનાવવામાં આવી છે.[૪] પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે ૪૫ મીટર જેટલું ખનન કાર્ય કરીને પછી સાઈઠ ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધીને પછી એ આખા ઉંડાણને આશરે ૧૨ ફીટ જેટલા ઊંચા કોંક્રીટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમાં નું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા નદીના પુરમાં તણાઈ ના જાય એના માટે જરૂરી સલામતિ કાર્ય પણ કરાયું છે.
પ્રવાસન
📍 ૧ નવેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાયા પછી આ સ્મારકની મુલાકાત ૧,૨૮,૦૦૦ લોકોએ ૧૧ દિવસમાં લીધી હતી.
📍 સ્મારક સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. કેવડિયાથી બસ સેવા તેમજ સરદાર સરોવર બંધથી જેટ્ટી સેવા તેમજ રોપ-વેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે.
એકતાની પ્રતિમા | |
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ.
| |
Coordinates | 21.8380°N 73.7191°E |
---|---|
Location | સાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, ગરૂડેશ્વર, નર્મદા જિલ્લો, ગુજરાત, ભારત |
Designer | રામ વી. સુથાર |
Type | મૂર્તિ |
Material | સ્ટીલ, કોંક્રિટ, કાંસાનું આવરણ |
Height |
|
Beginning date | ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ |
Completion date | ઓક્ટોબર ૨૦૧૮ |
Opening date | ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ |
Dedicated to | સરદાર પટેલ |
No comments:
Post a Comment